‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ના ‘જેઠાલાલ’ ને પાત્રને રિજેક્ટ કરી ચુક્યા છે આ 5 અભિનેતા, જેનો તેમને આજે પણ છે પછતાવો, જાણો ક્યા-ક્યા અભિનેતા તેમાં છે શામેલ

મનોરંજન

એવું ઘણી વખત થાય છે જ્યારે વ્યક્તિને પોતાના નિર્ણય પર અફસોસ થવા લાગે છે, એંટરટેનમેંટ ઈંડસ્ટ્રીના ઘણા દિગ્ગઝ સ્ટાર્સ સાથે પણ કંઈક આવું થઈ ચુક્યું છે, ખરેખર તેમની પાસે એક સમયે એક મોટી તક હતી, જેના માટે જો તે રાજી થઈ ગયા હોત તો દર્શકોના દિલમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી શક્યા હોત, પરંતુ તેમણે આ તકને પોતાના હાથમાંથી જવા દીધી જેનો પછતાવો તેમને આજે પણ છે. અહીં અમે વાત કરવા જઈ રહ્યા છીએ મનોરંજન જગતના પાંચ એવા દિગ્ગજ કલાકારો વિશે જેમણે ટેલિવિઝન ઈંડસ્ટ્રીનાના સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં ‘જેઠાલાલ’નું પાત્ર નિભાવવાની મનાઈ કરી હતી.

ત્યાર પછી આ લોકપ્રિય પાત્ર અભિનેતા દિલીપ જોશીની ઝોલીમાં આવ્યું અને તેનું પરિણામ આજે દુનિયાની સામે છે. તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોમાં દિલીપ જોષીનું પાત્ર નિભાવીને દિલીપ જોષી આજે ​​દુનિયાભરમાં ગજબની લોકપ્રિયતા મેળવી ચુક્યા છે અને સામાન્ય માણસમાંથી ખાસ વ્યક્તિ બની ચુકેલા દિલીપ જોષી પોતાને ખૂબ જ ભાગ્યશાળી માને છે કારણ કે તેમને જેઠાલાલ જેવું લોકપ્રિય પાત્ર નિભાવવાની તક મળી છે. તો ચાલો જાણીએ ઈંડસ્ટ્રીના તે અભિનેતાઓ વિશે જેમણે જેઠાલાલના પાત્રની ઓફર ઠુકરાવી હતી.

1. કીકુ શારદા: ટીવી ઈન્ડસ્ટ્રીના ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત કોમેડિયન કીકુ શારદા પોતાની જબરદસ્ત એક્ટિંગ અને કોમિક ટાઈમિંગ માટે જાણીતા છે અને દિલીપ જોશી પહેલા કીકુ શારદાને તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા માં જેઠાલાલની ભૂમિકા ઓફર કરવામાં આવી હતી પરંતુ તેમણે આ ઓફર રિજેક્ટ કરી દીધી હતી. હાલના સમયમાં કિકૂ શારદા ટીવીના લોકપ્રિય કોમેડી શો ધ કપિલ શર્મા શોમાં પોતાની સ્ટેન્ડ અપ કોમેડીથી દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે.

2. રાજપાલ યાદવ: બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત કોમેડિયન રાજપાલ યાદવનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે અને રાજપાલ યાદવને પણ જેઠાલાલનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો પરંતુ તેમણે આ ઓફર ઠુકરાવી દીધી કારણ કે રાજપાલ યાદવ પોતાની ફિલ્મી કારકિર્દી પર ધ્યાન આપવા ઈચ્છતા હતા.

3. યોગેશ ત્રિપાઠી: ‘ભાભીજી ઘર પર હૈં’ અને ‘હપ્પુ સિંહ કી ઉલટન પલટન’ના પ્રખ્યાત કોમેડિયન યોગેશ ત્રિપાઠીને જેઠાલાલનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો, પરંતુ પોતાની બીજી સિરિયલના શૂટિંગને કારણે યોગેશ ત્રિપાઠીએ આ રોલ નિભાવવાની મનાઈ કરી હતી.

4. અહસાન કુરેશી: સ્ટેન્ડ-અપ કોમેડિયન તરીકે ઓળખ બનાવનાર અહસાન કુરેશી પોતાની શ્રેષ્ઠ એક્ટિંગ માટે પણ પ્રખ્યાત છે. અહસાન કુરેશીની આ કુશળતા જોઈને તેને જેઠાલાલનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો, પરંતુ અહસાન કુરેશીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં આ ભૂમિકા નિભાવવાની મનાઈ કરી હતી.

5. અલી અસગર: પ્રખ્યાત અભિનેતા અને કોમેડિયન અલી અસગર કહાની ઘર ઘર કી, કુટુમ્બ, કોમેડી સર્કસ, કોમેડી નાઇટ્સ વિથ કપિલ જેવા શોમાં કામ કરી ચુક્યા છે અને અલી અસગર તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોમાં જેઠાલાલની ભૂમિકા માટે મેકર્સની પસંદ હતા પરંતુ તે સમયે અલી અસગર પોતાના બીજા શોમાં વ્યસ્ત હતા અને આ વ્યસ્તતાને કારણે અલી અસગરના હાથમાંથી જેઠાલાલના પાત્રની ઓફર નીકળી ગઈ હતી.