11 દિવસ સુધી કરો ગણેશજીના આ 3 મંત્રોના જાપ, વિઘ્નહર્તા દૂર કરશે જીવનના દરેક દુઃખ

ધાર્મિક

હિન્દુ ધર્મમાં બુધવારનો દિવસ ગણેશજીને સમર્પિત હોય છે. એવું માનવામાં આવે છે કે ગણેશ ભગવાનની સાચા મનથી પૂજા કરવાથી તે ભક્તોના દરેક દુઃખ દૂર કરે છે. આટલું જ નહીં તે ભક્તોની તમામ ઈચ્છાઓ પણ પૂર્ણ કરે છે. હિંદુ ધર્મના શાસ્ત્રોનું માનીએ તો કોઈપણ શુભ કામ કરતા પહેલા અથવા મંગલિક કાર્યની શરૂઆત ગણેશ પૂજા સાથે જ કરવામાં આવે છે. ગણેશજીની પૂજા કરવાથી કોઈપણ કાર્યમાં અવરોધ નથી આવતા. તમારા બધા કામ અટક્યા વગર પૂર્ણ થાય છે.

એવું પણ કહેવાય છે કે બુધવારના દિવસે ગણેશજીની પૂજા કરવાથી તેઓ ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે છે. આ દિવસે માત્ર પૂજા-પાઠ જ નહીં, મંત્ર જાપથી પણ ગણપતિજીને પ્રસન્ન કરી શકાય છે. આ મંત્રોનો જાપ બુધવારે કરવાથી વધુ ફળ મળે છે. ચાલો જાણીએ આ મંત્રો વિશે.

તાંત્રિક ગણેશ મંત્ર: “ૐ ગ્લૌમ ગૌરી પુત્ર, વક્રતુન્ડ, ગણપતિ ગુરુ ગણેશ। ગ્લૌમ ગણપતિ, ઋદિધ પતિ, સિદિધ પતિ। મેરે કર દૂર ક્લેશ॥” જ્યોતિષ શાસ્ત્રમાં આ વિશે કહેવામાં આવ્યું છે કે, બુધવારે સવારે ભગવાન શિવ, માતા પાર્વતી અને ગણેશજીની પૂજા કર્યા પછી, આ મંત્રના જાપ 108 વખત કરવાથી વ્યક્તિના જીવનમાં ચાલી રહેલા તમામ દુ:ખનો અંત આવે છે. આ મંત્રના પાઠ કરતી વખતે વ્યક્તિએ સંપૂર્ણ સાત્વિકતા જાળવી રાખવી જોઈએ. સાથે જ વ્યક્તિએ ધ્યાનમાં રાખવું જોઈએ કે તે માંસ, દારૂ અને ક્રોધથી દૂર રહે. આ દિવસે ડુંગળી અને લસણ વગેરે ખાવાથી દૂર રહો. ધન-ધાન્ય, સંપત્તિ, સમૃદ્ધિ, સુખ, કીર્તિ, પરાક્રમ, જ્ઞાન અને શાંતિની પ્રાપ્તિ થાય છે.

ગણેશ ગાયત્રી મંત્ર: “ૐ એકદન્તાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો બુદ્ધ પ્રચોદયાત્ ॥” દર બુધવારે આ મંત્રના જાપ કરવાથી વ્યક્તિની દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે. ગણેશજીના આ મંત્રના જાપ પણ 108 વખત કરવામાં આવે છે. માનવામાં આવે છે કે આ મંત્રના જાપ કરવાથી ગણપતિ જલ્દી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ હંમેશા બની રહે છે. જો 11 દિવસ સુધી ગણેશ ગાયત્રી મંત્રના જાપ કરવામાં આવે તો વ્યક્તિ ભાગ્યશાળી બને છે. આટલું જ નહીં તેના જાપથી પહેલાના પાપોનું ફળ પણ સમાપ્ત થઈ જાય છે.

ગણેશ કુબેર મંત્ર: “ૐ નમો ગણપતયે કુબેર યેકદ્રિકો ફટ સ્વાહા।” સાથે જ જો કોઈ વ્યક્તિ બુધવારે ગણેશ કુબેર મંત્રના જાપ કરે છે તો તેને આર્થિક તંગીથી છુટકારો મળે છે. આ મંત્રના નિયમિત જાપ કરવાથી વ્યક્તિને દેવાથી છુટકારો મળે છે અને ધનના નવા સ્ત્રોત પણ બને છે. જીવનમાં ખુશીઓ દસ્તક આપવા લાગે છે.