આ 6 બોલિવૂડ સ્ટાર્સે કરોડપતિ લોકોને રાખ્યા છે પોતાના બોડીગાર્ડ તરીકે, કોઈ લે છે 2.7 કરોડ તો કોઈ….

બોલિવુડ

ફિલ્મ સ્ટાર્સની મજબૂત ફેન ફોલોઈંગને કારણે, તે અવારનવાર પોતાના ચાહકોની વચ્ચે ઘેરાયેલા રહે છે, જો કે આ સમય દરમિયાન તેમને જીવ અથવા કોઈ અપ્રિય ઘટનાનું જોખમ રહે છે. પરંતુ તેમની સુરક્ષા માટે તેમના બોડીગાર્ડ તેની આસપાસરહે છે. બદલામાં તેમને મોટો પગાર મળે છે. ચાલો આજે અમે તમને કેટલાક પ્રખ્યાત કલાકારોના બોડીગાર્ડ અને તેમના પગાર વિશે જણાવીએ.

સલમાન અને શેરા: હિન્દી સિનેમાના કલાકારોના બોડીગાર્ડમાં સલમાન ખાનનો બોડીગાર્ડ શેરા સૌથી લોકપ્રિય છે. શેરા કોઈ ફિલ્મ કલાકારની જેમ લોકપ્રિયતા ધરાવે છે. શેરા લગભગ અઢી દાયકાથી સલમાન ખાન સાથે જોડાયેલા છે. સલમાનના બોડીગાર્ડ શેરાનું સાચું નામ ગુરમીત સિંહ જોલી છે. તે બોડી બિલ્ડિંગમાં જુનિયર મિ. મુંબઈ અને જુનિયર મિ. મહારાષ્ટ્ર રહી ચુક્યા છે.

સલમાન સાથે શેરા હંમેશા પડછાયાની જેમ રહે છે. બદલામાં તેમને મોટી રકમ પણ મળે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ સલમાન ખાન શેરાને એક વર્ષ માટે 2 કરોડ રૂપિયા અને એક મહિના માટે 16.50 લાખ રૂપિયા આપે છે.

શાહરૂખ ખાન અને રવિ સિંહ: હવે વાત કરીએ હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા શાહરૂખ ખાનના બોડીગાર્ડ વિશે. તો અમે તમને મહિતી માટે જણાવી દઈએ કે જે વ્યક્તિ શાહરૂખ ખાનની સુરક્ષા કરે છે તેનું નામ રવિ સિંહ છે.

ઘણા વર્ષોથી રવિ સિંહ શાહરૂખ ખાનને સુરક્ષા આપી રહ્યો છે. તેના બદલામાં શાહરૂખ તેમના પર કરોડો રૂપિયાનો વરસાદ કરે છે. શાહરૂખ ખાનની સુરક્ષાના બદલામાં રવિ સિંહને દર વર્ષે 2.7 કરોડ રૂપિયાનો મોટો પગાર મળે છે. આ મુજબ રવિ સિંહ એક મહિનામાં 22.50 લાખ રૂપિયા કમાઈ લે છે.

અક્ષય કુમાર અને શ્રેયસ: હિન્દી સિનેમાના મેગાસ્ટાર અક્ષય કુમારની સુરક્ષાની જવાબદારી શ્રેયસના ખભા પર છે. શ્રેયસ ‘ખિલાડી કુમાર’ ની સાથે જ તેમના પરિવારને પણ સુરક્ષા આપે છે. તેના બદલામાં અક્ષય કુમાર પોતાના બોડીગાર્ડને કરોડો રૂપિયા આપે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ શ્રેયસને એક મહિના માટે 10 લાખ રૂપિયા અને એક વર્ષ માટે 1.2 કરોડ રૂપિયા મળે છે.

આમિર ખાન અને યુવરાજ ઘોરપડે: હિન્દી સિનેમામાં મિસ્ટર પરફેક્શનિસ્ટ ના નામથી પ્રખ્યાત અભિનેતા આમિર ખાનાના બોડીગાર્ડનું નામ યુવરાજ ઘોરપડે છે. આમિર ખાનને સુરક્ષા આપવાના બદલામાં યુવરાજને એક મહિને લગભગ 16.6 લાખ રૂપિયા મળે છે. આ મુજબ યુવરાજ વર્ષે 2 કરોડ રૂપિયા કમાઈ લે છે.

અનુષ્કા શર્મા-વિરાટ કોહલી અને પ્રકાશ: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર અને ભૂતપૂર્વ કેપ્ટન અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માને પ્રકાશ સિંહ ઉર્ફ સોનૂ સુરક્ષા આપે છે. સોનુ દરેક પ્રસંગ પર વિરાટ અને અનુષ્કાની સુરક્ષા માટે હાજર રહે છે. માહિતી મુજબ, પ્રકાશ સિંહનો વાર્ષિક પગાર 1.2 કરોડ રૂપિયા છે. સાથે જ તે એક મહિને 10 લાખ રૂપિયા કમાઈ લે છે.

દીપિકા પાદુકોણ અને જલાલ: હિન્દી સિનેમાની સુપરહિટ અભિનેત્રી દીપિકા પાદુકોણના બોડીગાર્ડનું નામ જલાલ છે. જલાલ હંમેશા દીપિકાની સુરક્ષા માટે તૈનાત રહે છે. વર્ષોથી જલાલ દીપિકાના બોડીગાર્ડ તરીકે કામ કરી રહ્યા છે.

ખાસ વાત એ છે કે દીપિકા જલાલને પોતાનો બોડીગાર્ડ નહીં પરંતુ પોતાનો ભાઈ માને છે અને તે રક્ષાબંધન પર તેને રાખડી પણ બાંધે છે. દીપિકાના બોડીગાર્ડ જલાલનો વાર્ષિક પગાર 80 લાખ રૂપિયાથી લઈને 1.2 કરોડ રૂપિયા વચ્ચે છે.