આ છે ભારતની 16 સૌથી સુંદર મહિલાઓ, જેની સુંદરતાની દીવાની છે દુનિયા, જુવો તેની સુંદર તસવીરો

બોલિવુડ

સુંદરતા અને સ્ત્રી ક્યાંકને ક્યાંક એકબીજાના પૂરક છે. સુંદરતા સ્ત્રીઓને વારસામાં મળે છે. આ કહીએ તો ખોટું નહીં હોય. આટલું જ નહીં ઘણી ભારતીય મહિલાઓને શ્રેષ્ઠ શારીરિક વિશેષતાઓ જેમ કે લાંબા કાળા વાળ, સંપૂર્ણ રીતે ધનુષાકાર ભમર અને પહોળી આંખો માટે યાદ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં તે કહેવું ખોટું નહીં હોય કે આ બધી વિશેષતાઓ તેને દુનિયાની સૌથી આકર્ષક મહિલાઓમાંથી એક બનાવે છે. જોકે પુનર્જાગરણ કાળમાં પણ આ જોવા મળ્યું હતું કે મહિલાઓ પોતાની આંખો પર કાજલ લગાવીને પુરૂષોને રિજાવવા માટે તેને આકર્ષક બનાવતી હતી.

આ ઉપરાંત હકીકત એ પણ છે કે મહિલાઓને સુંદર દેખાવું સારું લાગે છે. પહેલા મહિલાઓ સુંદર અને યુવાન દેખાવા માટે ઘરેલુ ઉપચાર અપનાવતી હતી. આ માટે તે વિવિધ પ્રકારના ફળો, છાલ, ફૂલો, તેલ અને જડીબુટ્ટીઓનો ઉપયોગ કરતી હતી અને આજે પણ ક્યાંકને ક્યાંક મોટાભાગની મહિલાઓ આવા પ્રયોગો કરતી રહે છે. તો ચાલો આજે અમે તમને આવી જ કેટલીક સુંદર ભારતીય મહિલાઓનો પરિચય કરાવીએ. જે સુંદર તો છે જ સાથે જ તે અંદરથી પણ સુંદર છે અને તે સારસંભાળ અને પરિવાર માટે કંઈ પણ કરવા માટે હંમેશા તૈયાર રહે છે.

માધુરી દીક્ષિત: માધુરી દીક્ષિત એક સમયે સૌથી સુંદર મહિલાઓના લિસ્ટમાં શામેલ રહી છે. તેથી તેને ઘણીવાર ‘બ્યુટી ક્વીન માધુરી દીક્ષિત’ પણ કહેવામાં આવે છે. તેને જે ચીજ ખાસ બનાવે છે, તે છે તેની આકર્ષક સ્માઈલ. જે તેના લાખો ચાહકોને મંત્રમુગ્ધ કરતી રહે છે. માધુરી દીક્ષિત પાસે એક્ટિંગ અને ડાંસ માટે ઘણું ટેલેંટ છે. જે તેને બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં દરજ્જો આપે છે. જણાવી દઈએ કે બ્યુટી ક્વીન માધુરીએ કાર્ડિયોલોજિસ્ટ ડો.શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા છે અને તેમને બે પુત્રો અરિન અને રયાન છે. છતાં પણ આજે સુંદરતામાં તેનો કોઈ જવાબ નથી.

દિયા મિર્ઝા: અભિનેત્રી દિયા મિર્ઝા ભૂતપૂર્વ મિસ એશિયા પેસિફિક 2000 છે. તેનો એક જર્મન પિતા અને એક ભારતીય માતા દ્વારા જન્મ થયો હતો અને પોતાના માતા-પિતા બંનેની સુંદરતાને જોડે છે. યુરોપિયન અને ભારતીય જનીનોનું અનોખુ સંયોજન આ મહિલાને દુનિયામાં સૌથી સુંદર અને રસપ્રદ મહિલા બનાવે છે. વાત તેની ફિલ્મી કારકિર્દીની કરીએ તો તેણે ‘તેરે દિલ’ ફિલ્મ થી એક્ટિંગની શરૂઆત કરી હતી.

ઇલિયાના ડીક્રુઝ: ઇલિયાના ડીક્રુઝે અત્યાર સુધી તેલુગુ સિનેમા અને બોલિવૂડ ફિલ્મો કરી છે અને બીજી બાજુ તે અદભૂત બ્યુટી ક્વીન છે. પુણેની વતની ઇલિયાના હિન્દી ફિલ્મોમાં જાણીતું નામ બની ચુકી છે.

