આ 4 હિંદુ ક્રિકેટરે મુસ્લિમ છોકરીઓ સાથે કર્યા છે લગ્ન, આ ક્રિકેટરે તો કર્યા છે 2 વખત લગ્ન

રમત-જગત

આજે આ આર્ટિકલ દ્વારા અમે તમને કેટલાક એવા હિન્દુ ક્રિકેટરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે મુસ્લિમ છોકરીઓ સાથે લગ્ન કર્યા છે. આ હિન્દુ ક્રિકેટરોએ ધર્મની દિવાલો તોડી જીવનસાથી તરીકે મુસ્લિમ છોકરીઓનો હાથ પકડ્યો હતો.

મનોજ પ્રભાકર: મનોજ પ્રભાકર ભારતના એક સફળ ક્રિકેટર રહ્યા છે. 58 વર્ષના મનોજ પ્રભાકરે ભારત માટે ઘણી મેચ રમી છે. ક્રિકેટના મેદાનમાં ધમાલ મચાવનાર મનોજ પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચાનો ભાગ રહ્યા છે. મનોજે બે લગ્ન કર્યા છે. તેના પહેલા લગ્ન સંધ્યા પ્રભાકર સાથે થયા હતા. બંનેએ વર્ષ 1986 માં લગ્ન કર્યા હતા. પછી બંને અલગ થઈ ગયા હતા. ત્યાર પછી મનોજનું દિલ આવ્યું આભિનેત્રી ફરહીન પર. ફરહીન પણ મનોજના પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી. હિન્દુ ધર્મ સાથે સંબંધ ધરાવતા મનોજ પ્રભાકરે મુસ્લિમ ધર્મ સાથે સંબંધ ધરાવતી ફરહીન સાથે લગ્ન કર્યા.

જણાવી દઈએ કે મનોજ પ્રભાકરે કુલ 169 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેણે પોતાના દેશ માટે 39 ટેસ્ટ અને 130 વનડે મેચ રમી છે. જેમાં તેણે 1600 અને 6360 રન બનાવ્યા છે. ટેસ્ટમાં તેમના નામે 96 અને વનડેમાં 157 વિકેટ નોંધાયેલી છે. પત્ની ફરહીન વિશે વાત કરીએ તો તેણે હિન્દી સિનેમામાં પોતાનો પગ ફિલ્મ ‘જાન તેરે નામ’ થી મુક્યો હતો. 48 વર્ષની ફરહિને બોલીવુડની સાથે તમિલ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

અજિત અગરકર: અજિત અગરકર ભારતના સફળ બોલર રહ્યા છે. ટેસ્ટની તુલનામાં તેણે વન ડે ક્રિકેટમાં ખૂબ નામ કમાવ્યું છે. 43 વર્ષના અજિત અગરકર હિન્દુ ધર્મ સાથે સંબંધ ધરાવે છે. તેનું દિલ તેના મુસ્લિમ કોચની પુત્રી પર આવી ગયું હતું. અગરકરની પત્નીનું નામ ફાતિમા છે. વર્ષ 2002 માં અજિત અને ફાતિમાએ લગ્ન કર્યા હતા. હિન્દુ ધર્મના અજિત અને મુસ્લિમ ધર્મની ફાતિમાએ પ્રેમમાં ધર્મની દીવાલ પણ તોડી નાખી હતી અને બંને કાયમ માટે એકબીજા બની ગયા હતા. બંનેનો એક પુત્ર રાજ અગરકર છે.

જણાવી દઈએ કે અજિતે ભારતના ત્રણેય ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કર્યું છે. એકંદરે તેમણે પોતાના દેશ માટે 221 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જેમાં 26 ટેસ્ટ, 191 વનડે અને 4 ટી 20 મેચ શામેલ છે. અજિતે વનડેમાં 288 અને ટેસ્ટમાં 58 વિકેટ ઝડપી છે. 4 ટી 20 મેચોમાં અજિતે 3 વિકેટ લીધી હતી.

શિવમ દુબે: શિવમ દુબેએ તાજેતરમાં તેની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ અંજુમ ખાન સાથે લગ્ન કર્યા છે. 16 જુલાઇએ શિવમ અને અંજુમના લગ્ન બંને ધર્મોના રિવાજો સાથે પૂર્ણ થયા. સોશ્યલ મીડિયા પર તેમના લગ્નના સમાચાર શેર કરતાં શિવમે લખ્યું કે, ‘અમે પ્રેમથી પ્રેમ કર્યો હતો જે પ્રેમ કરતા વધારે હતો અને હવે અમારી હંમેશા માટે જિંદગી શરૂ થાય છે. જસ્ટ મેરિડ 16-07-2021.’

નકુલ વેંગસરકર: નકુલ વેંગસરકર ભારતના પૂર્વ ક્રિકેટર દિલીપ વેંગસરકરનો પુત્ર છે. 39 વર્ષના નકુલના વર્ષ 2013 માં ટીવી એન્કર આયેશા ફરીદી સાથે લગ્ન થયા હતા. નકુલ હિન્દુ ધર્મના છે જ્યારે આયેશા મુસ્લિમ છે.