બોલીવુડમાં થયા ફ્લોપ, છતાં પણ દુનિયા કહે છે સુપરસ્ટાર, જાણો કોણ છે તે 3 નસીબદાર અભિનેતા

બોલિવુડ

હિન્દી સિનેમાના કલાકારોને આખી દુનિયામાં ઓળખવામાં આવે છે. દેશ અને દુનિયામાં હિન્દી ફિલ્મોના અભિનેતાઓની ખૂબ ચર્ચા છે. હિન્દી સિનેમામાં અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, અજય દેવગણ, ગોવિંદા, રિતિક રોશન, રાજેશ ખન્ના, શાહરૂખ ખાન જેવા ન જાણે કેટલા અભિનેતાઓએ મોટું નામ કમાવ્યું છે.

બોલિવૂડના 100 વર્ષના ઈતિહાસમાં એકથી એક ચઢિયાતા અભિનેતાઓ આવ્યા છે અને તે સુપરસ્ટાર પણ કહેવાયા છે, જો કે નવાઈની વાત એ છે કે કેટલાક અભિનેતા ફ્લોપ હોવા છતાં પણ સુપરસ્ટારની જેમ ઓળખ ધરાવેવે છે અને દેશ-દુનિયમાં પણ તેમને સુપરસ્ટારની શ્રેણીમાં રાખવામાં આવે છે. જ્યારે તેમની ફિલ્મી કારકિર્દીમાં સફળતાની ટકાવારી પણ ખૂબ ઓછી છે, છતાં પણ તે સુપરસ્ટાર કહેવાયા. ચાલો આજે તમને હિન્દી સિનેમાના એવા જ ત્રણ અભિનેતાઓ વિશે જણાવીએ.

1. મિથુન ચક્રવર્તી: મિથુન ચક્રવર્તી હિન્દી સિનેમાના દિગ્ગઝ અભિનેતા છે. પોતાની કારકિર્દીમાં મિથુન દાએ ઘણી સુંદર ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની ફિલ્મો ખૂબ ચર્ચામાં રહી છે. મિથુન દા પોતાની પહેલી જ ફિલ્મ ‘મૃગયા’ થી છવાઈ ગયા હતા. આ ફિલ્મ વર્ષ 1976માં આવી હતી.

મિથુન દાને ત્યાર પછી મોટી અને ખાસ ઓળખ ફિલ્મ ‘ડિસ્કો ડાન્સર’થી મળી હતી. વર્ષ 1982માં આવેલી આ ફિલ્મ એ મિથુનને ઘણી લોકપ્રિયતા અપાવી હતી. જો કે મિથુનના ચાહકોને એ જાણીને આશ્ચર્ય થશે કે મિથુને પોતાની લાંબી કારકિર્દીમાં 351 ફિલ્મો કરી છે, જોકે 300 ફિલ્મો ખરાબ રીતે ફ્લોપ થઈ છે. તમે અંદાજ લગાવી શકો છો કે તેમની સફળતાની ટકાવારી ખૂબ ઓછી છે.

2. જેકી શ્રોફ: હવે વાત એક અન્ય મોટા અભિનેતા જેકી શ્રોફની કરીએ. જેકી શ્રોફે બોલિવૂડમાં સારું નામ કમાવ્યું છે. તે પોતાના કામની સાથે સાથે પોતાની ડ્રેસિંગ સેન્સને લઈને પણ ખૂબ ચર્ચામાં રહે છે. જેકીને ચાહકો પ્રેમથી ‘જગ્ગુ દાદા’ પણ કહે છે. બોલિવૂડના ‘જગ્ગુ દાદા’ પણ ફ્લોપ રહ્યા પછી પણ સુપરસ્ટાર કહેવાય છે.

હવે એક નજર જેકી શ્રોફની ફિલ્મી કારકિર્દી પર કરીએ તો તેની અડધાથી વધુ ફિલ્મો ફ્લોપ રહી છે. મળતી માહિતી મુજબ, 80ના દાયકામાં પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર જેકીએ 220 ફિલ્મોમાં કામ કર્યું છે અને જેકી શ્રોફની 180 ફિલ્મો એ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ બતાવ્યો નથી.

3. સુનીલ શેટ્ટી: સુનીલ શેટ્ટી પણ હિન્દી સિનેમાના શ્રેષ્ઠ અભિનેતાઓમાં શામેલ છે. સુનીલે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 1992માં કરી હતી. ‘અન્ના’ના નામથી પ્રખ્યાત સુનીલ શેટ્ટીએ હિન્દી સિનેમામાં 30 વર્ષ પૂર્ણ કર્યા છે. તેમની પહેલી ફિલ્મ વર્ષ 1992માં ‘બલવાન’ આવી હતી.

સુનીલ શેટ્ટીએ 90ના દાયકામાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તે આ સમય દરમિયાન ચર્ચામાં રહ્યા, જોકે તેમને તે લોકપ્રિયતા અને સફળતા ન મળી શકી જે તેના સમયના અભિનેતાઓ જેમ કે અક્ષય કુમાર, અજય દેવગણ, ગોવિંદા, આમિર ખાન વગેરેને મળી.

સુનીલ શેટ્ટીએ ઘણી સુંદર ફિલ્મોમાં કામ કર્યું છે, જોકે તેમની પણ સફળતાની ટકાવારી ખૂબ ઓછી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા ત્રણ દાયકાથી ફિલ્મી દુનિયામાં એક્ટિવ રહેલા સુનીલે લગભગ 100 ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની મોટાભાગની ફિલ્મો તેમને પસંદ આવી ન હતી. તે પણ એક એવરેજ અભિનેતા હોવા છતાં સુપરસ્ટાર કહેવાય છે.