ગણેશ ચતુર્થી પર મૂર્તિ સ્થાપિત કરતા સમયે આ વાતનું રાખો ધ્યાન, 10 દિવસમાં બદલાઈ જશે નસીબ

ધાર્મિક

ભારતમાં ગણેશ ચતુર્થી સૌથી પ્રખ્યાત તહેવાર છે. લોકો દર વર્ષે તેને ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમ સાથે ઉજવે છે. ખાસ કરીને બાળકો, ભગવાન ગણેશને ખૂબ પસંદ કરે છે અને તેમની પૂજા કરીને બુદ્ધિ અને સારા નસીબના આશીર્વાદ મેળવે છે. લોકો આ તહેવારની તૈયારી એક મહિના પહેલા, એક અઠવાડિયા અથવા તે જ દિવસથી શરૂ કરી દે છે. ગણેશ ચતુર્થીના તહેવારમાં બજારની રોનક જોવાલાયક હોય છે. દરેક જગ્યાએ ગણેશજીની મૂર્તિઓથી દુકાનો ભરાઈ જાય છે.

આ વખતે દેશભરમાં 31 ઓગસ્ટના રોજ વિધ્નહર્તા પાર્વતી નંદન ભગવાન ગજાનનની ગણેશ ચતુર્થી ઉજવવામાં આવશે. આ દિવસે દરેક ઘરમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે. આ દિવસે ઘરો અને સાર્વજનિક જગ્યાઓ પર ગણેશજીની સુંદર મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે. આ વખતે બુધવારથી ગણેશોત્સવની શરૂઆત થતા 10 દિવસ વધુ શુભ બની ગયા છે.

જ્યોતિષીઓ મુજબ જો આ 10 દિવસો દરમિયાન ભગવાન ગણેશની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે અને કેટલાક નિયમોનું પાલન કરવામાં આવે તો આખું વર્ષ સુખ-સમૃદ્ધિ રહે છે. તેની સાથે ભગવાન ગણેશના આશીર્વાદથી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે.

જાણો ગણેશની સ્થાપનાના નિયમો: તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવ ખૂબ જ ધામધૂમ સાથે ઉજવવામાં આવે છે. હિંદુ ધર્મમાં, ભગવાન ગણેશ વિદ્યા, બુદ્ધિ, વિઘ્નહર્તા, વિનાશક, શુભ, સિદ્ધિદાયક અને સમૃદ્ધિદાતાના પ્રતીક છે. જો તમે તમારા ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરી રહ્યા છો, તો તમારે આ વાતનું ધ્યાન રાખવું પડશે કે ગણપતિની મૂર્તિ ઉત્તર-પૂર્વ દિશામાં સ્થાપિત કરો. આ સાથે તમારે ધ્યાન રાખવું જોઈએ કે મૂર્તિનું મુખ પશ્ચિમ તરફ હોવું જોઈએ.

જે જગ્યાએ તમે ગણેશ સ્થાપન કર્યું છે, તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે ત્યાં હંમેશા સ્વચ્છતા હોવી જોઈએ. તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કે તે જગ્યાએ કચરો ન રહે. આ ઉપરાંત તે જગ્યાએ કોઈપણ પ્રકારની અશુદ્ધિ ન રહેવી જોઈએ. ચામડાનો સામાન પણ આ સ્થાનની આસપાસ ન લાવવો જોઈએ.

જો તમે ગણેશ સ્થાપન કરી રહ્યા છો તો દરરોજ સવારે પૂજા કરો અને સાંજે આરતી કરો. સવાર-સાંજ ભગવાનને પ્રસાદ ચઢાવો, ધૂપ-દીપ પ્રગટાવો.

જો તમે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી છે તો ત્યાર પછી આ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે તમે ગણેશજીની મૂર્તિને હલાવો નહીં. ગણેશજીની મૂર્તિને વિસર્જન સમયે જ હલાવી શકો છો.

તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે ભૂલથી પણ ગણેશજીને તુલસીના પાન ન ચળાવો. ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરવામાં આવે છે. ગણેશજીની પૂજામાં દુર્વા અર્પણ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગણપતિની સ્થાપના દરમિયાન તમારા મનમાં ખરાબ ભાવનાઓ ન લાવવી કે કોઈ ખોટું કામ ન કરવું.

જો તમે ઘરમાં ગણેશજીની સ્થાપના કરી હોય તો ન તો માંસાહારી-દારૂ વગેરે અને તામસિક ચીજો નું સેવન કરો. તમને જણાવી દઈએ કે ગણેશોત્સવ દરમિયાન લસણ, ડુંગળીનું સેવન પણ ન કરવું જોઈએ.