સલમાન-પ્રિયંકાથી લઈને રિતિક-કંગના સુધી, આ 12 સ્ટાર્સ વચ્ચે હંમેશા રહેશે દુશ્મનાવટ, જાણો તેમની દુશ્મનાવટનું કારણ

બોલિવુડ

હિન્દી સિનેમાના ઘણા સ્ટાર્સ વચ્ચે ખૂબ જ સારી મિત્રતા છે. સાથે જ ઘણા સ્ટાર્સ એવા પણ છે જેમની વચ્ચે દુશ્મનાવટ પણ છે. હા…તમે સાચું સાંભળ્યું. હિન્દી સિનેમાના ઘણા સ્ટાર્સ એકબીજાને જોવા પણ પસંદ નથી કરતા. આ કેસમાં ઘણા મોટા-મોટા સ્ટાર્સના નામ સામેલ છે. ચાલો આજે તમને કેટલાક સ્ટાર્સની દુશ્મની વિશે જણાવીએ.

સલમાન ખાન અને વિવેક ઓબેરોય: અભિનેતા સલમાન ખાનની ઘણા સ્ટાર્સ સાથે ખૂબ જ સારી મિત્રતા છે અને ઘણા સ્ટાર્સ તેમના દુશ્મન પણ છે. વિવેક ઓબેરોયની ગણતરી પણ સલમાનના દુશ્મનોમાં થાય છે. જણાવી દઈએ કે સલમાન સાથે બ્રેકઅપ પછી એશ્વર્યાનું નામ વિવેક સાથે જોડાયું હતું. ત્યારે સલમાન વિવેકને ફોન કરીને તેને એશ્વર્યાથી દૂર રહેવાની ધમકી આપતા હતા. એકવાર વિવેકે પ્રેસ કોન્ફરન્સમાં આ બધી વાતો કહી હતી. જેના કારણે સલમાન અને તેમની વચ્ચે દુશ્મની વધી ગઈ હતી, ત્યાર પછી એશ્વર્યાએ પણ વિવેકથી અંતર બનાવી લીધું હતું.

કંગના રનૌત અને રિતિક રોશન: પરિણીત હોવા છતાં પણ સુપરસ્ટાર રિતિક રોશનનું દિલ અભિનેત્રી કંગના રનૌત માટે ધડકતું હતું. બંને થોડા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા હતા અને પછી અલગ થઈ ગયા હતા. કંગનાએ ઘણા પ્રસંગો પર રિતિક સાથે તેના સંબંધની વાત સ્વીકારી છે. જો કે બંનેએ બ્રેકઅપ પછી એકબીજા પર ઘણા આરોપો લગાવ્યા હતા. કંગના આજે પણ રિતિક પર તીખા પ્રહાર કરે છે.

શાહરૂખ ખાન અને અજય દેવગણ: શાહરૂખ ખાન અને અજય દેવગણ હિન્દી સિનેમાના બે ખૂબ જ લોકપ્રિય અભિનેતા છે. બંને વચ્ચે પણ ક્યારેય મિત્રતા નહિં થઈ શકે. અજયની પત્ની અને પ્રખ્યાત અભિનેત્રી કાજોલ શાહરૂખની ખૂબ જ નજીકની મિત્ર છે, જ્યારે અજય સાથે શાહરૂખનો સંબંધ આ પ્રકારનો નથી. બંને વચ્ચે સંબંધ બંનેની ફિલ્મના રિલીઝ સમયે બગડી ગયા હતા. બંનેની ફિલ્મો ‘સન ઑફ સરદાર’ અને ‘જબ તક હૈ જાન’ એકસાથે રિલીઝ થઈ હતી. એકવાર એક ઈન્ટરવ્યુમાં કાજોલે કહ્યું હતું કે તેઓ (અજય-શાહરૂખ) મિત્રો નથી.

કંગના રનૌત અને કરણ જોહર: કંગના રનૌત ઘણી વખત ભાઈ- ભત્રીજાવાદના મુદ્દાને લઈને ફિલ્મ નિર્દેશક કરણ જોહરને ઘેરી ચૂકી છે. કંગનાએ ઘણા પ્રસંગો પર કરણ જોહરને ઘેર્યો છે. બંનેના સંબંધો ખૂબ જ ખરાબ છે. ભાગ્યે જ ક્યારેક બંને કલાકારો કોઈ ફિલ્મમાં સાથે કામ કરતા જોવા મળશે.

મલ્લિકા શેરાવત અને ઈમરાન હાશ્મી: મલ્લિકા શેરાવત અને ઈમરાન હાશ્મીએ ફિલ્મ ‘મર્ડર’માં સાથે કામ કર્યું હતું અને આ ફિલ્મમાં બંનેએ જોરદાર કિસિંગ સીન અને ઈન્ટીમેટ સીન આપ્યા હતા. જોકે પછી બંને વચ્ચેના સંબંધ બગડી ગયા હતા. કારણ કે એક ઈન્ટરવ્યુ દરમિયાન ઈમરાને મલ્લિકાને તેની સૌથી ખરાબ ઓન-સ્ક્રીન કિસિંગ પાર્ટનર કહી હતી.

પ્રિયંકા ચોપરા અને સલમાન ખાન: અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને અભિનેતા સલમાન ખાન વચ્ચે પણ દુશ્મની છે. પ્રિયંકાના લગ્ન પહેલા જ બંને વચ્ચેના સંબંધ બગડી ગયા હતા. ખરેખર પ્રિયંકાએ સલમાનની ફિલ્મ ‘ભારત’માંથી પોતાના લગ્નને કારણે નામ પરત લઈ લીધું હતું. પછી ફિલ્મમાં કેટરીનાએ કામ કર્યું હતું. ત્યારપછીથી સલમાન અને પ્રિયંકા વચ્ચેના સંબંધો બગડેલા છે.