પ્રેગ્નેંસી પછી આ 4 અભિનેત્રીઓએ છોડ્યું બોલીવુડ, હવે ગૃહિણી બનીને પસાર કરી રહી છે જીવન, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

બોલિવૂડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જે આજીવન પડદા પર પોતાની ભુમિકા નિભાવતી રહી. સાથે જ ઘણી એવી અભિનેત્રીઓ પણ છે જેમણે કા તો લગ્ન પછી અથવા પ્રેગ્નેંટ થયા પછી ફિલ્મી દુનિયાને બાય-બાય કહી દીધું. આજે અમે તમને કેટલીક એવી જ અભિનેત્રીઓ વિશે જણાવીશું જેમણે લગ્ન પછી અથવા તો પ્રેગ્નેંટ થયા પછી સિનેમા જગતને અલવિદા કહી દીધું.

પ્રેગ્નેંટ થયા પછી બોલીવુડ દુનિયાને છોડનાર અભિનેત્રીમાં તમને સૌથી પહેલા અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના વિશે જણાવીએ. બોલિવૂડની જાણીતી અભિનેત્રી ટ્વિંકલ ખન્ના અને ખિલાડીઓ કે ખિલાડીના નામથી પ્રખ્યાત અભિનેતા અક્ષય કુમાર ના લગ્ન 17 જુલાઈ 2001ના રોજ થયા હતા.

ટ્વિંકલ અને અક્ષયને બે બાળકો છે – આરવ અને નિતારા. ટ્વિંકલ ખન્ના આરવના જન્મ પહેલા જ્યારે પ્રેગ્નેંટ હતી તે સમયે જ ટ્વિંકલે એક્ટિંગને અલવિદા કહી દીધું હતું. એક્ટિંગ સાથે સંબંધ તોડી ચુકેલી ટ્વિંકલ ખન્ના હવે ફિલ્મ પ્રોડ્યુસર તરીકે કામ કરી રહી છે.

પ્રેગ્નેંસી પછી એક્ટિંગ છોડવાના લિસ્ટમાં બીજું નામ છે સોનાલી બેંદ્રે નું. નેવુંના દાયકામાં સિનેમામાં પોતાની એક્ટિંગનો જાદુ ફેલાવનાર સોનાલી બેદ્રેએ 12 નવેમ્બર 2002ના રોજ બોલિવૂડ ફિલ્મોના પ્રોડ્યુસર ગોલ્ડી બહેલ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના લગભગ 3 વર્ષ પછી 11 ઓગસ્ટ 2005ના રોજ સોનાલીએ એક પુત્રને જન્મ આપ્યો હતો. સોનાલી બેન્દ્રેના પુત્રનું નામ રણવીર બહલ છે. તમને જણાવી દઈએ કે રણવીર બહલના જન્મ પહેલા સોનાલી બેન્દ્રે જ્યારે પ્રેગ્નેંટ હતી ત્યારે તેણે હિન્દી સિનેમા જગતમાંથી બ્રેક લીધો હતો.

રાજ કપૂરની વહુ અને અભિનેત્રી કરિશ્મા કપૂરની માતા બબીતા કપૂરે પણ લગ્ન અને પ્રેગ્નન્સી પછી એક્ટિંગ છોડી દીધી હતી. વર્ષ 1971માં રણધીર કપૂર સાથે બબીતાના લગ્ન થયા હતા. બબીતા કપૂરને બે પુત્રીઓ છે – કરિશ્મા કપૂર અને કરીના કપૂર. એવું માનવામાં આવે છે કે કરિશ્મા કપૂરના જન્મ પહેલા, જ્યારે બબીતા પ્રેગ્નેંટ હતી ત્યારે તેણે એક્ટિંગ છોડી દીધી હતી.

તમને જણાવી દઈએ કે 20 એપ્રિલ 1947ના રોજ જન્મેલી બબીતા કપૂર જૂના જમાનાની અભિનેત્રી છે. બબીતા કપૂર અને રણબીરે 1971માં લવ મેરેજ કર્યા હતા પરંતુ લગ્નના 17 વર્ષ પછી 1988માં બંને અલગ થઈ ગયા હતા. જોકે તેમણે અત્યાર સુધી છૂટાછેડા નથી લીધા. બંને વચ્ચે સારી મિત્રતા છે અને ઘણીવાર ફેમિલી ફંક્શનમાં બંને એક સાથે જોવા મળે છે.

લગ્ન અને પ્રેગ્નન્સી પછી એક્ટિંગ છોડી દેનાર અભિનેત્રીમાં આગળનું નામ ઈશા દેઓલનું છે. પ્રખ્યાત અભિનેતા ધર્મેન્દ્ર અને અભિનેત્રી હેમા માલિનીની પુત્રી ઈશા દેઓલે 29 જૂન 2012ના રોજ ભરત તખ્તાની સાથે લગ્ન કર્યા હતા. 9 વર્ષ પહેલા ઈશા દેઓલે મુંબઈના ઈસ્કોન મંદિરમાં ખૂબ જ સાદગીપૂર્ણ રીતે લગ્ન કર્યા હતા. ઓક્ટોબર 2017માં ઈશાએ એક પુત્રીને જન્મ આપ્યો, જેનું નામ રાધ્યા રાખવામાં આવ્યું હતું. રાધ્યાના જન્મ પછીથી જ ઈશાએ પોતાની જાતને એક્ટિંગની દુનિયાથી દૂર કરી લીધી હતી.