માત્ર એક જ રાતમાં સ્ટાર બની ગઈ હતી આ 5 અભિનેત્રીઓ, આજે ગુમનામ થઈને કરી રહી છે આ કામ

બોલિવુડ

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરવો જેટલું મુશ્કેલ છે તેટલું જ મુશ્કેલ અહીં પર પોતાના પગ જમાવી રાખવા પણ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દરરોજ ઘણા નવા ચહેરાઓ પગ મૂકે છે, પરંતુ એ બિલકુલ જરૂરી નથી કે દરેક વ્યક્તિ અહીં લાંબો સમય પસાર કરી શકે. આજે અમે તમને આવી જ સુંદર અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે બોલિવૂડમાં પગ મૂકતાની સાથે જ દર્શકોનું દિલ જીતી લીધું હતું, પરંતુ લોકો તેમને ખૂબ જલ્દી ભૂલી ગયા હતા.

સ્નેહા ઉલ્લાલ: વર્ષ 2005માં રિલીઝ થયેલી ફિલ્મ “લકી નો ટાઈમ ફોર લવ” થી પોતાની એક્ટિંગ કારકિર્દીની શરૂઆત કરનાર સ્નેહા ઉલ્લાલ બોલિવૂડમાં પગ મૂકતા પહેલા જ ચર્ચામાં આવી ગઈ હતી. દરેક લોકો તેને એશ્વર્યા રાયની હમશકલ કહી રહ્યા હતા. જોકે તેની પહેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ કમાલ બતાવી શકી ન હતી. ત્યાર પછી તે બોલિવૂડ અને સાઉથની ઘણી ફિલ્મોમાં જોવા મળી પરંતુ તે સફળતા મેળવી શકી નહીં. અને સમયની સાથે ધીમે-ધીમે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગઈ.

ડાયના પેન્ટી: વર્ષ 2012 માં રિલીઝ થયેલી ફિલ્મ “કોકટેલ” થી પોતાની એક્ટિંગ કારકિર્દીની શરૂઆત કરનાર આ અભિનેત્રીએ પોતાની પહેલી જ ફિલ્મથી દર્શકોના દિલમાં પોતાનું ખાસ સ્થાન બનાવી લીધું હતું. ત્યાર પછી ડાયના પેન્ટી ‘હેપ્પી ભાગ જાયેગી’, ‘લખનઉ સેન્ટ્રલ’ અને ‘પરમાણુ ધ સ્ટોરી ઑફ પોખરણ’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી. તેની કોઈપણ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ બતાવી શકી નથી. જેટલી ઝડપથી ડાયના લોકોની નજરમાં આવી, તેટલી જ ઝડપથી તે બોલિવૂડમાંથી પણ ગાયબ થઈ ગઈ.

નરગીસ ફાખરી: વર્ષ 2011માં રિલીઝ થયેલી ફિલ્મ ‘રોકસ્ટાર’થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર નરગીસ ફાખરીએ પોતાની પહેલી જ ફિલ્મથી દરેક લોકોને પોતાના દિવાના બનાવી દીધા હતા. આ ફિલ્મમાં નરગીસ ફાખરી સાથે રણબીર કપૂર પણ મુખ્ય ભુમિકામાં જોવા મળ્યો હતો. ત્યાર પછી નરગીસ ફાખરી ‘મેં તેરા હીરો’ ‘મદ્રાસ કેફે’ ‘ઢિશૂમ’ ‘હાઉસફુલ 3’ ‘બેન્જો’ અને ‘અમાવાસ’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી, પરંતુ તે લોકોના દિલમાં પોતાનું ખાસ સ્થાન બનાવી શકી ન હતી.

ભાગ્યશ્રી: સલમાન ખાન સાથે ‘મૈંને પ્યાર કિયા’ ફિલ્મમાં એક્ટિંગની દુનિયામાં પગ મુકનાર અભિનેત્રી ભાગ્યશ્રીને લોકો આજે પણ યાદ કરે છે. તેમણે પોતાની પહેલી જ ફિલ્મથી દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી હતી. ‘મૈંને પ્યાર કિયા’ પછી ભાગ્યશ્રીને ઘણી ફિલ્મોની ઑફર્સ મળી હતી, પરંતુ ભાગ્યશ્રીએ પહેલી જ ફિલ્મ પછી બિઝનેસમેન હિમાલય દાસાની સાથે લગ્ન કરી લીધા અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી અંતર બનાવી લીધું.

અમિષા પટેલ: વર્ષ 2000 માં રિલીઝ થયેલી ફિલ્મ “કહો ના પ્યાર સે” થી એક્ટિંગની દુનિયામાં પગ મૂકનાર અમીષા પટેલ પોતાની શ્રેષ્ઠ એક્ટિંગ અને નિર્દોષ ચહેરાના કારણે રાતોરાત સુપરસ્ટાર બની ગઈ હતી. ત્યાર પછી ફિલ્મ “ગદર” માં પણ તેનો જાદુ અકબંધ રહ્યો, પરંતુ ખૂબ જ ટૂંક સમયમાં તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગઈ.