15 વર્ષ પહેલા તારક મેહતા શોના કલાકાર દેખાતા હતા કંઈક આવા, જુવો તેમના જૂના લુકની તસવીરો

મનોરંજન

ટીવીના સૌથી લોકપ્રિય શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ને 14 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. આ શો ભારતીય ટેલિવિઝન પર સૌથી લાંબા સમય સુધી ચાલતા શોમાંથી એક છે અને આ શો એ દર્શકોને આજે પણ ટેલિવિઝન સ્ક્રીન સાથે બાંધી રાખ્યા છે. જ્યારથી આ શો શરૂ થયો છે ત્યારથી તેના કલાકારોની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. કેટલાક કલાકારોએ અધવચ્ચે જ આ શો છોડી દીધો છે, તો કેટલાક કલાકાર આજે પણ આ શોના ભાગ છે અને દર્શકોનું મનોરંજન કરવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં સ્ટાર કાસ્ટનો લૂક પણ ખુબ બદલાઈ ગયો છે. ચાલો જોઈએ તેમની પહેલાની અને હાલની તસવીરો.

દિલીપ જોશી: સૌથી પહેલા વાત કરીએ શોના મુખ્ય પાત્ર જેઠાલાલ વિશે. શોમાં દિલીપ જોશી ‘જેઠાલાલ’નું પાત્ર નિભાવી રહ્યા છે. જ્યારથી આ શો શરૂ થયો છે ત્યારથી તે મૂછો, પ્રિન્ટેડ શર્ટ અને પેન્ટમાં જોવા મળી રહ્યા છે. આજે પણ તેઓ તેવા જ દેખાય છે. તેની કોમેડી ટાઈમિંગ પણ પહેલા જેવી જ છે. જેઠાલાલ આ શોનું સૌથી મહત્વપૂર્ણ પાત્ર છે.

દિશા વાકાણી: દયાનું પાત્ર નિભાવનાર દિશા વાકાણી માતા બન્યા પછીથી શોમાં પરત ફરી નથી. પોતાની નિર્દોષ કોમેડીથી લઈને ગરબા સુધી, અભિનેત્રીએ શોમાં ખૂબ યોગદાન આપ્યું. તાજેતરના એક એપિસોડમાં, જેઠાલાલ એ દયા અને તેના ગરબાને યાદ કર્યા. સુંદર એ ત્યારે દયાને જેઠાલાલની નવી દુકાનના ઉદ્ઘાટનમાં લાવવાનું વચન આપ્યું, પરંતુ આવું ન બન્યું. સમાચાર મુજબ દયાબેન નવરાત્રિ પર કમબેક કરી શકે છે.

અમિત ભટ્ટ: જેઠાલાલના પિતા ‘ચંપકલાલ જયંતિલાલ ગડા’ની ભૂમિકા અમિત ભટ્ટ નિભાવી રહ્યા છે. શરૂઆતમાં તે બાલ્ડ લુકમાં જોવા મળ્યા હતા. પરંતુ હવે તે સફેદ ટોપીમાં જોવા મળી રહ્યા છે. અમારા મત મુજબ અમિત ભટ્ટના પાત્રમાં પરિવર્તન આવ્યું છે. પહેલા તેમના પાત્રની કોમેડી જબરદસ્ત હતી, હવે તે દરેકને સલાહ આપતા જોવા મળે છે. ચંપકલાલનું પાત્ર કોમેડીમાંથી હટાવી દેવામાં આવ્યું છે. તેમના પાત્રમાં હવે પહેલા જેવી કોમેડી નથી રહી.

મુનમુન દત્તા: ‘બબીતા’ના પાત્રમાં મુનમુન દત્તા છે. આજે પણ શોમાં તેનું ડ્રેસિંગ ગોકુલધામની અન્ય મહિલાઓથી અલગ દેખાય છે. તેમના પાડોશી જેઠાલાલનો તેના પર ક્ર્શ છે અને તે હંમેશા બબીતાને ખુશ કરવાના પ્રયત્નમાં લાગી રહે છે. જેઠાલાલ પોતાની બાલ્કનીમાંથી બબીતાનો ચેહરો જોવાનો પૂરો પ્રયત્ન કરે છે. બબીતાનું પાત્ર પહેલા કરતા થોડું સારું થઈ ગયું છે.

