ફિલ્મી સ્ટાર્સની દુનિયા ખૂબ અનોખી હોય છે. શરૂઆતમાં, જ્યારે કોઈ અભિનેતા નવા-નવા માયાનગરીમાં આવે છે, ત્યારે તે આ ઈંડસ્ટ્રી મુજબ ચાલે છે. પછી ધીમે ધીમે નામ અને ખ્યાતિ મેળવ્યા પછી તે પોતાના ઈશાર પર દરેકને નચાવવાનું શરૂ કરી દે છે. કંઈક આવું જ બોલિવૂડના મોટા સ્ટાર્સ પણ કરે છે. વાત સલમાન ખાનની હોય કે અક્ષય કુમારની, કે પછી કંગનાની, આ તમામ ફિલ્મો સાઈન કરતા પહેલા પોતાની અજીબોગરીબ ડિમાંડ પણ સામે રાખે છે. ચાલો તમને તેમના વિશે માહિતી આપીએ.
સલમાન ખાન: સૌથી પહેલા ફિલ્મોના દબંગ ખાન એટલે કે સલમાનની વાત કરીએ. સલમાન ખાનને જો કોઈપણ ફિલ્મમાં કાસ્ટ કરવો હોય તો ફિલ્મ મેકર્સ એ પહેલાથી જ તેની એક અજીબ ડિમાંડ સ્વીકારવી પડે છે. તેને સાઈન કરતા પહેલા કોન્ટ્રાક્ટમાં લખવાનું રહે છે કે તેઓ સ્ક્રીન પર કોઈ કિસિંગ સીન નહીં કરે અને ન તો કોઈ ઈન્ટીમેટ સીન આપશે. સલમાન ખાનની ઈમેજ જોઈને ફિલ્મ મેકર્સ પણ તેની દરેક ડિમાન્ડ સ્વીકારે છે. તે કોઈપણ ફિલ્મમાં કિસિંગ સીન કે ઈન્ટીમેટ સીન નથી કરતા. કોન્ટ્રાક્ટમાં લખેલું હોવાને કારણે મેકર્સ તેના પર દબાણ કરી શકતા નથી.
અક્ષય કુમાર: સલમાન ખાન પછી હવે ખિલાડી ભૈયા એટલે કે અક્ષય કુમારની વાત કરીએ. અક્ષય કુમાર પણ સુપરસ્ટાર બની ચુક્યા છે. આવી સ્થિતિમાં તે પણ ફિલ્મ મેકર સામે ફિલ્મ સાઇન કરતા પહેલા કોન્ટ્રાક્ટ સાઈન કરાવે છે. તેમની એક અજીબ ડિમાંડ રહે છે કે ગમે તે થાય, તેઓ રવિવારે કામ નહીં કરે. આ દિવસે તે માત્ર તેના પરિવાર સાથે સમય પસાર કરે છે.
અક્ષય કુમારને જોકે ફિટનેસ ફ્રીક માનવામાં આવે છે. તે રાત્રે વહેલા સૂઈ જાય છે. આવી સ્થિતિમાં તે રાત્રે શૂટિંગ પણ નથી કરતા. તે સેટ પર વહેલા આવવા અને વહેલા જવા માટે પ્રખ્યાત છે. દરેકે એ પ્રમાણે એડજસ્ટ થવું પડે છે.
કરીના કપૂર ખાન: આ લિસ્ટમાં અભિનેત્રી કરીના કપૂર ખાનનું નામ પણ શામેલ છે. તેની કારકિર્દીમાં ભલે ઉથલપાથલ ચાલી રહી હોય પરંતુ તેની ડિમાંડ પહેલાથી જ સામે આવી જાય છે. કરીનાની ડિમાન્ડ પણ ખૂબ અજીબ છે, જેને જાણીને તમે પણ હેરાન થઈ જશો. જો કોઈ પ્રોડ્યૂસર તેને સાઈન કરવા ઈચ્છે છે તો તેના કોન્ટ્રાક્ટમાં એક શરત હોય છે કે તેનો હીરો કોઈ એ ગ્રેડનો અભિનેતા હોવો જોઈએ. તે બી ગ્રેડના અભિનેતા સાથે કામ કરતી નથી.
કંગના રનૌત: આ લિસ્ટમાં એક અન્ય નામ પણ છે. આ નામ અભિનેત્રી કંગના રનૌતનું છે. કંગનાની પણ પોતાની ડિમાન્ડ રહે છે, જે અજીબો-ગરીબ છે. જો કોઈ પ્રોડ્યૂસર તેની પાસે ફિલ્મ સાઈન કરાવવા માટે જાય છે તો તે પોતે વાત નથી કરતી. તેણે આ કામ માટે પોતાના પર્સનલ આસિસ્ટન્ટને હાયર કર્યો છે. આટલું જ નહીં તેની ડિમાંડનું લાંબુ લિસ્ટ પણ વાતચીત દરમિયાન પ્રોડ્યૂસર ને આપવામાં આવે છે. તેમાં ઘણી અજીબો ગરીબ ડિમાંડ હોય છે.