હેમા માલિનીથી લઈને દીપિકા સુધી કમાણીની બાબતમાં પોતાના પતિથી 4 ગણી આગળ છે આ 5 અભિનેત્રીઓ, જાણો લિસ્ટમાં કોણ કોણ છે શામેલ

બોલિવુડ

આજે આપણી બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવી ઘણી પ્રખ્યાત અને ચર્ચિત કપલ છે, જેઓ પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ સાથે જોડાયેલા સમાચારોને કારણે અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. એક તરફ જ્યાં આ સ્ટાર્સ પોતાની પર્સનલ લાઈફ સાથે જોડાયેલા સમાચારોને કારણે ક્યારેક ચર્ચાનો વિષય બને છે તો બીજી તરફ પોતાની ફિલ્મી કારકિર્દીના કારણે પણ ઘણીવખત તેઓ હેડલાઈન્સમાં રહે છે. આવી સ્થિતિમાં અમારી આજની આ પોસ્ટ દ્વારા, અમે તમને બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કેટલીક એવી અભિનેત્રીઓનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જે કુલ સંપત્તિની બાબતમાં પોતાના પતિથી પણ આગળ નીકળી ચુકી છે. તો ચાલો એક પછી એક બોલીવુડની તે અભિનેત્રીનો પરિચય કરાવીએ અને જણાવીએ કે છેવટે આ અભિનેત્રીઓની કુલ સંપત્તિ કેટલી છે.

હેમા માલિની: પોતાના લાખો ચાહકોની વચ્ચે ડ્રીમ ગર્લ તરીકે પોતાની ઓળખ ધરાવનાર પોતાના જમાનાની ખૂબ જ સુંદર અને પ્રખ્યાત બોલીવુડ અભિનેત્રી હેમા માલિનીએ રિયલ લાઈફમાં બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યા છે. પરંતુ, જો આપણે આ સ્ટાર્સની પ્રોફેશનલ લાઈફ પર નજર કરીએ તો, એક વર્ષમાં જ્યાં હેમા માલિનીની નેટવર્થ 440 કરોડ છે, તો બીજી તરફ ધર્મેન્દ્રની નેટવર્થ લગભગ 335 કરોડ છે.

કેટરીના કૈફ: બોલિવૂડની ખૂબ જ સુંદર અને ગ્લેમરસ અભિનેત્રી કેટરીના કૈફ એ ગયા વર્ષે 9 ડિસેમ્બર 2021ના રોજ અભિનેતા વિકી કૌશલ સાથે લગ્ન કર્યા હતા. રિયલ લાઈફમાં ભલે કેટરિના કૈફ અને વિકી કૌશલ પતિ-પત્ની બની ચુક્યા છે, પરંતુ જો આપણે અંગત રીતે જોઈએ તો જ્યાં એક તરફ અભિનેત્રી કેટરિના કૈફની નેટવર્થ 224 કરોડ રૂપિયાની નજીક છે તો બીજી તરફ અભિનેતા વિકી કૌશલની નેટવર્થ 125થી ક27 કરોડ રૂપિયાની વચ્ચે જણાવવામાં આવે છે.

એશ્વર્યા રાય: મિસ વર્લ્ડનો એવોર્ડ પોતાના નામે કરી ચૂકેલી બોલિવૂડની ખૂબ જ પ્રખ્યાત અને સુંદર અભિનેત્રી એશ્વર્યા રાયે વર્ષ 2007માં બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. એશ્વર્યા રાયની વાત કરીએ તો એક તરફ જ્યાં એશ્વર્યા રાયની નેટવર્થ 227 કરોડ છે, તો બીજી તરફ અભિનેતા અભિષેક બચ્ચનની નેટવર્થ 204 કરોડ હોવાનું જણાવવામાં આવે છે.

બિપાશા બાસુ: બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ખૂબ જ હોટ અને બોલ્ડ અભિનેત્રીઓના લિસ્ટમાં શામેલ ઈંડસ્ટ્રીની પ્રખ્યાત અને સફળ અભિનેત્રી બિપાશા બાસુએ વર્ષ 2016માં અભિનેતા કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા. આ ઉપરાંત જો આ સ્ટાર્સની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો બિપાશા બાસુની નેટવર્થ 113 કરોડ છે, તો બીજી તરફ કરણ સિંહ ગ્રોવરની નેટવર્થ 13 કરોડ છે.

દીપિકા પાદુકોણ: બોલિવૂડની ટોપ અભિનેત્રી દીપિકા પાદુકોણે વર્ષ 2018માં બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ સાથે લગ્ન કર્યા હતા, જે બોલિવૂડના એક પ્રખ્યાત અને સફળ અભિનેતા છે. જો આ બંને સ્ટાર્સની નેટવર્થની વાત કરીએ તો એક તરફ જ્યાં દીપિકા પાદુકોણની નેટવર્થ 316 કરોડ હોવાનું જણાવવામાં આવે છે તો બીજી તરફ તેના પતિ રણવીર સિંહની નેટવર્થ 307 કરોડ રૂપિયાની આસપાસ છે.