મંદાર ચાંદવડકર: ગોકુલધામ સોસાયટીના એકમેવ સેક્રેટરી મંદાર ચાંદવડકર ઉર્ફ આત્મારામ તુકારામ ભીડે છે. અભિનેતાના પાત્રમાં ફેરફાર થયો નથી. તે હજુ પણ કુર્તા અને જીન્સ પહેરે છે અને ‘સખારામ’ ચલાવે છે. તે અવારનવાર જૂના જમાનાની વાત કરતા જોવા મળે છે. મેન્ટેનન્સ ચેક પર જેઠાલાલ સાથેની તેમની દલીલ હજુ પણ શોની ખાસિયત છે.

સોનાલિકા જોશી: ભિડેની પત્ની માધવીનું પાત્ર નિભાવનાર સોનાલિકા જોશી પણ બદલાઈ નથી. સમયની સાથે તેની સુંદરતામાં વધારો થયો છે. આ દિવસોમાં તે પહેલા કરતા વધુ સુંદર લાગી રહી છે. દર્શકોને તેમનું ‘ઓ બાય’ બોલવું ખૂબ જ પસંદ આવે છે. શોમાં તે અથાણું અને પાપડનો બિઝનેસ ચલાવતા જોવા મળે છે. માધવીનું પાત્ર પણ પહેલા જેવું જ છે.

તનુજ મહાશબ્દે: શોમાં તનુજ મહાશબ્દે બબીતાના પતિ બન્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેમની સ્ટાઈલમાં ઘણું પરિવર્તન આવ્યું છે. પહેલા તે લાઈટ રંગના શર્ટમાં જોવા મળતા હતા અને હવે તે ડાર્ક કલરના શર્ટ પહેરે છે. જેઠાલાલ સાથે અવારનવાર તેની દલીલ થતી રહેતી હતી. શોની શરૂઆતમાં તેમનું પાત્ર એટલું ખાસ ન હતું. શરૂઆતમાં તેમને હિન્દી બોલવામાં તકલીફ થતી હતી. પરંતુ હવે તેનું પાત્ર મહત્વપૂર્ણ બની ગયું છે. અય્યરના પાત્રમાં ઘણો સુધારો આવ્યો છે.

શ્યામ પાઠક: શ્યામ પાઠક ઉર્ફ ‘પત્રકાર પોપટલાલ’ના જીવનમાં કંઈ પણ બદલાયું નથી. તે હાફ જેકેટ પહેરે છે અને છત્રી રાખે છે. તેને હજુ સુધી કોઈ જીવનસાથી મળ્યો નથી. ગોકુલધામના બધા સભ્યો પણ એ પ્રયત્ન કરે છે કે પોપટલાલના લગ્ન જલ્દી થઈ જાય. તે શોની શરૂઆતથી લઈને આજ સુધી કુંવારા છે. પોપટલાલના લગ્નને લઈને ઘણા ટ્રેક આવ્યા પરંતુ હજુ સુધી તેમના લગ્ન થયા નથી.

ટપ્પુ સેના: ટપ્પુ સેના શોનું ‘હૃદય’ છે. સૌથી વધુ પરિવર્તન ટપ્પુ સેનામાં આવ્યું છે. નાના બાળકોમાંથી તેઓ હવે પુખ્ત બની ગયા છે. શોની શરૂઆતમાં ટપ્પુનું પાત્ર ભવ્ય ગાંધીએ નિભાવ્યું હતું, હવે તેનું સ્થાન રાજ અનડકટે લઈ લીધું છે. પહેલા સોનુનું પાત્ર ઝિલ મહેતા નિભાવતી હતી, ત્યાર પછી નિધિ ભાનુશાલી અને હવે પલક સિંધવાણી નિભાવે છે.

શૈલેષ લોઢા: આ શોમાં તારક મેહતાનું પાત્ર નિભાવનાર અભિનેતા શૈલેષ લોઢાએ થોડા દિવસો પહેલા શોને અલવિદા કહી દીધું છે. શોના લાખો ચાહકો હજુ પણ તેમને પરત આવવા માટે કહી રહ્યા છે. તમને જણાવી દઈએ કે શૈલેષ લોઢાએ વર્ષ 2008 થી 2022 સુધી તારક મેહતાનું પાત્ર નિભાવ્યું.