ઘરમાં જરૂર રાખવી જોઈએ કૃષ્ણ ભગવાનની આ 3 ચીજો, પરિવારમાં વધે છે પ્રેમ, ખૂબ આવે છે પૈસા

ધાર્મિક

ભગવાન શ્રીકૃષ્ણનું નામ લેતાની સાથે જ મનને એક અલગ આનંદનો અનુભવ થાય છે. આ નામ મનને શાંત કરે છે. તેનાથી વ્યક્તિ સકારાત્મકતા તરફ આગળ વધે છે. આવી સ્થિતિમાં શ્રીકૃષ્ણ અને તેની સાથે જોડાયેલી કેટલીક ખાસ ચીજો જો તમે ઘરમાં રાખો છો તો તમારા જીવનમાં આશ્ચર્યજનક પરિવર્તન આવી શકે છે. આ બધા પરિવર્તન સકારાત્મક જ હોય છે. આ માટે તમારે માત્ર તમારા ઘરની અંદર કેટલીક વિશેષ ચીજો રાખવી જરૂરી હોય છે. જો તમે આ કરો છો, તો તમારા પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અકબંધ રહેશે. તો ચાલો જાણીએ તે ચીજો વિશે.

બાલ ગોપાલની મૂર્તિ: દરેક હિન્દુ ઘરમાં પૂજાનું મંદિર જરૂર મળી જાય છે. આ મંદિરમાં વિવિધ પ્રકારના દેવી-દેવતાઓ હોય છે જેની નિયમિત પૂજા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં તમારે તમારા ઘરના પૂજાસ્થળમાં બાલ ગોપાલની મૂર્તિ જરૂર રાખવી જોઇએ. એવું કહેવામાં આવે છે કે દરરોજ બાલ ગોપાલની પૂજા કરવાથી અને તેમનો શણગાર કરવાથી ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહે છે. આ સાથે જ પરિવારના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને છે. તમને સંતાન સુખ મળે છે. તેથી જો તમારા ઘરમાં બાલ ગોપાલની મૂર્તિ નથી, તો તે જરૂર લાવો. અન્ય એક વાતનું ધ્યાન રાખો કે આ બાલ ગોપાલને તમે સિંહાસન અથવા જૂલામાં જ બેસાડો. સાથે જ તેમના મુકુટ, વાંસળી, કાનના જુમકા અને સુંદર વસ્ત્રો રાખવાનું ન ભૂલો.

કૃષ્ણ રાધાની જોડી: દરેક ઘરની અંદર કૃષ્ણ અને રાધાની જોડી જરૂર હોવી જોઇએ. તમે મૂર્તિ અથવા તસવીર બંને માંથી કોઈ પણ રૂપમાં રાખી શકો છો. નોંધપાત્ર વાત એ છે કે રાધા અને કૃષ્ણ એક અતૂટ પ્રેમ દર્શાવે છે. આવી સ્થિતિમાં તેમને ઘરમાં રાખવાથી પરિવારના સભ્યોમાં પણ પ્રેમ અને પરસ્પર ભાઈચારો જળવાઈ રહે છે. તેનાથી ઘરમાં લડાઈ ઝઘડા થતા નથી. રાધા કૃષ્ણની દરરોજ પૂજા કરવાથી અથવા તેને માત્ર જોવાથી જ પરિવારના લોકોનું મન શાંત થઈ જાય છે. તેમના હૃદયમાં પ્રેમ ભાવ ઉત્પન્ન થાય છે. તે ગુસ્સાને પણ શાંત કરે છે.

મોરપીંછ: મોરપીંછ હંમેશાં શ્રી કૃષ્ણના મુકુટમાં લાગેલું હોય છે. એવું કહેવામાં આવે છે કે આ મોરપીંછની અંદર ઘણી શક્તિ હોય છે. તે સકારાત્મક ઉર્જાથી ભરેલું રહે છે. તેને તમારા ઘરમાં રાખવાથી ખરાબ શક્તિઓ અને નકારાત્મક ઉર્જા દૂર રહે છે. તે ઘરમાં સકારાત્મક ઉર્જાના સ્તરમાં વધારો કરે છે. આ રીતે દેવી-દેવતાઓ પણ ઘરમાં વાસ કરે છે. આવી સ્થિતિમાં તમારા ઘરની બરકત અને પૈસા બંને વધવા લાગે છે. આ મોરપીંછને તમે તમારા ઘરમાં કોઈ પણ જગ્યાએ અને કોઈ પણ રૂપમાં રાખી શકો છો. બસ તે ઘરમાં હોવું જરૂરી છે.