ગમે તે થઈ જાય, એકબીજા સાથે કામ કરવા નથી ઈચ્છતા આ 10 બોલીવુડ કલાકાર, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

બોલિવૂડની અંદર શું ચાલી રહ્યું છે તે ખૂબ ઓછા લોકો જાણે છે. બહારથી માયાનગરી ખૂબ જ સુંદર લાગે છે જ્યાં દરેક એકબીજાના મિત્ર છે. દરેક હળીમળીને રહે છે. બસ તે દેખાડાની વાત માટે છે. ફિલ્મી દુનિયાની અંદર ખૂબ પોલિટિક્સ ચાલે છે. આજે અમે તમને એવા સ્ટાર્સનો પરિચય કરાવીએ જે એકબીજા સાથે કામ કરવા ઈચ્છતા નથી. પરિસ્થિતિ એ છે કે જો તેઓ કોઈ ફિલ્મ સાઈન કરતા પહેલા તે સ્ટારનું નામ પણ સાંભળી લે તો મોટી-મોટી ફિલ્મો છોડી દે છે.

કરીના કપૂર: કપૂર પરિવારની વારસદાર કરીના કપૂરે પોતાની એક્ટિંગથી દરેકનું દિલ જીતી લીધું છે. તે ટોપ અભિનેત્રીઓમાં શામેલ છે. આજકાલ તે ફિલ્મો ઓછી કરે છે, છતાં પણ તેની ટીઆરપી હંમેશા હાઈ રહે છે. દરેક વ્યક્તિ તેની સુંદરતાના દિવાના છે. સમાચારનું માનીએ તો કરીના કપૂર ઈમરાન હાશ્મી સાથે કામ કરવા ઈચ્છતી નથી. તેને ‘બદતમીઝ દિલ’ ફિલ્મની ઓફર મળી હતી. જ્યારે તેણે સ્ટાર તરીકે ઈમરાન હાશ્મીનું નામ સાંભળ્યું તો તેણે ફિલ્મ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી.

કેટરીના કૈફ: વિદેશથી આવીને બોલિવૂડમાં જેટલું નામ કેટરીના કૈફે કમાવ્યું છે, તે ભાગ્યે જ કોઈ વિદેશી છોકરીએ કમાવ્યું હશે. તે લગ્ન પણ કરી ચુકી છે. આ સમયે તે ટાઇગર 3ના શૂટિંગમાં વ્યસ્ત ચાલી રહી છે. તેની પાસે મોટા-મોટા પ્રોજેક્ટ્સની કોઈ કમી નથી. જોકે કેટની બે ફિલ્મો ફિતૂર અને જગ્ગા જાસૂસ ફ્લોપ રહી હતી. ત્યાર પછી, તે ફિલ્મોની બાબતમાં ખૂબ જ ચૂઝી બની ગઈ. સાથે જ સ્ટારને લઈને પણ ચૂઝી છે. તેણે આદિત્ય રોય કપૂર સાથે ફિલ્મ કરવાની સ્પષ્ટ મનાઈ કરી હતી.

રણવીર સિંહ: એનર્જીથી ભરપૂર બોલિવૂડ હીરો રણવીર સિંહનું નામ પણ આ લિસ્ટમાં આવે છે. તાજેતરમાં તેમની ફિલ્મ જયેશ ભાઈ જોરદાર રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં તેની એક્ટિંગની ખૂબ પ્રસંશા થઈ રહી છે. આ અભિનેતા પણ એક હિરોઈન સાથે કામ કરવા નથી ઈચ્છતા. તે કોઈ અન્ય નહીં પરંતુ કેટરીના કૈફ છે. રિપોર્ટ્સ મુજબ રણવીર સિંહને ‘બાર બાર દેખો’ ફિલ્મની ઓફર મળી હતી. પરંતુ દીપિકા અને કેટની પરસ્પર બનતી નથી. આવી સ્થિતિમાં ફિલ્મમાં કૅટની હાજરીની જાણ થતાં જ તેણે ફિલ્મ માટે ના કહી દીધી હતી.

રણબીર કપૂર: તાજેતરમાં જ અભિનેતા રણબીર કપૂર દૂલ્હા બન્યા છે. તેણે આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા છે. તેણે ઘણી હિટ ફિલ્મો આપીને બોલિવૂડમાં પોતાની ખાસ જગ્યા બનાવી લીધી છે. એવું કોણ છે જે રણબીર કપૂર સાથે કામ કરવા નથી ઈચ્છતું. પરંતુ શું તમે જાણો છો કે તે એક અભિનેત્રી સાથે ક્યારેય કામ કરવા ઈચ્છતા નથી. તેનું નામ સોનાક્ષી સિંહા છે. હા, રણબીરને એક ફિલ્મની સ્ક્રિપ્ટ ખૂબ પસંદ આવી હતી. પરંતુ ફિલ્મમાં સોનાક્ષીનું નામ સાંભળતા જ રણબીરે મનાઈ કરી હતી.

એશ્વર્યા રાય બચ્ચન: એશ્વર્યા રાય પણ તે બોલિવૂડ સેલેબ્સમાંથી એક છે જેમને કોઈ ખાસ સ્ટાર સાથે કામ કરવામાં તકલીફ છે. તે અભિનેતા ઈમરાન હાશ્મી છે. હા, એશ્વર્યાને એક વખત ‘બાદશાહો’ ફિલ્મની ઓફર મળી હતી પરંતુ તેણે આ ફિલ્મ કરવાની મનાઈ કરી હતી. આ ફિલ્મમાં ઇમરાન હાશ્મીના નામની જાણ થતાં જ અભિનેત્રીએ ફિલ્મની ઓફર રિજેક્ટ કરી હતી. ખરેખર ઈમરાને એક શોમાં એશ્વર્યાને પ્લાસ્ટિક કહ્યું હતું. જેના કારણે ઐશ્વર્યા તેના પર ગુસ્સે થઈ ગઈ હતી.