સલમાન-અક્ષયથી લઈને શાહરૂખ-રિતિક-અજય સુધી બાળપણમાં કંઈક આવા દેખાતા હતા આ 14 સ્ટાર, જુવો તેમની આ તસવીરો

બોલિવુડ

બોલિવૂડ સેલેબ્સની તસવીરો અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. બોલિવૂડ સેલેબ્સનો ક્રેઝ અલગ લેવલનો હોય છે. સોશિયલ મીડિયા પર તેમની જૂની અને બાળપણની તસવીરો ખૂબ વાયરલ થાય છે. ચાલો આજે તમને બોલીવુડના કેટલાક મોટા અને પ્રખ્યાત સ્ટાર્સના બાળપણની તસવીરો બતાવીએ.

વિકી કૌશલ અને કેટરીના કૈફ: વિકી કૌશલ અને કેટરિના કૈફની જોડી હિન્દી સિનેમાની ચર્ચિત જોડીમાંથી એક બની ચુકી છે. જણાવી દઈએ કે આ બંને કલાકારોએ વર્ષ 2021માં 9 ડિસેમ્બર ના રોજ રાજસ્થાનમાં રોયલ સ્ટાઈલમાં ધૂમધામથી લગ્ન કર્યા હતા.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ: રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે લગ્ન પહેલા એકબીજાને 6 વર્ષ સુધી ડેટ કરી હતી. આ સાથે જ હવે બંનેના લગ્નને ચાર વર્ષ પૂર્ણ થઈ ગયા છે. વર્ષ 2018માં બંનેના લગ્ન થયા હતા. બાળપણમાં બંને કંઈક આવા દેખાતા હતા.

અક્ષય કુમાર: બોલિવૂડના સુપરસ્ટાર અક્ષય કુમારને ઓળખવા દરેક માટે ખૂબ જ મુશ્કેલ છે. નાના અક્ષય કુમાર પોતાની ક્યુટનેસથી ચાહકોનું દિલ જીતી રહ્યા છે.

કાજોલ અને અજય દેવગણ: બોલિવૂડની પાવર કપલમાં અજય દેવગણ અને કાજોલ પણ શામેલ છે. તમે બંનેની ઘણી તસવીરો જોઈ હશે, પરંતુ બંનેની બાળપણની તસવીરો પર એક નજર કરો.

અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચન: આ લિસ્ટમાં બચ્ચન પરિવારના બે સ્ટાર્સ પણ શામેલ છે. જે અભિનેતા અભિષેક બચ્ચન અને અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન છે. બાળપણની આ તસવીરોમાં બંને ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ: આ બંને કલાકારો પણ બાળપણમાં ખૂબ જ ક્યૂટ હતા. આ બંને હિન્દી સિનેમાના પ્રખ્યાત કલાકારો છે. એક બાજુ રણબીર કપૂર છે અને બીજી બાજુ તેમની પત્ની આલિયા ભટ્ટ છે.

રિતિક રોશન: બોલિવૂડના સુપરસ્ટાર અને ‘ગ્રીક ગોડ ઑફ બૉલીવુડ’ ના નામથી ઓળખાતા રિતિક રોશનના બાળપણની તસવીર પર પણ એક નજર કરી લો. રિતિક પણ પોતાની ક્યુટનેસથી ચાહકોનું દિલ જીતી રહ્યા છે.

સલમાન ખાન: આ તસવીરમાં એક નહીં પરંતુ ત્રણ અભિનેતા છે. ત્રણેય તેમની નાની બહેન સાથે ઉભા છે. વ્હાઈટ ટી-શર્ટમાં સલમાન ખાન છે. તેમની પાસે અરબાઝ ખાન છે અને તેમની પાસે સોહેલ ખાન છે. જ્યારે છેલ્લે ત્રણેયની બહેન અલવીરા ખાન અગ્નિહોત્રી છે.

શાહરૂખ ખાન: આ એક જાણીતા અભિનેતાના બાળપણની બે તસવીરો છે. જો તમે ઓળખી શક્યા ન હોય તો તમને જણાવી દઈએ કે આ અભિનેતા શાહરૂખ ખાનની તસવીરો છે. તે બાળપણમાં પણ ખૂબ જ ક્યૂટ લાગતા હતા.