અક્ષય-ટ્વિંકલ ના લગ્નને 21 વર્ષ થયા પૂર્ણ, જો આ ફિલ્મ ન થઈ હોત ફ્લોપ તો ખિલાડીની પત્ની ન બની હોત ટ્વિંકલ

બોલિવુડ

હિન્દી સિનેમાની સ્ટાર કપલ અક્ષય કુમાર અને અભિનેત્રી ટ્વિંકલ ખન્નાના લગ્નને 21 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. સુપરસ્ટાર અક્ષય કુમાર અને હિન્દી સિનેમાના પહેલા સુપરસ્ટાર રહેલા રાજેશ ખન્નાની પુત્રી ટ્વિંકલ ખન્નાના લગ્ન 17 જાન્યુઆરી, 2001ના રોજ થયા હતા. આજે એટલે કે સોમવારે બંને પોતાની 21મી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યા છે.

દિગ્ગજ અભિનેતા અક્ષય કુમાર લગ્ન પહેલા ઘણી અભિનેત્રીઓ સાથે ઈશ્ક લડાવી ચુક્યા છે. સાથે જ લગ્ન પછી પણ પ્રિયંકા ચોપરા સાથે તેનું અફેર રહ્યું. પરંતુ પોતાના લગ્ન જીવનને ડગમગતા જોઈને અક્ષયે પ્રિયંકા ચોપરા સાથે સંબંધ સમાપ્ત કરી લીધો હતો. ટ્વિંકલને પોતાની દુલ્હન બનાવતા પહેલા અક્ષયનું લગભગ અડધા ડઝન અભિનેત્રીઓ સાથે અફેયર રહ્યું.

અક્ષય શરૂઆતથી જ ઈશ્ક લડાવવાની બાબતમાં ટોપ પર રહ્યા છે. તેમનું નામ આયશા જુલ્કા, રેખા, શિલ્પા શેટ્ટી, રવિના ટંડન જેવી અભિનેત્રીઓ સાથે જોડાયું હતું. રવિના અને શિલ્પા સાથેના તેના અફેરની આજે પણ ખૂબ ચર્ચા થાય છે. સાથે આ બધી અભિનેત્રીઓ પછી અક્ષયનું દિલ ટ્વિંકલ ખન્ના માટે ધડક્યું હતું.

અક્ષય અને ટ્વિંકલે વર્ષ 1999માં આવેલી ફિલ્મ ‘ઈન્ટરનેશનલ ખિલાડી’માં સાથે કામ કર્યું હતું. ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને કલાકારો વચ્ચે પ્રેમ ખીલવા લાગ્યો હતો. બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા અને ટૂંક સમયમાં જ બંને લગ્નના બંધનમાં બંધાવા માટે તૈયાર થઈ ગયા. જોકે બંનેના લગ્ન સરળ ન હતા.

અક્ષય અને ટ્વિંકલે સગાઈ કરી લીધી હતી. જો કે આ દરમિયાન ટ્વિંકલની માતા અને અભિનેત્રી ડિમ્પલ કાપડિયાને અક્ષયના પુરુષ હોવા પર શંકા ગઈ. આવી સ્થિતિમાં તેમણે અક્ષય વિશે સારી રીતે તપાસ કરી. તેની મેડિકલ હિસ્ટ્રી પણ કાઢવામાં આવી હતી. આ કારણે અક્ષય અને ટ્વિંકલની સગાઈ તૂટી ગઈ. પછી જ્યારે બધું બરાબર થઈ ગયું ત્યારે લગ્ન પહેલા બંનેને બીજી વખત સગાઈ કરવી પડી હતી.

બે વખત સગાઈ કર્યા પછી જ્યારે લગ્નની તક આવી ત્યારે ટ્વિંકલે અક્ષય સામે મોટી શરત મૂકી હતી. અક્ષય અને ટ્વિંકલે લગ્ન પહેલાનો એક રસપ્રદ કિસ્સો ડિરેક્ટર કરણ જોહરના શો કોફી વિથ કરણમાં સંભળાવ્યો હતો. ચાલો તમને તેના વિશે જણાવીએ.

ટ્વિંકલ એ અક્ષય સામે રાખી હતી આ શરત: અક્ષય અને ટ્વિંકલના લગ્નના એક વર્ષ પહેલા ટ્વિંકલની ફિલ્મ ‘મેલા’ આવી હતી. આ ફિલ્મમાં આમિર ખાન અને ફૈઝલ ખાને પણ કામ કર્યું હતું. આ દરમિયાન ટ્વિંકલે અક્ષયને કહ્યું હતું કે જો તેની આ ફિલ્મ મેલા નહીં ચાલે તો તે લગ્ન કરી લેશે. આ ફિલ્મ 7 જાન્યુઆરી 2000ના રોજ રીલિઝ થઈ અને ખરાબ રીતે ફ્લોપ ગઈ. ત્યાર પછી ટ્વિંકલે અક્ષય સાથે લગ્ન કર્યા.

લગ્ન પછી અક્ષય અને ટ્વિંકલ બે બાળકોના માતા-પિતા બન્યા હતા. કપલને એક પુત્ર છે, જેનું નામ આરવ કુમાર છે. સાથે જ પુત્રીનું નામ નિતારા કુમાર છે.

અક્ષયના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેની આગામી ફિલ્મોમાં સેલ્ફી, રામ સેતુ, રક્ષા બંધન, બચ્ચન પાંડે, પૃથ્વીરાજ વગેરે શામેલ છે. ટ્વિંકલ હવે એક લેખક તરીકે પોતાની કારકિર્દી બનાવી રહી છે. તેણે ફિલ્મોમાં એક્ટિંગ કરવાનું છોડી દીધું છે.