આ 4 ટીવી સ્ટાર્સે અનાથ બાળકોને આપ્યો છે સહારો, મા-બાપ બનીને પૂરા કરી રહ્યા છે તેમના સપના, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

દુનિયામાં એવા ઘણા બાળકો છે જેમના માતા-પિતા નથી અને આ બાળકો પોતાના માતા-પિતાના પડછાયા માટે ઝંખતા રહે છે. તો દુનિયામાં એવા ઘણા માતા-પિતા છે જેમને કોઈ સંતાન નથી. જો કોઈ અનાથ બાળકને માતા-પિતાનો સહારો મળે તો તેને દુનિયાની તમામ ખુશીઓ મળે છે સાથે જ જે લોકોને બાળકો નથી જો તેઓ કોઈ અનાથ બાળકોને સહારો આપે તો તેમના માટે પણ આ દુનિયાની સૌથી મોટી ખુશી હોય છે. આજે અમે તમને ટીવી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કેટલાક એવા સ્ટાર્સ વિશે જણાવીશું જેમણે અનાથ બાળકોને દત્તક લઈને એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે. ચાલો જાણીએ તેમના વિશે.

જય ભાનુશાલી અને માહી વિજ: જણાવી દઈએ કે, જય ભાનુશાલી અને માહી વિજ લગ્નના 8 વર્ષ પછી માતા-પિતા બન્યા છે. તેમના ઘરે એક પુત્રીનો જન્મ થયો છે, જેનું નામ તારા છે, જેનો જન્મદિવસ 3 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે આ પહેલા પણ જય અને માહીએ 2 બાળકોને કાયદાકીય રીતે દત્તક લીધા હતા, જેનો તમામ ખર્ચ આ કપલ ઉઠાવે છે. જય અને માહી અવારનવાર પોતાના બાળકોની તસવીરો પણ શેર કરતા રહે છે.

ગુરમીત-દેબીના: જણાવી દઈએ કે, ટીવી અભિનેત્રી દેબિના અને ગુરમીત ચૌધરીએ લગ્નના લગભગ 10 વર્ષ પછી પોતાના પહેલા બાળકનું સ્વાગત કર્યું છે. તાજેતરમાં જ તેમના ઘરે એક પુત્રીનો જન્મ થયો છે, પરંતુ તે પહેલા જ ગુરમીતે બે છોકરીઓને દત્તક લીધી હતી, જેનું નામ પૂજા અને લતા છે. આ બંને બાળકોનો ઉછેર ગુરમીત અને દેબીના એકસાથે કરી રહ્યા છે.

સમીર સોની અને નીલમ કોઠારી: હિન્દી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી નીલમ કોઠારીએ પણ ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. જણાવી દઈએ કે, નીલમે પ્રખ્યાત અભિનેતા સમીર સોની સાથે લગ્ન કર્યા છે અને નીલમને પોતાનું કોઈ સંતાન નથી. પરંતુ તેણે એક સમારા નામની પુત્રીને દત્તક લીધી છે. નીલમ અવારનવાર તેની પુત્રી સાથે સુંદર તસવીરો શેર કરતી રહે છે.

સાક્ષી તંવર: નાના પડદાની પ્રખ્યાત અભિનેત્રી સાક્ષી તંવરને કોણ નથી ઓળખતું. જણાવી દઈએ કે સાક્ષી તંવરે ટીવીની દુનિયાની સાથે-સાથે બોલિવૂડની દુનિયામાં પણ એક ખાસ ઓળખ બનાવી છે. સાક્ષીએ પણ એક પુત્રીને દત્તક લીધી છે જેનું નામ દિત્યા છે. સાક્ષી અવારનવાર તેની પુત્રી સાથેની તસવીરો શેર કરતી રહે છે. રસપ્રદ વાત એ છે કે, સાક્ષીએ હજુ સુધી લગ્ન કર્યા નથી અને તે એકલા જ પોતાની પુત્રીનો ઉછેર કરી રહી છે.