ટીવી પર જોવા મળતા આ 12 કલાકાર રિયલ લાઈફમાં છે સગા ભાઈ-બહેન, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

મનોરંજન

બોલિવૂડથી લઈને ટીવી સ્ટાર્સ સુધી આપણે બધા ચહેરાઓને જાણીએ છીએ. કારણ કે આ ચહેરાઓ તેમનું કામ સારી રીતે કરે છે. આ બધા આપણું મનોરંજન કરે છે. આ લોકોએ આપણને તેમની કળા સાથે જોડી રાખ્યા છે. આ સાથે ઘણી એવી જોડીઓ છે જે ટીવી સ્ક્રીન પર એક સાથે જોવા મળે છે. પરંતુ તેમાંથી ઘણી જોડીઓનો રિયલ લાઈફમાં પણ કોઈ સંબંધ હોય છે, કદાચ તમે તેમની વચ્ચેના સંબંધને જાણતા નહિં હોય. તમે ટીવી પર ઘણા પ્રકારની જોડી જોઈ હશે, ભાઈ-બહેન અથવા કંઈક બીજી. આજે અમે તમને ટીવીની પ્રખ્યાત જોડીઓ વચ્ચેનો સંબંધ જણાવવા જઈ રહ્યા છીએ.

મિહિકા વર્મા – મિશકત વર્મા: મિહિકા વર્મા અને મિશકત વર્મા બંને ટીવી ઈન્ડસ્ટ્રીના બે જાણીતા ચહેરાઓ છે. મિહિકા વર્મા ટીવી સીરિયલ ‘યે હૈ મોહબ્બતેં’માં જોવા મળી હતી. આ સીરિયલમાં તેણે મિહિકા નામનું પાત્ર નિભાવ્યું હતું, જે રિયલ લાઈફમાં પણ તેનું નામ છે. બીજી તરફ મિશ્કત વર્મા ટીવી અભિનેત્રી મિહિકા વર્માના નાના ભાઈ છે. તે પણ આ ઈન્ડસ્ટ્રીનો એક જાણીતો ચહેરો પણ છે. સીરીયલ ‘નિશા ઔર ઉસકે કઝીન’ માં તેમની ખૂબ પ્રશંસા થઈ હતી. આ ઉપરાંત મિસ્કત ઇચ્છા પ્યારી નાગિનમાં પણ એક્ટિંગ કરી ચુક્યો છે.

મહર વિજ – પિયુષ સહદેવ: મહર વિજ ટીવીની સાથે ઘણી બોલિવૂડ ફિલ્મોનો પણ ભાગ રહી ચુકી છે. તેણે બોલિવૂડના ભાઈ સલમાન ખાનની સૌથી સુપરહિટ ફિલ્મ બજરંગી ભાઈજાનમાં મુન્નીની માતાની ભૂમિકા નિભાવી હતી. આ સાથે તે આમિર ખાનની ફિલ્મ સિક્રેટ સુપરસ્ટારમાં પણ જોવા મળી હતી. આ ફિલ્મમાં તે ઝાયરા વસીમની માતાની ભૂમિકા નિભાવતી જોવા મળી હતી. મહાર વિજ-પિયુષ સહદેવ બંને ભાઈ-બહેન છે.

તનુશ્રી દત્તા – ઇશિતા દત્તા: બંગાળ બ્યૂટી તરીકે જાણીતી તનુશ્રીએ ઘણી ફિલ્મોમાં સુંદર કામ કર્યું છે. તનુશ્રી દત્તાએ 2004 માં ફેમિના મિસ ઇન્ડિયા યુનિવર્સનો એવોર્ડ પોતાના નામે કર્યો હતો. તેણે બોલિવૂડમાં કંઇ ખાસ કમાલ તો નથી કરી. તનુશ્રીની નાની બહેન ઇશિતા દત્તા પણ એક્ટિંગમાં એક્ટિવ છે.

આલોક નાથ – વિનીતા મલિક: બોલીવુડ ફિલ્મોની દુનિયામાં સંસ્કરી બાબુજીના નામથી પ્રખ્યાત થયેલા આલોક નાથ ઘણી સુપરહિટ ફિલ્મો અને ત્યાર પછી સિરિયલોમાં જોવા મળી ચુક્યા છે. તેમની એક્ટિંગ કારકીર્દિમાં આલોક નાથે ઘણા સુંદર અને યાદગાર પાત્રો નિભાવ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે આલોક નાથ અને વિનીતા મલિક એક બીજાના ભાઈ-બહેન છે. વિનીતા મલિકે યે રિશ્તા ક્યા કહલાતા હૈમાં અક્ષરા સિંઘાનિયાની દાદીની ભૂમિકા નિભાવી હતી.

રિદ્ધિ ડોગરા – અક્ષય ડોગરા: મર્યાદા લેકિન કબ તક નામની આ સીરિયલમાં લોકોએ પહેલી વાર રિદ્ધિ ડોગરાને જોઈ હતી. રિદ્ધિ ડોગરા અક્ષય ડોગરાની બહેન છે. રિદ્ધિ ડોગરાનો ભાઈ અક્ષય ડોગરા પણ બહેનની જેમ ટીવી ઇન્ડસ્ટ્રીમાં એક્ટિંગ કરે છે. તેણે ઇસ પ્યાર કો ક્યા નામ દૂં અને ત્યાર પછી કરોલ બાગ સીરિયલમાં પણ કામ કર્યું છે.

અલકા કૌશલ – વરુણ બડોલા: ટીવીની દુનિયામાં વરૂણ બડોલાનું નામ ખૂબ જાણીતું છે. તેણે ટીવીની સાથે ઘણી ફિલ્મોમાં પણ સુંદર એક્ટિંગ કરી છે. અલકા કૌશલ વરુણ બડોલાની મોટી બહેન છે. અલકા કૌશલ ને તમે ઘણી ટીવી સીરિયલનાં નેગેટિવ પાત્ર નિભાવતા જોઈ હશે. સ્વરાગિની જોડે રિશ્તો કે સુર અને ત્યાર પછી તેને તમે કુબૂલ હૈ માં જોઈ હશે.