સોનલ ચૌહાણ: સોનલ ચૌહાણ વર્સેટિલિટીની ધની છે. તેણીએ માત્ર એક સુંદર મોડેલ હોવા માટે જ નામ નથી કમાવ્યું પરંતુ સિંગિંગ અને એક્ટિંગ માટે પણ તેમણે નામ કમાવ્યું છે. સોનલે 2008 માં હિન્દી ફિલ્મ જન્નતથી ફિલ્મ નિર્માણની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તેમની એક્ટિંગ કારકિર્દીનું એક મુખ્ય આકર્ષણ 2017 માં ટીએસઆર ટીવી નેશનલ ફિલ્મ એવોર્ડ જીતવો પણ હતું. સોનલ ચૌહાણે મલેશિયામાં મિસ વર્લ્ડ ટૂરિઝમ 2005 સહિત અનેક બ્યૂટી સ્પર્ધાઓ પણ જીતી છે.

એન્જેલા જોંસન: એન્જેલાના પિતા આઇસલેન્ડિક છે જ્યારે માતા ભારતીય મહિલા છે અને તેનો જન્મ ચેન્નાઇમાં થયો હતો. 2011 માં કિંગફિશર કેલેન્ડર મોડલ હન્ટ એવોર્ડ જીત્યા પછી તેને ખ્યાતિ મળી હતી.

પ્રિયંકા ચોપરા: નોક જોનાસ સાથે લગ્ન કરી ચુકેલી પ્રિયંકાની સુંદરતાના દીવાના તો સાત સમુંદર પાર સુધી છે. તે મિસ વર્લ્ડની વિજેતા રહી ચુકી છે અને તેને ભારત સરકાર તરફથી પદ્મશ્રી મળી ચુક્યો છે. આટલું જ નહીં તે ટાઇમ મેગેઝિનના દુનિયાના ટોપ 100 ટેલેંટેડ લોકોમાં શામેલ રહી ચુકી છે.

ઝોયા અફરોઝ: ઝોયા અફરોઝનો જન્મ 1995 માં લખનઉમાં થયો હતો અને તે ફેમિના મિસ ઇન્ડિયા 2013 સ્પર્ધાની વિજેતા છે.

તમન્ના ભાટિયા: તમન્ના ભાટિયાનો જન્મ મુંબઈમાં થયો હતો, પરંતુ મુખ્ય રીતે દક્ષિણ ભારતીય ફિલ્મોમાં જોવા મળે છે.

દીપિકા પાદુકોણ: દીપિકા અત્યાર સુધી બોલિવૂડમાં કામ કરતી એક ખૂબ જ સફળ અભિનેત્રી છે. તેને શ્રેષ્ઠ અભિનેત્રીની શ્રેણીમાં ઘણા એવોર્ડ મળ્યા છે, જેમાં 3 ફિલ્મફેર એવોર્ડ પણ શામેલ છે. તે સતત સૌથી આકર્ષક ભારતીય મહિલાઓના લિસ્ટમાં શામેલ છે.

ઝરીન ખાન: આ ભારતીય અભિનેત્રી મુખ્ય રીતે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે જાણીતી છે અને તેણે બોલીવુડના કેટલાક મોટા નામો જેવા કે સલમાન ખાન જેવા સાથે પણ કામ કર્યું છે. ઝરીન તેની અતુલ્ય સુંદરતા અને નિર્દોષતા માટે જાણીતી છે.

સોનારિકા ભદોરિયા: સોનારિકા ભદોરિયા સૌથી સુંદર ભારતીય ટીવી સ્ટાર્સમાંથી એક છે. તે માતા પાર્વતી અને આદિ શક્તિની સુંદર સીરીઝ ‘દેવો કે દેવ… મહાદેવ’ માટે જાણીતી છે.

કૃતિકા કામરા: જણાવી દઈએ કે કૃતિકા ટીવી સીરીઝ “કિતની મોહબ્બત હૈ” માં આરોહી અને ડો.નિધિની ભૂમિકા નિભાવવા માટે જાણીતી છે.

શ્રુતિ હાસન: શ્રુતિ હાસન વિશ્વ વિખ્યાત અભિનેતા કમલ હાસનની પુત્રી છે અને તેમાં કોઈ શંકા નથી કે તેને તેના પિતાની પ્રતિભાની સાથે સાથે તેને સારો લુક વારસામાં મળ્યો છે.

હિના ખાન: બોલીવુડમાં માત્ર પુરૂષ ખાનનું વર્ચસ્વ નથી. હિના ખાન, મહિલા હોવા છતા પણ બોલીવુડમાં ખૂબ ચર્ચિત છે. પોતાની સુંદરતા ઉપરાંત હિના ખાનને સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ટેલિવિઝન અભિનેત્રી પણ માનવામાં આવે છે. જણાવી દઈએ કે હિના ખાને સાથી અભિનેતા રોકી જયસવાલ સાથે લગ્ન કર્યા છે.

એશ્વર્યા રાય બચ્ચન: બચ્ચન પરિવારની પુત્રવધૂ બનેલી એશ્વર્યાને સુંદરતાની બાબતમાં પાછળ છોડી શકતા નથી. તે 1994 માં મિસ વર્લ્ડની વિજેતા રહી ચૂકી છે. એક બાળકની માતા બન્યા પછી પણ તેણે પોતાની સુંદરતા જાળવી રાખી છે અને બચ્ચન પરિવારની લાડલી છે.