‘હરિયાળી’ના પણ હીરો છે સાઉથના આ 4 સુપરસ્ટાર, ધરતી માતાને બચાવવા માટે આખું જંગલ લીધું છે દત્તક, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

આ ધરતી માતા અથવા પ્રકૃતિ અથવા કુદરતથી આપણે આવ્યા છીએ, આ પ્રકૃતિ છે તો આપણે છીએ, આ પ્રકૃતિ સુરક્ષિત છે તો આપણે સુરક્ષિત છીએ, આ પ્રકૃતિ વહેશે તો આપણી પણ પ્રગતિ થશે અને જો પ્રકૃતિનો નાશ થશે તો આપણો પણ નાશ થશે. કુદરત અને આપણો સંબંધ માતા અને તેના બાળક જેવો છે.

તેથી ધરતી માતાને બચાવી રાખવા આપણી સંતતિને બચાવી રાખવા માટે જરૂરી છે. પરંતુ આજના આધુનિક યુગમાં ક્યારેક સ્વાર્થથી તો ક્યારેક વિકાસના નામે આપણે પ્રકૃતિનો વિનાશ કરીએ છીએ. જેનું દરેકને નુકસાન થાય છે. આજે 5 જૂને પર્યાવરણ દિવસ પર, અમે તમને સાઉથના એવા સુપરસ્ટાર્સનો પરિચય કરાવીશું જે ધરતી માતાને બચાવવા માટે રિયલ હીરોની જેમ કામ કરી રહ્યા છે.

અલ્લુ-અર્જુન: અલ્લુ અર્જુન પોતાની એક્ટિંગની સાથે જ પોતાની પર્યાવરણીય સક્રિયતા માટે પણ પ્રખ્યાત છે. અભિનેતાએ સમય-સમય પર ધરતી માતાને દરેક સંભવિત રીતે જાળવવાના ઉપાય કર્યા છે. સૂત્રો મુજબ, “અભિનેતાએ પોતાના કાર્યસ્થળથી લઈને પોતાના ઘર સુધી, પૃથ્વીને વધુ સારી જગ્યા બનાવવાના હેતુથી વિવિધ પ્રકારના વૃક્ષો વાવ્યા છે, જેનું તે પોતે ધ્યાન રાખે છે.

આટલું જ નહીં, અભિનેતા પોતાના પ્રિયજનોને જન્મદિવસ પર નાના છોડ આપવાનું પસંદ કરે છે, વન નાબૂદી વિશે વાત કરે છે અને ગ્લોબલ વોર્મિંગના વધતા મુદ્દાઓ પર ભાર આપે છે. જણાવી દઈએ કે ગયા વર્ષે, વિશ્વ પર્યાવરણ દિવસ પર, અભિનેતાએ એક સુંદર અભિયાન શરૂ કર્યું હતું, જે અંતર્ગત અભિનેતાએ દુનિયાભરમાં હાજર તેના ચાહકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

પ્રભાસ: સમાચાર એજન્સી પીટીઆઈના રિપોર્ટ મુજબ, બાહુબલી સ્ટાર પ્રભાસે હૈદરાબાદ નજીક ખાજીપલ્લી રિઝર્વ ફોરેસ્ટની 1,650 એકર જમીન ‘દત્તક’ લીધી છે અને તેના વિકાસ માટે સંબંધિત અધિકારીઓને ₹2 કરોડનો ચેક પણ આપ્યો છે. જણાવી દઈએ કે ખાજીપલ્લી રિઝર્વ ફોરેસ્ટ મોટી સંખ્યામાં ઔષધીય વનસ્પતિઓ માટે જાણીતું છે.

જુનિયર NTR: લોકપ્રિય તેલુગુ ફિલ્મ સ્ટાર જુનિયર એનટીઆર પર્યાવરણના સંરક્ષણ વિશે અવારનવાર લોકોને જાગૃત કરે છે. આ ઉપરાંત તે પર્યાવરણની નજીક રહેવા માટે વિવિધ પ્રકારના કામ પણ કરે છે. તાજેતરના રિપોર્ટ્સ મુજબ, NTRએ શંકરપલ્લીમાં સાડા છ એકર જમીન ખરીદી છે. NTRએ અહીં ઓર્ગેનિક ખેતી શરૂ કરવાની યોજના બનાવી છે. જણાવી દઈએ કે જુનિયર NTR પર્યાવરણની જાળવણી કરવા માટે ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છે.

રામ ચરણ તેજા: અભિનેતા રામ ચરણ ઘણા વર્ષોથી રિન્યુએબલ એનર્જી સોલ્યુશન્સ વિશે લોકોને જાગૃત કરી રહ્યા છે. અભિનેતાએ એક કાર્યક્રમમાં લોકોને જાગૃત કરતાં કહ્યું કે ‘આપણે વૈકલ્પિક જીવનશૈલી વિશે જાગૃતિ ફેલાવવા માટે એક થવું જોઈએ જેથી કરીને આપણા ગ્રહના કુદરતી સંસાધનો વધુ નષ્ટ ન થાય’.