4 બહેનો હોવા છતાં સુશાંત આમની પાસે બંધાવતો હતો રાખડી, સગી બહેન જેટલો જ કરતો હતો પ્યાર

બોલિવુડ
  • સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ આ દિવસોમાં ચર્ચામાં રહે છે. સુપ્રીમ કોર્ટે સુશાંત કેસની તપાસ સીબીઆઈને સોંપી છે. સીબીઆઈ ઉપરાંત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) અને એનસીબી પણ આ કેસની તપાસમાં સામેલ છે. તાજેતરમાં જ સીબીઆઈની ટીમે આ કેસમાં મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી હતી.

  • સીબીઆઈ એ રિયાના ભાઈ અને તેના માતાપિતાની પણ આ બાબતમાં પૂછપરછ કરી હતી. આ ડ્રગ્સના કેસમાં રિયાના ભાઈ શોવિક ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી છે. એનસીબીનું માનવું છે કે, ડ્રગ્સના કેસમાં રિયા પણ સામેલ હતી, આવી સ્થિતિમાં આજે તપાસ બાદ તેની ધરપકડ પણ થઈ શકે છે.

  • આ દરમિયાન સુશાંત સિંહ રાજપૂતની એક તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં એક છોકરી દિલ બેચરાના સેટ પર સુશાંતને રાખડી બાંધતી જોવા મળી રહી છે. તસવીરમાં સુશાંત ખૂબ જ ખુશ છે. સુશાંતને રાખડી બાંધતી છોકરી તેની બહેન નથી. આવી સ્થિતિમાં લોકો સવાલ પૂછે છે કે આ છોકરી કોણ છે?

  • જણાવી દઈએ કે, વીડિયોમાં સુશાંતને રાખડી બાંધતી છોકરી, બીજું કોઈ નહીં પણ દિલ બેચરા ફિલ્મના ડિરેક્ટર મેકેશ છાબડની બહેન મમતા છે. મમતાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સુશાંતને યાદ કરીને આ તસવીર શેર કરી છે. તેણે સુશાંત સાથે વિતાવેલી રાખીની સુંદર પળોને યાદ કરીને આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

  • સુશાંતની આ તસવીરો શેર કરવા બદલ લોકો તેમનો આભાર પણ માની રહ્યા છે. મમતાએ સુશાંત સાથે પોતાની આ તસવીર શેર કરતાં કેપ્શન આપ્યું છે કે, “મે મારા રાખડી ભાઈને ગુમાવી દીધો, તે મારા માટે ભાઈથી પણ વધુ હતો. હજી પણ વિશ્વાસ કરી શકતી નથી હવે તે નથી અને જ્યાં હોય ત્યાં સુખી રહે”.મમતાએ શેર કરેલી આ તસવીરો જોયા પછી સુશાંતના ચાહકોની આંખો ફરી એકવાર ભીની થઈ ગઈ છે.

  • આ પહેલા પણ સુશાંત મમતા પાસે રાખડી બંધાવતા હોય તેવી તસવીરો વાયરલ થઈ હતી, જે ગયા વર્ષની હતી. આ તસવીરોમાં પણ સુશાંત મમતા સાથે રાખડી બાંધતો જોવા મળ્યો હતો. આમાં તેમની સાથે મુકેશ છાબડા પણ જોવા મળ્યા હતા. સુશાંતને રાખડી બાંધવા માટે મમતા રાતોરાત દિલ્હીથી મુંબઇ પહોંચી હતી. મુકેશ છાબડા માટે સુશાંત તેના નાના ભાઈ જેવો હતો. તે તેમને ખૂબ જ ચાહતો હતો.

  • જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારા 24 જુલાઈએ ઓટીટી પ્લેટફોર્મ ડિઝની + હોટસ્ટાર પર રીલિઝ થઈ હતી. સુશાંતની છેલ્લી ફિલ્મ જોયા પછી, સામાન્ય લોકોથી માંડીને બોલીવુડ સેલિબ્રિટિજ પણ ભાવુક થઈ ગયા હતા. આ ફિલ્મને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી. આઈએમડીબી પર પણ આ ફિલ્મને 8.8 નું રેટિંગ મળ્યું છે. નોંધપાત્ર વાત એ છે કે સુશાંતસિંહ રાજપૂતે 14 જૂને મુંબઇના તેના ફ્લેટમાં આત્મહત્યા કરી હતી. પરિવાર અને ચાહકોના કહેવા પર આ કેસ સીબીઆઈને સોંપાવામાં આવ્યો હતો, જેની તપાસ હજી ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published.