આજે પણ ધરતી પર જીવિત છે ભગવાન શિવના આ 2 અવતાર, જાણો તેની પાછળની પૌરાણિક કથા

ધાર્મિક

કહેવાય છે કે જ્યારે-જ્યારે ધરતી પર પાપનો ઘડો ભરાઈ જાય છે ત્યારે-ત્યારે ભગવાન ધરતી પર અવતાર લે છે. તે દુષ્ટતાનો નાશ કરીને ધરતી પર સારું લાવે છે. ધાર્મિક ગ્રંથો મુજબ ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ અત્યાર સુધીમાં ધરતી પર ઘણા અવતાર લઈ ચુક્યા છે. કેટલાક શાસ્ત્રોમાં ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુના કળિયુગના અવતારોનો ઉલ્લેખ પણ જોવા મળે છે.

માન્યતાઓ મુજબ ભગવાન વિષ્ણુ કળિયુગમાં કલ્કિનો અવતાર લઈને પ્રગટ થશે. સાથે જ કહેવાય છે કે ભોલેનાથના બે અવતાર આજે પણ આ ધરતી પર છે. આ બે અવતાર છે ભગવાન હનુમાન અને મહાભારત કાળના યોદ્ધા અશ્વત્થામા. જ્યાં એક તરફ ભગવાન હનુમાનની આજે પણ દરેક ઘરમાં પૂજા થાય છે, તો બીજી તરફ અશ્વત્થામા વિશે કહેવામાં આવે છે કે તે આજે પણ ગાઢ જંગલમાં ક્યાંક ભટકી રહ્યા છે.

હનુમાનને મળ્યા હતા માતા સીતાના આશીર્વાદ: હનુમાનજીનો જન્મ વાનરરાજ કેસરીની પત્ની અંજનીના ગર્ભથી થયો હતો. ધાર્મિક માન્યતાઓ અનુસાર, તેમને ભગવાન શિવનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. હનુમાનજીને અમરતાનું વરદાન માતા સીતા પાસેથી મળ્યું હતું. આ તે સમયની વાત છે જ્યારે રાવણે સીતાનું હરણ કર્યું હતું.

ત્યાર પછી હનુમાન માતા સીતાની શોધમાં સમુદ્ર પાર કરીને લંકા પહોંચી ગયા હતા. અહીં હનુમાનની ભક્તિથી પ્રસન્ન થઈને માતા સીતાએ તેમને અમર થવાનું વરદાન આપ્યું હતું. કહેવાય છે કે આ અમરતાના વરદાનને કારણે હનુમાનજી આજે પણ જીવિત છે. તે દુનિયામાં ક્યાંક પહાડ પર બેસીને ધ્યાન મુદ્રામાં લીન છે.

અશ્વત્થામાને શ્રી કૃષ્ણએ આપ્યો હતો શ્રાપ: ગુરુ દ્રોણાચાર્યના ઘરે અશ્વથામાનો જન્મ થયો હતો. તેમને શિવના સ્વરૂપ પણ કહેવામાં આવે છે. તેનું કારણ એ છે કે દ્રોણાચાર્યએ કઠોર તપ કરીને શિવજી પાસે વરદાન માંગ્યું હતું કે તે તેમના પુત્ર તરીકે જન્મ લે. ત્યાર પછી સવંતિક રૂદ્રના અંશથી અશ્વત્થામા આ દુનિયામાં આવ્યા હતા.

મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયા પછી, કૌરવો પરાજીત થયા હતા. આવી સ્થિતિમાં અશ્વત્થામાએ રાત્રે પાંડવોના પાંચ પુત્રોની હત્યા કરી હતી. આ દરમિયાન તેમણે ઉત્તરાના ગર્ભનો પણ નાશ કર્યો હતો. તેના માટે તેમણે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો હતો.

અશ્વત્થામાના આ કૃત્યથી ભગવાન શ્રી કૃષ્ણ નારાજ થઈ ગયા હતા. તેમણે અશ્વત્થામાને શ્રાપ આપ્યો કે તમે અનંતકાળ સુધી ધરતી પર જીવિત રહેશો. તમે હંમેશા આમ-તેમ ભટકતા રહેશો.