36 વર્ષની થઈ ‘ઇસ પ્યાર કો ક્યા નામ દૂ’ ફેમ સનાયા ઈરાની, પતિ સાથે આ રોમેંટિક અંદાજમાં ઉજવ્યો પોતાનો જન્મદિવસ

મનોરંજન

સનાયા ઈરાની ટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. સનાયા પ્રખ્યાત ટીવી સીરિયલ ‘ઇશ પ્યાર કો ક્યા નામ દૂ’માં જોવા મળી હતી. તેમાં તેણે ‘ખુશી’ નું પાત્ર નિભાવ્યું હતું અને આ પાત્રએ તેને ઘર-ઘરમાં પ્રખ્યાત બનાવી હતી આ સિવાય સનાયા ‘રંગરસિયા’ અને ‘મિલે જબ હમ તુમ’ જેવા ઘણા સુપરહિટ શોમાં કામ કરી ચુકી છે.

મિલે જબ હમ તુમમાં સનાયાના પાત્રને લોકોએ ખૂબ પસંદ કર્યું હતું. સનાયાનું નામ ટીવીની તે અભિનેત્રીઓમાં શામેલ છે, જે ઘણી મોટી કમાણી કરે છે. સનાયા ખૂબ જ સરળ સ્વભાવની છે અને તેના આ સ્વભાવને કારણે જ તે દર્શકોની ફેવરિટ છે.

આજની આ પોસ્ટમાં, અમે સનાયા વિશે વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે તાજેતરમાં અભિનેત્રીએ તેનો 37 મો જન્મદિવસ ઉજવ્યો છે. તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. અભિનેત્રીનો 17 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ હતો. કોરોના વાયરસને કારણે, ઘરે જ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં ફક્ત નજીકના મિત્રો જ સામેલ થયા. તો ચાલો જોઈએ જન્મદિવસની ઉજવણીની કેટલીક ખાસ તસવીરો.

સનાયાએ ટીવી એક્ટર મોહિત સહગલ સાથે વર્ષ 2016 માં લગ્ન કર્યા હતા. બંનેના લગ્નને 4 વર્ષ પૂરા થયા છે. મોહિત સહગલ પણ નાના પડદાનું મોટું નામ છે. સનાયાએ મોહિત સાથે મળીને રોમેન્ટિક સ્ટાઇલમાં પોતાની બર્થડે કેક કાપી હતી.

તેના 37 મા જન્મદિવસ પર, સનાયાએ તેની સલામતીનું પણ પૂરું ધ્યાન રાખ્યું હતું. જુવો આ તસવીરમાં સનાયાએ કેવી રીતે ચેહરા પર ફેસ શિલ્ડ લગાવ્યો છે.તસવીરોમાં તમે જોઈ શકો છો કે સનાયા ખૂબ જ મસ્તી કરી રહી છે. તસવીર જોઈને અંદાજ લગાવી શકાય છે કે બર્થડે ગર્લે પોતાના જન્મદિવસ પર ખૂબ મસ્તી કરી છે.

સનાયાને તેના મિત્રોએ પણ ઘરે પહોંચીને જન્મદિવસની સરપ્રાઇઝ આપી હતી. તસ્વીરમાં, તમે ટીવીની ‘મધુબાલા’ એટલે કે દ્રષ્ટિ ધામીને પણ જોઈ શકો છો. દ્રષ્ટિનો પતિ પણ તસવીરમાં જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે, દ્રષ્ટિ અને સનાયા એકબીજાના બેસ્ટ ફ્રેંડ છે. તસવીરમાં જુવો બધાએ સનાયાને કેવી રીતે ઉઠાવી છે.

સનાયાના જન્મદિવસની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી ચાહકો પણ તેમને જન્મદિવસની ખૂબ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. સનાયાએ બર્થડેની તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કરી છે. સાથે કેપ્શન પણ આપ્યું છે કે આ તેના મિત્રોની વાસ્તવિકતા છે.

સનાયા અને મોહિતની મુલાકાત વર્ષ 2008 માં ‘મિલે જબ હમ તુમ’ ના સેટ પર થઈ હતી. પહેલા બંને મિત્ર બન્યા અને પછી ધીરે ધીરે નિકટતા વધવા લાગી. લગભગ 8 વર્ષ એકબીજાને ડેટ કર્યા પછી બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. આ બંનેના ડેસ્ટિનેશન વેડિંગ ગોવામાં થયા હતા. આ લગ્ન પંજાબી રિવાજોથી થયા. સનાયા પારસી ધર્મને માને છે જ્યારે મોહિત હિન્દુ છે.

Leave a Reply

Your email address will not be published.