રણબીર-આલિયા વેડિંગઃ આ 4 મોટા સ્ટાર્સને ભાગ્યે જ મળશે લગ્નનું કાર્ડ, જાણો કોના-કોના નામ છે તેમાં શામેલ અને તેનું કારણ

બોલિવુડ

રણબીર-આલિયા ના લગ્નની આ સમયે બોલિવૂડમાં ધૂમ મચી રહી છે. આજથી રણબીર અને આલિયાના લગ્નના ફંક્શન પણ શરૂ થઈ ગયા છે. સંબંધીઓ અને મિત્રો લગ્ન પહેલાની વિધિઓમાં જતા જોવા પણ મળી રહ્યા છે. તેમાં કરીનાથી લઈને કરિશ્મા અને કપૂર પરિવારના ઘણા લોકો ત્યાં જતા જોવા મળી રહ્યા છે.

જો કે લગ્ન ખૂબ જ ધામધૂમથી થવા જઈ રહ્યા છે. મહેમાનોનું લિસ્ટ પણ બની ગયું છે. લગ્નમાં ભલે ઓછા લોકોને આમંત્રિત કરવામાં આવશે, પરંતુ રિસેપ્શન પાર્ટી ગ્રેંડ થવાની છે. મહેમાનોની વાત કરીએ તો બોલિવૂડના 4 સ્ટાર્સ એવા છે જેમને ભાગ્યે જ આ લગ્નનું કાર્ડ મળશે. ચાલો જાણીએ તે કોણ છે અને કાર્ડ ન મળવાનું શું કારણ છે.

કંગના રનૌત: રણબીર અને આલિયાના લગ્નમાં કાર્ડ ન મેળવનારાઓમાં પહેલું નામ કંગના રનૌતનું હોઈ શકે છે. જોકે અભિનેત્રી કંગના ખૂબ જ પ્રખ્યાત છે. તેને મોટામાં મોટા કલાકાર પોતાના લગ્નમાં જરૂર બોલાવે છે. છતાં પણ આલિયાના લગ્નમાં તેને આમંત્રણ નહિં મળે.

હવે તેનું કારણ પણ જણાવી દઈએ. ખરેખર બોલિવૂડમાં કંગના અને આલિયા વચ્ચે મતભેદ ખૂબ સામાન્ય છે. બંને વચ્ચે ઘણી વખત વિચારોને લઈને મતભેદ થઈ ચુક્યા છે. આ કારણસર, કંગનાને ભાગ્યે જ કાર્ડ મોકલવામાં આવશે.

કેટરીના કૈફ: કંગના રનૌત પછી હવે અભિનેત્રી કેટરિના કૈફને લગ્નનું કાર્ડ ભાગ્યે જ મોકલવામાં આવશે. તેને બોલાવવાની સંભાવના ખૂબ ઓછી છે. તેનું કારણ રણબીર અને કેટરિના કૈફ વચ્ચેનું અફેર છે જે થોડા સમય પછી તૂટી ગયું હતું.

કેટરિના કૈફ અને રણબીર એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા. સલમાન ખાન સાથે બ્રેકઅપ પછી કેટરીનાને રણબીર કપૂર પસંદ આવી ગયો હતો. જોકે, રણબીરે તેને ડેટ કર્યા પછી છોડી દીધી હતી. હવે તે ભાગ્યે જ કેટનો બીજી વખત સામનો કરવા ઈચ્છશે.

સલમાન ખાન: આ લિસ્ટમાં ત્રીજું નામ સલમાન ખાનનું પણ હોઈ શકે છે. જોકે બોલીવુડના દબંગને દરેક વ્યક્તિ પોતાના લગ્નના મહેમાન બનાવવા ઈચ્છે છે. છતાં પણ સલમાન ખાનને કપૂર પરિવારના લગ્નનું આમંત્રણ મળવું ખૂબ મુશ્કેલ લાગી રહ્યું છે.

તેનું કારણ સલમાન અને રણબીર વચ્ચેની અઘોષિત દુશ્મની છે. ખરેખર, જ્યારે કેટ અને સલમાનનું બ્રેકઅપ થયું ત્યારે રણબીર અને કેટનું અફેર શરૂ થયું હતું. અહીંથી રણબીર કપૂર સલમાન ખાનની બેડ બુકમાં ચાલ્યા ગયા હતા. બંને વચ્ચેનો સંબંધ સારો નથી.

ગોવિંદા: આ ત્રણેયની સાથે અભિનેતા ગોવિંદાને પણ લગ્નનું આમંત્રણ મળવું ખૂબ મુશ્કેલ લાગી રહ્યું છે. તેનું કારણ ગોવિંદાએ સોશિયલ મીડિયા પર રણબીર પર મૂકેલો આરોપ છે, ત્યાર પછી બંને વચ્ચેના સંબંધમાં ખટાશ આવી ગઈ હતી.

ખરેખર ગોવિંદા ‘જગ્ગા જાસૂસ’નો એક ભાગ હતા. આ રણબીર કપૂરનું પ્રોડક્શન વેન્ચર હતું. ગોવિંદાએ આ ફિલ્મ માટે શૂટિંગ પણ કર્યું હતું. જોકે પછી ગોવિંદાના સીન કટ કરવામાં આવ્યા હતા. આ વાતની જાણ જ્યારે ગોવિંદાને થઈ ત્યારે તેમને ખૂબ ખરાબ લાગ્યું. ત્યાર પછી તેમણે રણબીર અને ડિરેક્ટર અનુરાગ બાસુને સોશિયલ મીડિયા પર ખૂબ ખરાબ કહ્યું હતું.