સલમાનથી લઈને કેટરીન સુધી, જાણો પાર્ટી અટેંડ કરવા માટે કેટલી ફી ચાર્જ કરે છે બોલિવુડના આ 10 પ્રખ્યાત સ્ટાર્સ

બોલિવુડ

બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સની માત્ર દેશમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં જબરદસ્ત ફેન ફોલોઈંગ જોવા મળે છે અને આવી સ્થિતિમાં આ સ્ટાર્સના ચાહકો ઘણીવખત પોતાના લગ્ન અથવા અન્ય કાર્યક્રમમાં પોતાના ફેવરિટ સ્ટાર્સને પરફોર્મ કરવા માટે આમંત્રિત કરે છે જેના માટે ફિલ્મી દુનિયાના સ્ટાર્સ મોટી ફી ચાર્જ કરે છે. આજે અમે તમને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના કેટલાક પ્રખ્યાત સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે કોઈપણ ઈવેન્ટમાં પરફોર્મ કરવા માટે મોટી ફી ચાર્જ કરે છે, તો ચાલો જાણીએ શાહરૂખ ખાન, અક્ષય કુમાર, પ્રિયંકા ચોપરાથી લઈને કેટરિના કૈફ સુધી કોઈ પણ પાર્ટીમાં પર્ફોર્મંસ આપવા માટે કેટલી ફી ચાર્જ કરે છે.

બોલિવૂડના બાદશાહ કહેવાતા શાહરૂખ ખાનની લોકપ્રિયતા દુનિયાભરમાં જોવા મળે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ શાહરૂખ ખાન કોઈપણ પાર્ટીમાં શામેલ થવા માટે 3 કરોડ રૂપિયાની મોટી ફી ચાર્જ કરે છે.

બોલિવૂડના ખિલાડી કહેવાતા અક્ષય કુમારની ફેન ફોલોઈંગ પણ ખૂબ જબરદસ્ત છે અને તેના ચાહકો ઘણી વખત અભિનેતાને પોતાના લગ્નની પાર્ટીમાં પરફોર્મ કરવા માટે બોલાવે છે અને સાથે જ અક્ષય કુમાર કોઈપણ ફંક્શનમાં પરફોર્મંસ આપવા માટે 2.5 કરોડ રૂપિયાની મોટી ફી ચાર્જ કરે છે અને માત્ર પાર્ટીમાં શામેલ થવા માટે અભિનેતા 1.5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા, જે હવે એક ગ્લોબલ સ્ટાર બની ચુકી છે અને તમને જણાવી દઈએ કે એક સમયે પ્રિયંકા ચોપરા લગ્નમાં બોલાવવામાં આવતી સૌથી ચર્ચિત સેલિબ્રિટીઝમાંથી એક હતી. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો પ્રિયંકા ચોપરા કોઈ પણ વેડિંગ ફંક્શનમાં શામેલ થવા માટે અને પર્ફોર્મ આપવા માટે 2.5 કરોડ રૂપિયાની મોટી ફી ચાર્જ કરે છે.

બોલિવૂડની નંબર વન અભિનેત્રી કહેવાતી દીપિકા પાદુકોણની વાત કરીએ તો, દીપિકા કોઈપણ વેડિંગ પાર્ટી અથવા ફંક્શનમાં પરફોર્મ કરવા માટે 2.5 કરોડ રૂપિયાની મોટી ફી ચાર્જ કરે છે.

બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ પોતાની શ્રેષ્ઠ ડાન્સિંગ સ્કિલ અને લુકના કારણે પાર્ટીઓ અને લગ્નોમાં પરફોર્મ કરવા માટે ખૂબ જ ડિમાંડમાં રહે છે અને તમને જણાવી દઈએ કે કેટરિના કૈફ માત્ર કોઈ પણ ફંક્શનમાં શામેલ થવા માટે એક કરોડ રૂપિયા ફી ચાર્જ છે અને સાથે જ જ્યારે તે કોઈપણ ફંક્શનમાં પરફોર્મ કરે છે ત્યારે તેના માટે કેટરીના કેટરીના કેફ 2.5 કરોડ રૂપિયાની ફી લે છે.

બોલિવૂડ અભિનેતા રણવીર સિંહનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે અને રણવીર સિંહ કોઈપણ પાર્ટીમાં શામેલ થવા માટે 1 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

સુપરસ્ટાર રિતિક રોશન ઈન્ડસ્ટ્રીના સૌથી ગુડ લુકિંગ અને સુપરહિટ ડાન્સરમાંથી એક છે અને તમને જણાવી દઈએ કે રિતિક રોશન કોઈપણ પાર્ટીમાં પરફોર્મ કરવા માટે 2.5 કરોડ રૂપિયા ફી ચાર્જ કરે છે.

બોલિવૂડના દબંગ કહેવાતા સલમાન ખાન છેલ્લા ઘણા સમયથી વેડિંગ ફંક્શન અને પાર્ટીઓમાં પોતાનું પર્ફોર્મન્સ આપી રહ્યા છે અને મીડિયા રિપોર્ટ્સ મુજબ સલમાન ખાન કોઈપણ પાર્ટીમાં પરફોર્મ કરવા માટે 1.5 થી 2 કરોડ જેટલી મોટી રકમ લે છે.

બોલિવૂડ અભિનેતા રણબીર કપૂરનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે અને રણબીર કપૂર કોઈપણ પાર્ટીમાં શામેલ થવા માટે બે કરોડ રૂપિયા ફી ચાર્જ કરે છે.

બોલિવૂડની બેબી ડોલ સની લિયોનનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે અને સની લિયોન કોઈપણ ઈવેન્ટમાં સ્ટેજ પરફોર્મન્સ માટે 23 લાખ રૂપિયા ફી ચાર્જ કરે છે.