19 વર્ષનો છોકરો દરરોજ કમાશે 1 લાખ 66 હજાર રૂપિયા, બન્યો રાજસ્થાનમાં સૌથી મોટા પેકેજ વાળો યુવક, જાણો ક્યાં કરશે નોકરી

વિશેષ

અભ્યાસ પછી, દરેક એ જ ઈચ્છે છે કે તેને એક મોટી કંપનીમાં મોટું પેકેજ મળે. પરંતુ ઉચ્ચ શિક્ષણ મેળવવા છતાં પણ ઘણા લોકો બેરોજગાર રહે છે. જોકે કેટલાક પોતાના ટેલેંટના આધારે હાઈ ફાઈ પેકેજ મેળવે છે. હવે રાજસ્થાનના કોટા શહેરના રચિત અગ્રવાલને જ લઈ લો. આ છોકરાએ 6 કરોડનું પેકેજ પોતાના નામે કર્યું છે.

19 વર્ષની ઉંમરમાં મળ્યું 6 કરોડનું પેકેજ: રચિત અગ્રવાલ કોટા શહેરના શક્તિનગરના રહેવાસી છે. તેના પિતા રાજેશ અગ્રવાલ બિઝનેસમેન છે. તે કોટામાં ફૂડ પેકેજિંગનો બિઝનેસ કરે છે. રચિતની માતાનું નામ સંગીતા અગ્રવાલ છે. તે એક હાઉસવાઈફ છે. રચિત અભ્યાસમાં હંમેશા હોશિયાર વિદ્યાર્થી રહ્યો છે. તેણે પોતાનો પ્રારંભિક અભ્યાસ કોટામાં જ કર્યો હતો. ત્યાર પછી તેણે એન્જિનિયરિંગની પરીક્ષાની તૈયારી શરૂ કરી. આ દરમિયાન તેણે અમેરિકાની યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરવાનું મન બનાવ્યું.

યુ.એસ.માં કૉલેજમાં એડમિશન મેળવવા માટે, સ્કોલેસ્ટિક એપ્ટિટ્યુડ ટેસ્ટ નામની એક પરીક્ષા હોય છે. રચિતે આ પરીક્ષા આપી અને તેમાં પાસ થઈ ગયો. રસપ્રદ વાત એ છે કે આ ટેસ્ટ પાસ કર્યા પછી તેને બે કરોડ રૂપિયાની સ્કોલરશિપ પણ મળી. આ પૈસાથી તેણે આર્લિંગ્ટનની યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાં એડમિશન લીધું. અહીં તેણે કોમ્પ્યુટર સાયન્સની સાથે ઈકોનોમિક્સ અને ફિલોસોફીનો અભ્યાસ કર્યો. જણાવી દઈએ કે તેના માટે 4 વર્ષ સુધી ન્યૂનતમ માર્ક્સ મેંટેન કરવાના હોય છે.

દરરોજ કમાશે 1 લાખ 66 હજાર: રચિતે અભ્યાસ દરમિયાન ઘણી કોડિંગ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો અને તેણે જીત પણ મેળવી હતી. અભ્યાસ દરમિયાન રચિતે ત્રણ સ્ટાર્ટ અપ પણ શરૂ કર્યા. તેમાંથી બે સ્ટાર્ટ અપ માટે તેણે પૈસાનો જુગાડ પણ કરી લીધો. અભ્યાસ દરમિયાન જ તેણે મુખ્ય ક્રિપ્ટો કંપનીઓમાં કુલ 5 વર્ષની ઇન્ટર્નશિપ કરી. આ વર્ષે મે મહિનામાં જ તેનો અભ્યાસ પૂરો થયો છે.

ડિગ્રી લીધા પછી રચિતે ઘણી કંપનીઓમાં નોકરી માટે અરજી કરી હતી. તેને ઘણી જગ્યાએથી ઓફર મળી પરંતુ તેણે એક મોટી કંપની સાથે 8 લાખ યુએસ ડોલર એટલે કે લગભગ 6 કરોડમાં ડીલ ફાઇનલ કરી. આ પેકેજ મુજબ એક મહિનાની કમાણી 50 લાખ રૂપિયા અને એક દિવસની કમાણી 1 લાખ 66 હજાર રૂપિયા છે.

19 વર્ષીય રચિત હવે યુએસની મલ્ટીનેશનલ કંપનીમાં સોફ્ટવેર કોડિંગ ટીમમાં કામ કરશે. તેને તેનો ઓફર લેટર મળી ચુક્યો છે. તે આવતા મહિને નોકરીમાં જોડાશે. કંપનીની પોલિસીના કારણે તેણે કંપનીનું નામ પબ્લિક કર્યું નથી. રચિત અત્યારે કંપનીની હેડ ઓફિસમાં છે. તે કદાચ રાજસ્થાનના પહેલા યુવક હશે જેને આટલા મોટા પગારની નોકરી મળી હોય. હવે તે શહેરના ઘણા લોકો માટે પ્રેરણારૂપ બનશે.