આજના આ આર્ટિકલમાં દુનિયાના કેટલાક અમીર ક્રિકેટરો વિશે વાત કરીએ. ક્રિકેટની રમતમાંથી ખેલાડીઓ ખૂબ ખ્યાતિની સાથે સાથે ખૂબ પૈસા પણ કમાય છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ દુનિયાના 10 સૌથી અમીર ક્રિકેટરો વિશે. તેમાં ભારતની સાથે જ વિદેશના ઘણા દિગ્ગજો શામેલ છે. તો ચાલો શરુ કરીએ.
એડમ ગિલક્રિસ્ટ: હાલમાં જ સીઈઓ વર્લ્ડ મેગેઝીને એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ વિકેટ કીપર બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટને દુનિયાના સૌથી અમીર ક્રિકેટર જણાવ્યા છે. ગિલક્રિસ્ટની કુલ સંપત્તિ 380 મિલિયન ડોલરછે.
સચિન તેંડુલકર: ‘ક્રિકેટના ભગવાન’ સચિન તેંડુલકરને CEO વર્લ્ડ મેગેઝિનના રિપોર્ટમાં દુનિયાના બીજા સૌથી અમીર ક્રિકેટર જણાવ્યા છે. માસ્ટર-બ્લાસ્ટર સચિન તેંડુલકરની કુલ સંપત્તિ લગભગ 170 મિલિયન ડોલર છે.
એમ એસ ધોની: પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની દુનિયાના ત્રીજા સૌથી અમીર ક્રિકેટર છે. ધોની પાસે અબજો રૂપિયાની સંપત્તિ પણ છે. IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સની કમાન સંભાળનાર ધોનીની કુલ સંપત્તિ 115 મિલિયન ડોલર છે.
વિરાટ કોહલી: ગિલક્રિસ્ટ, તેંડુલકર અને ધોની પછી દુનિયાના સૌથી અમીર ક્રિકેટરમાં શામેલ છે દિગ્ગઝ વિરાટ કોહલી. કિંગ કોહલી પાસે પણ અબજો રૂપિયાની સંપત્તિ છે. હાલમાં, વિરાટ કોહલી 112 મિલિયન ડોલરની સંપત્તિના માલિક છે.
રિકી પોન્ટિંગ: આ લિસ્ટમાં આગળનું સ્થાન ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગને મળ્યું છે. ઓસ્ટ્રેલિયાના સર્વશ્રેષ્ઠ ખેલાડી રહી ચુકેલા રિકીની કુલ સંપત્તિ આ મેગેઝીને 75 મિલિયન ડોલર જણાવી છે.
જેક્સ કૈલિસ: સીઈઓ મેગેઝીનના રિપોર્ટનું માનીએ તો, દક્ષિણ આફ્રિકાના પૂર્વ ઓલરાઉન્ડર જેક કૈલિસ દુનિયાના છઠ્ઠા સૌથી અમીર ક્રિકેટર છે. મેગેઝિને તેમની કુલ સંપત્તિનો આંકડો 70 મિલિયન ડોલર જણાવ્યો છે.
બ્રાયન લારા: બ્રાયન લારા વેસ્ટ ઈન્ડિઝના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર રહ્યા છે. બ્રાયન લારાની ગણતરી વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ક્રિકેટરોમાં થાય છે. આ મહાન બેટ્સમેનની કુલ સંપત્તિ 60 મિલિયન ડોલર હોવાનું જણાવવામાં આવે છે.
વિરેન્દ્ર સેહવાગ: ભારતના પૂર્વ વિસ્ફોટક ઓપનર બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે. પોતાની તાબડતોડ બેટિંગથી દરેકના દિલ જીતી લેનાર વીરેન્દ્ર સેહવાગને આ લિસ્ટમાં આઠમું સ્થાન મળ્યું છે. રિપોર્ટ મુજબ સેહવાગની કુલ સંપત્તિ 40 મિલિયન ડોલર છે.
યુવરાજ સિંહ: ભૂતપૂર્વ ભારતીય ધાકડ બેટ્સમેન અને બોલર યુવરાજ સિંહ દુનિયાના નવમા સૌથી અમીર ક્રિકેટર છે. રિપોર્ટ મુજબ તેમની પાસે 35 મિલિયન ડોલરની કુલ સંપત્તિ છે.
સ્ટીવ સ્મિથ: આ લિસ્ટમાં છેલ્લું સ્થાન આપવામાં આવ્યું છે ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથને. હાલમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ સંભાળી રહેલા સ્ટીવ સ્મિથની કુલ સંપત્તિ 30 મિલિયન ડોલર છે.