શક્તિ કપૂરથી લઈને ડૈની સુધી, જાણો શું કરે છે આ 10 ફિલ્મી વિલનના પુત્રો

બોલિવુડ

ફિલ્મી દુનિયામાં જે રીતે એક હીરોની મુખ્ય ભૂમિકા હોય છે, તેવી જ રીતે વિલનનું પણ એક દમદાર પાત્ર હોય છે. ખૂબ ઓછી એવી ફિલ્મો હોય છે જેમાં કોઈ વિલનનું પાત્ર ન હોય કારણ કે વિલનના કારણે ફિલ્મોની સ્ટોરી હિટ જાય છે. જણાવી દઈએ કે ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા વિલન છે જેમણે પોતાની દમદાર એક્ટિંગથી દર્શકોના દિલ જીતી લીધા અને આજે પણ તેમને પસંદ કરવામાં આવે છે. આ દરમિયાન, અમે તમને વિલનનું પાત્ર નિભાવનાર સ્ટાર્સના પુત્રો વિશે જણાવીશું. જ્યાં આ સ્ટાર્સ પોતાની કારકિર્દીમાં દર્શકોની વચ્ચે પોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યા છે, તો તેમના પુત્રો શું કરે છે એ જાણવા માટે ચાહકો ખૂબ ઉત્સાહિત રહે છે. ચાલો જાણીએ પ્રખ્યાત વિલનના પુત્રો વિશે.

અમઝદ ખાન: ફિલ્મ ‘શોલે’માં ગબ્બર સિંહની ભૂમિકા નિભાવીને પ્રખ્યાત થયેલા અભિનેતા અમજદ ખાનને કોણ નથી જાણતું.જાણાવી દઈએ કે અમજદ ખાનના પુત્ર શાદાબ ખાને ફિલ્મ ‘રાજા કી આયેગી બારાત’ દ્વારા બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. જોકે તેની આ ફિલ્મ સફળ ન થઈ શકી. ત્યાર પછી તેણે વૉઇસ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું.

શક્તિ કપૂર: બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા શક્તિ કપૂરની પુત્રી શ્રદ્ધા કપૂર જ્યાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની એક પ્રખ્યાત અભિનેત્રી છે, તો તેમનો પુત્ર સિદ્ધાર્થ કપૂર પણ ઘણી બોલિવૂડ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે, જો કે તેમને પોતાના પિતાની જેમ સફળતા મળી શકી નથી.

ડેની ડેન્ઝોંગપ્પા: બોલિવૂડની ઘણી ફિલ્મોમાં વિલનનું પાત્ર નિભાવીને પ્રખ્યાત થયેલા અભિનેતા ડેની ડેન્ઝોંગપાના પુત્રનું નામ રિઝિંગ ડેન્ઝોંગપ્પા છે. જો કે તેણે હજુ સુધી ફિલ્મી દુનિયામાં પગ મૂક્યો નથી, પરંતુ ટૂંક સમયમાં તે પોતાની એક્ટિંગ કરકિર્દીની શરૂઆત કરી શકે છે.

ગુલશન ગ્રોવર: બોલિવૂડના બેડમેનનું પાત્ર નિભાવીને પ્રખ્યાત થયેલા અભિનેતા ગુલશન ગ્રોવરનો પુત્ર સંજય ગ્રોવર પણ બોલિવૂડમાં કામ કરવા ઈચ્છે છે, જો રિપોર્ટ્સનું માનીએ તો સંજય ગ્રોવર હાલમાં એક ઇન્ટરનેશનલ પ્રોજેક્ટનું કામ સંભાળી રહ્યા છે.

રઝા મુરાદ: હિન્દી સિનેમાની ઘણી ફિલ્મોમાં વિલનની ભૂમિકા નિભાવનાર રઝા મુરાદને કોણ નથી ઓળખતું. સાથે જ તેમનો પુત્ર અલી મુરાદ બોલિવૂડમાં પગ મૂકવા માટે તૈયાર છે. કહેવામાં આવી રહ્યું છે કે અલી મુરાદ હાલમાં લંડનમાં રહીને થિયેટરની ટ્રેનિંગ લઈ રહ્યો છે અને ટૂંક સમયમાં બોલિવૂડ તરફ વળશે.

સુરેશ ઓબેરોય: પ્રખ્યાત અભિનેતા સુરેશ ઓબેરોયે પણ ઘણી ફિલ્મોમાં વિલનનું પાત્ર નિભાવ્યું હતું અને દરેક પાત્રમાં તેને પસંદ કરવામાં આવ્યા હતા. સાથે જ તેમના પુત્ર વિવેક ઓબેરોયને પણ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં સારી સફળતા મળી છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તે ખૂબ ઓછા ફિલ્મોમાં જોવા મળી રહ્યા છે.

કબીર બેદી: બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા કબીર બેદીએ પણ ઘણી ફિલ્મોમાં વિલનની ભૂમિકા નિભાવી છે. સાથે જ તેમના પુત્ર અદમ બેદી ઈંટરનેશનલ મોડલ તરીકે પ્રખ્યાત છે.

દિલીપ તાહિલ: નેગેટિવ અને પોઝિટિવ પાત્રમાં જોવા મળેલા પ્રખ્યાત અભિનેતા દિલીપ તાહિલના પુત્ર ધ્રુવ તાહિલ પણ એક્ટિંગની દુનિયામાં પગ જમાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. રિપોનું માનીએ તો ધ્રુવ તાહિલ લંડનમાં મોડલિંગ કરે છે.

મૈક મોહન: ફિલ્મ ‘શોલે’માં શંભાનું પાત્ર નિભાવનાર પ્રખ્યાત અભિનેતા મેક મોહને પણ ઘણી ફિલ્મોમાં વિલનનું પાત્ર નિભાવ્યું છે. તેમની પુત્રીઓ પણ પ્રખ્યાત છે, તો તેમનો પુત્ર વિક્રાંત મોહન પણ એક્ટિંગની દુનિયામાં પગ મુકવા જઈ રહ્યો છે.

એમ.બી. શેટ્ટી: 80ના દાયકામાં ઘણી ફિલ્મોમાં વિલનના પાત્રથી પ્રખ્યાત થયેલા અભિનેતા એમ.બી. શેટ્ટીના પુત્ર રોહિત શેટ્ટી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત ડાયરેક્ટર છે અને તેમને દરેક ઓળખે છે. જણાવી દઈએ કે તે આજે પણ ફિલ્મોનું નિર્માણ કરી રહ્યા છે.