આ 4 સ્ટાર્સને છે ખૂબ જ ગંભીર બીમારી, અમિતાભનું લિવર 75 ટકા છે ખરાબ, તો શાહરૂખ 5 વખત કરાવી ચુક્યા છે આ સર્જરી

બોલિવુડ

હિન્દી સિનેમાના સ્ટાર્સને દુનિયાભરમાં પોતાના શ્રેષ્ઠ કામના આધારે ઓળખવામાં આવે છે. તેમની ફેન ફોલોઇંગ ભારત સુધી જ મર્યાદિત નથી. હિન્દી સિનેમાના ઘણા મોટા-મોટા દિગ્ગજોના ચાહકો વિદેશમાં પણ છે. સમય બદલવાની સાથે ફિલ્મી સ્ટાર્સે પોતાના લુકની સાથે જ પોતાની ફિટનેસ પર પણ ખૂબ જ સખત મહેનત કરી છે અને તેમને જોઈને ચાહકો પણ ફિટનેસ પ્રત્યે જાગૃત થયા છે. જો કે છતા પણ બોલિવૂડમાં ઘણા એવા મોટા નામ છે જે અસામાન્ય ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે લડી રહ્યા છે. તો ચાલો આજે તમને બોલીવુડના 4 એવા જ મોટા નામ વિશે જણાવીએ.

અમિતાભ બચ્ચન: તાજેતરમાં જ બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને પોતાનો 79 મો જન્મદિવસ ઉજવ્યો છે. આ ઉંમરમાં પણ અમિતાભ બચ્ચન સતત કામ કરી રહ્યા છે. છેલ્લા 52 વર્ષથી તે ફિલ્મી દુનિયામાં એક્ટિવ છે. એક પછી એક તે ફિલ્મો કરી રહ્યા છે, સાથે જ તે ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ’ પણ ચલાવે છે. આ ઉપરાંત સતત એડમાં પણ બિગ બી કામ કરી રહ્યા છે.

તેમની ફિટનેસ ગજબની છે, ત્યારે જ તે ઉંમરના આ તબક્કે પણ આટલું કામ કરી શકે છે. જોકે તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચનનું લીવર માત્ર 25 ટકા જ કામ કરે છે. સદીના મેગાસ્ટાર લાંબા સમયથી લીવર સિરોસિસ નામની જીવલેણ બીમારીનો સામનો કરી રહ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે, અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ‘કુલી’ દરમિયાન મોટો અકસ્માત થયો હતો અને આજે પણ તે અકસ્માતને કારણે તે પીડામાં રહે છે.

પ્રિયંકા ચોપરા: પ્રિયંકા ચોપરાની ગણતરી હવે આંતરરાષ્ટ્રીય સ્ટાર તરીકે થાય છે. બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધીની દુનિયામાં પોતાના નામનો ઝંડો લહેરાવી ચુકેલી પ્રિયંકા ખૂબ જ સુંદર હોવાની સાથે જ ખૂબ જ ફિટ પણ છે, જોકે આ વાત ખૂબ ઓછા લોકો જાણે છે કે તે પણ એક ગંભીર બીમારી સામે લડી રહી છે.

પ્રિયંકા ચોપરાએ હિન્દી સિનેમામાં પોતાનો પગ વર્ષ 2003 માં મુક્યો હતો. તે છેલ્લા 18 વર્ષથી ફિલ્મી દુનિયા સાથે જોડાયેલી છે. તમને માહિતી માટે જણાવી દઈએ કે 39 વર્ષની થઈ ચુકેલી પ્રિયંકાને 5 વર્ષની ઉંમરથી જ અસ્થમાની બીમારી છે અને તેમણે પોતે આ વાતનો ખુલાસો કર્યો હતો.

સલમાન ખાન: પ્રખ્યાત અભિનેતા સલમાન ખાનનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે. છેલ્લા 33 વર્ષથી સલમાન ખાન હિન્દી સિનેમામાં કામ કરી રહ્યા છે. તેમની ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જુવે છે. અત્યાર સુધી ઘણી હિટ ફિલ્મો આપી ચુકેલા સલમાન લાંબા સમયથી સેટ્રાઈઝેમિનલ ન્યૂરેલ્ઝિયા નામની ગંભીર બીમારીનો સામનો કરી રહ્યા છે.

કહેવાય છે કે આ પ્રકારની બીમારીથી પીડિત વ્યક્તિને ઘણીવાર ગાલ અને જડબામાં તીવ્ર અને અસહ્ય પીડાનો અનુભવ થાય છે. પીડિત વ્યક્તિને ઘણી વખત ઘોંઘાટ અથવા દાંત સાફ કરવાથી અથવા ચહેરા પર મેક-અપ લગાવવાને કારણે પણ દુખાવો થાય છે.

શાહરુખ ખાન: કિંગ ખાનના નામથી પ્રખ્યાત અભિનેતા શાહરૂખ ખાન પણ એક ગંભીર બીમારી સામે લડી રહ્યા છે. શાહરૂખને એક લાંબા સમયથી હાથ અને પીઠના દુખાવાની ફરિયાદ છે. શાહરૂખને આ સમસ્યા ફિલ્મ ‘દિલ સે’ ના ગીત ‘ચલ છૈયા છૈયા’ ના શૂટિંગના સમયથી શરૂ થઈ હતી.

‘ચલ છૈયા છૈયા’ ગીતનું શૂટિંગ કરતી વખતે અભિનેતાને પીઠમાં દુખાવો થવાનું શરૂ થયું હતું. શાહરૂખ પોતે ખુલાસો કરી ચુક્યા છે કે તે અત્યાર સુધીમાં કુલ પાંચ વખત સર્જરી કરાવી ચુક્યા છે.