12 વર્ષમાં આટલા બદલાઈ ગયા છે ‘3 ઈડિયટ્સ’ના ચતુર, તેની લેટેસ્ટ તસવીરો જોઈને થઈ જશો આશ્ચર્યચકિત

બોલિવુડ

હિન્દી સિનેમાના લોકપ્રિય અભિનેતા આમિર ખાન વર્ષમાં માત્ર એક જ ફિલ્મ લાવે છે, જોકે તેમની તે એક જ ફિલ્મ ચાહકોના દિલ પર ઊંડી અને અમીટ છાપ છોડી જાય છે. હિન્દી સિનેમામાં ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ના નામથી ખાસ ઓળખ ધરાવતા આમિર ખાને પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 1988માં કરી હતી.

આમિરને હિન્દી સિનેમામાં કામ કરતા 34 વર્ષ થઈ ગયા છે. આમિર પોતાના શ્રેષ્ઠ કામથી સુપરસ્ટાર પણ કહેવાયા છે. તેમની પહેલી જ ફિલ્મ ‘કયામત સે કયામત તક’ હિટ રહી હતી. તેમની સફળ ફિલ્મોમાં દંગલ, ગજની, ધૂમ 3, પીકે, લગાન, હમ હૈ રાહી પ્યાર કે, ઈશ્ક, અંદાજ અપના અપના, 3 ઈડિયટ્સ જેવી ઘણી ફિલ્મો શામેલ છે.

આમિરની ફિલ્મ ‘3 ઈડિયટ્સ’ દર્શકોને ખૂબ પસંદ આવી હતી. આ ફિલ્મ હિન્દી સિનેમાની લોકપ્રિય ફિલ્મોમાં સ્થાન ધરાવે છે. આ ફિલ્મમાં આમિર ખાન સાથે મુખ્ય ભૂમિકામાં આર માધવન, શરમન જોશી, કરીના કપૂર, બોમન ઈરાની, ઓમી વૈદ્ય વગેરે જોવા મળ્યા હતા. વર્ષ 2009માં આવેલી આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી.

જણાવી દઈએ કે આજે અમે તમારી સાથે આ ફિલ્મમાં ‘ચતુર’ અને ‘સાયલેન્સર’ની ભૂમિકા નિભાવનાર અભિનેતા ઓમી વૈદ્ય વિશે વાત કરીશું. 3 ઈડિયટ્સમાં ઓમીએ પોતાના શ્રેષ્ઠ કામથી દર્શકોના દિલ જીતી લીધા હતા. એક સીનમાં જ્યારે તે સ્પીચ આપતા જોવા મળે છે, ત્યારે દરેકને આ સીન ખૂબ પસંદ આવે છે.

ફિલ્મ 3 ઈડિયટ્સ ફિલ્મ રિલીઝ થઈ તેને 12 થી 13 વર્ષનો સમય થઈ ગયો છે. આ વર્ષોમાં ઓમીના લુકમાં પણ ગજબનું પરિવર્તન આવ્યું છે.

ઓમી હવે પહેલાથી ઘણી હદ સુધી બદલાઈ ચુક્યા છે. તાજેતરમાં જ તેમની કેટલીક તસવીરો સામે આવી છે, જેને જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

જણાવી દઈએ કે ઓમી 40 વર્ષનો છે. તેમનો જન્મ યુનાઇટેડ સ્ટેટ્સના કેલિફોર્નિયામાં 10 જાન્યુઆરી 1982 ના રોજ થયો હતો. નવી તસવીરોમાં ઓમી ખૂબ જ સ્ટાઇલિશ જોવા મળી રહ્યા છે. આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પરથી શેર કરવામાં આવી છે.

એક તસવીરમાં ઓમી કોફી શોપની બહાર બેઠા છે. તેમણે ચશ્મા લગાવ્યા છે જેમાં તે ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહ્યા છે.

જ્યારે એક તસવીરમાં ઓમી પોતાની ટીમ સાથે જોવા મળી રહ્યા છે. તસવીરો પર એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું છે કે, ‘આ ચમત્કારી માણસ ક્યાં હતા તમે.’ તો એક અન્ય યુઝરે કમેન્ટ કરી કે, “તમે તે સીઈઓ જેવા લાગી રહ્યા છો જેમણે ઝૂમ કોલ પર 900 કર્મચારીઓને ફાયર કરી દીધા હોય”. સાથે જ એક સોશિયલ મીડિયા યુઝરે ઓમીની પ્રસંશા કરતા લખ્યું કે, “તમે ખૂબ જ અન્ડરરેટેડ છો સર”.