આ રીતે પીપળાની 108 પરિક્રમા કરવાથી બદલી જાય છે તમારું નસીબ, દૂર થાય છે ગરીબી

ધાર્મિક

હિન્દુ ધર્મમાં ઘણાં વૃક્ષોને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને આ ઝાડની પૂજા કરવાથી અને તેમની પરિક્રમા કરવાથી વિશેષ લાભ મળે છે. પીપળાની પરિક્રમાનું પણ ખૂબ મહત્વ છે અને આ ઝાડની પરિક્રમા કરવાથી ઈચ્છિત ચીજ મળે છે. પરિક્રમા એટલે ઝાડની આસપાસ ફરવું. શાસ્ત્રોમાં પરિક્રમાને ‘પ્રદક્ષિણા કરવી’ કહેવામાં આવે છે અને તેને પૂજાનો એક ભાગ માનવામાં આવે છે. પીપળાના ઝાડની પરિક્રમા કરવા સાથે ઘણા ફાયદા જોડાયેલા છે, તેથી તમે આ ઝાડની પરિક્રમા જરૂર કરો. એવું માનવામાં આવે છે કે પીપળાના ઝાડની 108 પરિક્રમા કરવાથી ઇચ્છા પૂર્ણ થાય છે. તો ચાલો જાણીએ, પીપળાના ઝાડની પરિક્રમા કરવાના ફાયદા.

શરીર રહે છે સ્વસ્થ: પીપળાના ઝાડની પરિક્રમા કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. શાસ્ત્રો અનુસાર આ ઝાડની છાયામાં ઉભા રહેવાથી શરીરમાં શુદ્ધ હવા અને પુષ્કળ ઓક્સિજન મળે છે. તેથી, જે લોકો આ ઝાડની પરિક્રમા કરે છે તેમને શ્વાસ સંબંધિત બીમારી અને કફની સમસ્યા થતી નથી.

ભગવાનના મળે છે આશીર્વાદ: સ્કંદ પુરાણમાં પીપળના ઝાડનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું છે કે તમામ દેવતાઓ આ વૃક્ષ પર વસે છે. માત્ર આ ઝાડની પરિક્રમા કરવાથી તમામ દેવતાઓના અશીર્વાદ મળી શકે છે. તેથી દેવતાઓને પ્રસન્ન કરવા માટે, આ ઝાડની પરિક્રમા કરવી જોઈએ. પ્રાચીન કાળથી લોકો દેવતાઓને પ્રસન્ન કરવા માટે આ ઝાડની પૂજા કરે છે અને તેની પરિક્રમા કરે છે.

ગરીબી થાય છે દૂર: પીપળાના ઝાડ પર વિષ્ણુજી અને માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર મંગલ મુહૂર્ત દરમિયાન જો પીપળાની પરિક્રમા કરવામાં આવે અને જળ ચળાવવામાં આવે, તો માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ગરીબી જીવનમાંથી દૂર થાય છે. તેથી, જે લોકો ગરીબી અથવા પૈસાના નુકસાનનો સામનો કરી રહ્યા છે, તે લોકો આ ઝાડની પૂજા જરૂર કરો.

 

જીવનમાં આવે સુખ: પીપળાના પૂજનથી દુઃખ અને દુર્ભાગ્યનો નાશ થાય છે અને જીવન સુખથી ભરાઈ જાય છે. જીવનમાં સમૃદ્ધિ મેળવવા માટે દરરોજ આ ઝાડની પૂજા કરો અને ઝાડ પર ચોખા ચળાવો. આ ઉપાય સતત 11 દિવસ સુધી કરવાથી જીવન ખુશીથી ભરાઈ જશે.

શનિદેવથી થાય છે રક્ષા: જે લોકોની કુંડળીમાં શનિની દિશા યોગ્ય ચાલી રહી નથી તે પીપળાના ઝાડની પૂજા કરો. શનિવાર અથવા અમાસના દિવસે પીપળાના ઝાડની પૂજા કરવાથી અને આ ઝાડની સાત પરિક્રમા કરવાથી શનિની પીડાથી મુક્તિ મળી શકે છે. પરિક્રમા પછી આ ઝાડ પર કાળા તલ પણ ચળાવો.

રાખો આ બાબતોનું ધ્યાન: પરિક્રમા કરતા પહેલા પીપળાના ઝાડની પૂજા કરો. પૂજા દરમિયાન, પીપળાના ઝાડ પર જળ ચળાવો અને લાલ મોલીનો દોરો બાંધી દો. ત્યાર પછી પરિક્રમા કરો. ઓછામાં ઓછી 3 વખત આ ઝાડની પૂજા કરો. તો 108 વખત પીપળાની પૂજા કરવાથી ટૂંક સમયમાં જ ફળ મળે છે. પરિક્રમા પછી આ ઝાડને સ્પર્શ જરૂર કરો.