કોઈના લગ્નને 19 વર્ષ તો કોઈના લગ્નને થઈ ગયા છે 10 વર્ષ, પરંતુ માતા નથી બનવા ઈચ્છતી આ 4 અભિનેત્રીઓ, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

સામાન્ય સ્ત્રી હોય કે કોઈ ખાસ સ્ત્રી, લગ્ન પછી માતા બનવાનો સમય સૌથી ખાસ અને સુખદ હોય છે. જો કે ઘણી એવી અભિનેત્રીઓ છે જેમના લગ્નને ઘણા વર્ષો થઈ ગયા છે પરંતુ તે માતા બનવા ઈચ્છતી નથી. દરેક અભિનેત્રીનું આવું કરવા પાછળ એક ખાસ કારણ હોય છે.

તાજેતરમાં જ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની અભિનેત્રી પારુલ ચૌહાણે કહ્યું હતું કે, ‘હું બાળકો ઈચ્છતી નથી અને હું આ નિર્ણયને લઈને ખૂબ જ સ્પષ્ટ છું. હું અને મારા પતિ આ વાતને લઈને એક સરખો વિચાર ધરાવીએ છીએ. મને બાળકો પસંદ છે, પરંતુ ત્યારે જ જ્યારે તે કોઈ અન્યના હોય. મારા સાસરિયા વાળા પણ તેમાં ખૂબ સાથ આપે છે. હું જેવી છું તેવી જ છું.’ પરંતુ પારુલ ઉપરાંત પણ ઘણી એવી અભિનેત્રીઓ છે જેમણે આવું પગલું ભર્યું છે. ચાલો આજે તમને આવી જ 4 અભિનેત્રીઓ વિશે જણાવીએ.

કવિતા કૌશિક: કવિતા કૌશિક નાના પડદાની પ્રખ્યાત અને સુંદર અભિનેત્રી છે. કવિતાને મોટી અને ખાસ ઓળખ મળી હતી SAB ટીવી પર આવતી કોમેડી સિરિયલ ‘FIR’થી. તેમાં તે મુખ્ય ભુમિકામાં જોવા મળી હતી. તેણે ચંદ્રમુખી ચૌટાલાનું પાત્ર નિભાવ્યું હતું. કવિતાએ વર્ષ 2017માં રોનિત બિસ્વાસ સાથે લગ્ન કર્યા હતા.

કવિતાનો માતા બનવાનો કોઈ પ્લાન નથી. પોતાના એક ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ તેની પાછળનું કારણ પણ જણાવ્યું હતું. 41 વર્ષની કવિતાએ કહ્યું હતું કે, “હું બાળક સાથે અન્યાય કરવા ઈચ્છતી નથી. જો હું 40 વર્ષની ઉંમરમાં માતા બનીશ, તો ત્યારે અમે વૃદ્ધાવસ્થાને સ્પર્શ કરી ચૂક્યા હશું અને ત્યાં સુધીમાં મારું બાળક 20 વર્ષનું થશે. હું નથી ઈચ્છતી કે અમારું બાળક 20 વર્ષની ઉંમરમાં વૃદ્ધ માતા-પિતાનું ધ્યાન રાખે.”

આયશા ઝુલ્કા: આયશા ઝુલ્કા 90ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી રહી છે. આયશા જુલ્કાએ પોતાના જમાનામાં અક્ષય કુમાર સહિત ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. આયશા પરિણીત છે જો કે તે પણ બાળકો ઈચ્છતી નથી. આયશા વર્ષો પહેલા લગ્ન કરી ચુકી છે પરંતુ હજુ સુધી માતા બની નથી. 49 વર્ષની આયશાએ વર્ષ 2003માં સમીર વશી સાથે લગ્ન કર્યા હતા.

માતા બનવા વિશે આયશાએ એક વખત કહ્યું હતું કે, “મારે કોઈ સંતાન નથી કારણ કે હું ઈચ્છતી નથી. હું મારા કામ અને સોશિયલ લાઈફમાં ઘણો સમય પસાર કરું છું, જેના કારણે મેં આ નિર્ણય લીધો છે. હું ખુશ છું કે મારો નિર્ણય આખા પરિવારને પસંદ આવ્યો.”

રૂબીના દિલાઈક: રૂબીના દિલાઈક નાના પડદાનું પ્રખ્યાત નામ બની ચુકી છે. રૂબીનાએ પોતાની એક્ટિંગ અને સુંદરતાથી લાખો ચાહકોના દિલ જીતી લીધા છે. રૂબીનાએ નાના પડદાના પ્રખ્યાત રિયાલિટી શો બિગ બોસની 14મી સીઝન જીતીને ખૂબ લોકપ્રિયતા મેળવી હતી. રૂબીનાએ વર્ષ 2018માં અભિનવ શુક્લા સાથે લગ્ન કર્યા હતા.

રૂબીનાએ પણ માતા ન બનવાનું મન બનાવી લીધું છે. તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “મને લાગે છે કે માતા-પિતા બનવું એ એક મોટી જવાબદારી છે અને જ્યાં સુધી તમે એકબીજાને સારી રીતે સમજો નહીં ત્યાં સુધી તમારે તે ન કરવું જોઈએ. બાળકને આ દુનિયામાં લાવવું એ તમારા જીવનમાં એક મોટી જવાબદારી છે અને તેને માતા-પિતા બંનેએ સારી રીતે સમજવી જોઈએ.”

વિદ્યા બાલન: પ્રખ્યાત અભિનેત્રી વિદ્યા બાલનના લગ્નને લગભગ 10 વર્ષ થઈ ગયા છે, જોકે તેના આંગણે હજુ સુધી કિલકારી ગુંજી નથી. 43 વર્ષની થઈ ચુકેલી વિદ્યાએ 2012માં ફિલ્મ નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂર સાથે લગ્ન કર્યા હતા. વિદ્યા જ્યારે 40 વર્ષની હતી ત્યારે તેણે એક વાતચીતમાં કહ્યું હતું કે, મારી પાસે બાળક માટે સમય નથી. હું જે પણ ફિલ્મ કરું છું તે મારા માટે એક નવું બાળક છે, તેથી મારી પાસે 20 બાળકો છે. અત્યારે હું મારા કામ પર વધુમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છું.