પતિના લાંબા આયુષ્ય માટે આ 6 મુસ્લિમ અભિનેત્રીઓ પણ રાખે છે કરવાચોથનું વ્રત, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

આસો મહિનાની શરૂઆત થઈ ચુકી છે અને આ સાથે જ આ મહિનામાં આવતા મહત્વપૂર્ણ વ્રત-તહેવારોનો સમય પણ શરૂ થઈ ગયો છે. આ મહિનામાં હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર દીવાળી ઉજવવામાં આવે છે. સાથે જ સુહાગના લાંબા આયુષ્ય માટે કરવા ચોથનું વ્રત પણ આ મહિનામાં રાખવામાં આવે છે.

કરવા ચોથ વ્રત આસો મહિનાના કૃષ્ણ પક્ષની ચોથના દિવસે રાખવામાં આવે છે જે આ વર્ષે 24મી ઑક્ટોબરના રોજ છે. આ વ્રતમાં ભગવાન શિવ અને તેમના પરિવાર એટલે કે માતા પાર્વતી, ભગવાન ગણેશ અને ભગવાન કાર્તિકેયની પૂજા કરવામાં આવે છે.

જણાવી દઈએ કે કરવા ચોથનું વ્રત દરેક સુહાગન માટે ખૂબ જ ખાસ હોય છે. આજના દિવસની દરેક સુહાગન વર્ષભર આતુરતાથી રાહ જુવે છે. સાથે જ કરવાચોથના દિવસે પરણિત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. આટલું જ નહીં કેટલીક અભિનેત્રીઓ તો એવી છે જેમનો ધર્મ ભલે અલગ છે છતાં પણ તે કરવા ચોથનું વ્રત રાખે છે. તો ચાલો આજે અમે તમને તે જ નામો વિશે જણાવીએ જે અભિનેત્રીઓ અન્ય ધર્મની હોવા છતા પણ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કરવા ચોથનું વ્રત રાખે છે.

આમના શરીફ: પ્રખ્યાત ટીવી અભિનેત્રી આમના શરીફે અમિત કપૂર સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી દર વર્ષે આમના શરીફ પોતાના પતિ માટે વ્રત રાખે છે. મુસ્લિમ હોવા છતા પણ આમના શરીફ સંપૂર્ણ વિધિ સાથે કરવા ચોથનું વ્રત રાખે છે.

માન્યતા દત્ત: માન્યતા દત્ત દર વર્ષે તેના પતિ સંજય દત્ત માટે કરવા ચોથનું વ્રત રાખે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે માન્યતા દત્ત ખરેખર મુસ્લિમ છે. માન્યતા દત્તે સંજય દત્ત સાથે લગ્ન કરવા માટે હિન્દુ ધર્મ અપનાવ્યો હતો. સાથે જ માન્યતા દત્તનું સાચું નામ દિલનાઝ શેખ છે.

સોહા અલી ખાન: બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી સોહા અલી ખાને કુણાલ ખેમુ સાથે લગ્ન કર્યા પછી કરવા ચોથનું વ્રત રાખવાનું શરૂ કર્યું હતું. સોહા અલી ખાન છેલ્લા ઘણા સમયથી કરવા ચોથનું વ્રત રાખી રહી છે. જ્યારે સોહા અલી ખાન પોતે એક મુસ્લિમ પરિવાર સાથે સંબંધ ધરાવે છે.

સુઝેન ખાન: બોલીવુડ અભિનેતા ફિરોઝ ખાનની પુત્રી સુઝેન ખાને રિતિક રોશન સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી સુઝૈન ખાન તેના પતિના લાંબા આયુષ્ય માટે કરવા ચોથનું વ્રત રાખતી હતી. જોકે આ સિલસિલો લાંબા સમય સુધી ચાલી શક્યો નહિં અને વર્ષ 2014 માં બોલીવુડની આ કપલ અલગ થઈ ગઈ.

નુસરત જહાં: અવારનવાર હેડલાઈન્સમાં રહેતી નુસરત જહાંએ થોડા સમય પહેલા જ પોતાના છૂટાછેડાની ઘોષણા કરી હતી. ગયા વર્ષે નુસરત જહાંએ તેના પતિ નિખિલ માટે કરવા ચોથનું વ્રત રાખ્યું હતું. નુસરત જહાંના કરવાચોથની તસવીરોએ સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી હતી.

જેનેવિવ અડવાણી: જણાવી દઈએ કે કિયારા અડવાણીની માતા જેનેવિવે અડવાણી પણ હિન્દુ નથી. છતાં પણ કિયારા અડવાણીની માતા દર વર્ષે પોતાના પતિ માટે કરવાચોથનું વ્રત રાખે છે. ગયા વર્ષે કરવા ચોથ પર કિયારા અડવાણી તેની માતાના હાથ પર મહેંદી લગાવતા જોવા મળી હતી.