સ્કૂલના દિવસો એ સૌથી સુંદર દિવસોમાંથી એક હોય છે. આ તે સમય હોય છે જ્યારે આપણે ઘણા નવા મિત્રો બનાવીએ છીએ. જો કે, જ્યારે કોલેજ અથવા સ્કૂલ સમાપ્ત થઈ જાય છે, ત્યારે દરેકના રસ્તા અલગ થઈ જાય છે. ત્યાર પ્છી ખૂબ ઓછી મિત્રતા જ સુરક્ષિત રીતે ટકી શકે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને બોલિવૂડની દુનિયાના કેટલાક એવા સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે એક સમયે એક જ સ્કૂલમાં ભણતા હતા. તેમાંથી કેટલાક તો એકબીજાના ક્લાસમેટ્સ હતા. આવી સ્થિતિમાં ઘણા વર્ષો પછી પણ આ લોકો એકબીજાના સારા મિત્રો છે. સ્કૂલના સમયે તેમણે વિચાર્યું પણ ન હતું કે ભવિષ્યમાં આ લોકો એક જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ભાગ બનશે અને સાથે કામ પણ કરશે.
નવ્યા નવેલી નંદા અને આર્યન ખાન: અમિતાભ બચ્ચનની ભાણેજ એટલે કે શ્વેતા બચ્ચનની પુત્રી નવ્યા અને શાહરૂખ ખાનનો મોટો પુત્ર આર્યન ખાન બંને લોકપ્રિય સ્ટાર કિડ્સ છે. સોશિયલ મીડિયા પર આ બંનેની તસવીરો છવાયેલી રહે છે. ઘણી વખત બંનેએ સાથે તસવીર પણ ક્લિક કરાવી છે. તેનું કારણ એ પણ છે કે તેમણે લંડનની એક જ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે.
સલમાન ખાન અને આમિર ખાન: ખૂબ ઓછા લોકો જાણે છે કે સલમાન અને આમિર બંને એક જ સ્કૂલમાં ભણ્યા છે. બોક્સ ઓફિસ પર આ બંનેની ફિલ્મો 300 કરોડની કમાણી કરી ચુકી છે. ‘અંદાઝ અપના અપના’માં તો બંનેની જોડી લોકોને ખૂબ જ પસંદ પણ આવી હતી. આજે પણ સલમાન અને આમિર સારા મિત્રો છે.
ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર: ‘બાગી’ ફિલ્મમાં શ્રદ્ધા અને ટાઇગરની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ બંને નવી પેઢીના સુપરસ્ટાર છે. બંનેના ચાહકો કરોડોમાં છે. રસપ્રદ વાત એ છે કે આ બંને માત્ર એક સ્કૂલમાં ભણ્યા જ નથી પરંતુ એકબીજાના ક્લાસમેટ પણ હતા. શ્રદ્ધાએ કરણ જોહરના ચેટ શોમાં જણાવ્યું હતું કે, હું સ્કૂલના દિવસોમાં મને ટાઇગર પર ક્રશ હતો.
આથિયા શેટ્ટી અને કૃષ્ણા શ્રોફ: સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા અને ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા બંને એક જ સ્કૂલમાં ભણ્યા હતા અને ક્લાસમેટ પણ હતા. આજે પણ આ બંને બેસ્ટ ફ્રેન્ડ છે અને અવારનવાર સાથે હેંગઆઉટ કરે છે. કૃષ્ણાને જ્યારે ફિલ્મ લાઇનમાં કોઈ રસ નથી, ત્યારે આથિયા તાજેતરમાં જ ‘મોતીચૂર ચકનાચૂર’માં જોવા મળી હતી.
ટ્વિંકલ ખન્ના અને કરણ જોહર: ટ્વિંકલ અને કરણ બોલિવૂડના લોકપ્રિય BFF એટલે કે બેસ્ટ ફ્રેન્ડ ફોરએવર છે. બંને મહારાષ્ટ્રની એક બોર્ડિંગ સ્કૂલમાં સાથે ભણતા હતા. ત્યારથી લઈને આજ સુધી આ બંને બેસ્ટ ફ્રેન્ડ છે. કરણના ચેટ શો પર આ બંનેએ આ વિષય પર ઘણી વાતો પણ કરી છે.
રિતિક રોશન અને ઉદય ચોપરા: આ વાત કદાચ કોઈ નહીં જાણતું હોય કે રિતિક અને ઉદય બાળપણથી જ એકબીજાના પાક્કા મિત્રો છે. તેમની મિત્રતા ચોથા ધોરણથી ચાલી રહી છે. બંનેએ ધૂમ 2માં સાથે કામ પણ કર્યું છે. આજે પણ આ બંનેની મિત્રતા અકબંધ છે.