આ છે બોલીવુડની 10 સૌથી ફેવરિટ અને પ્રખ્યાત માતા, પડદા પર જોયા પછી મનમાં વસી ગયો છે તેમનો ચેહરો, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

દુનિયાભરમાં આજે મધર્સ ડે ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ દરેક માતાને સમર્પિત છે. દર વર્ષે દુનિયાભરમાં મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે ઉજવવામાં આવે છે. આ વખતે મધર્સ ડે 8 મેના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. રિયલ લાઈફની સાથે સાથે હિન્દી સિનેમામાં પણ માતાનું મહત્વ અને યોગદાન ખૂબ જ રહ્યું છે. મોટા પડદા પર ઘણી એવી અભિનેત્રીઓ રહી છે જેમણે માતાના પાત્રમાં દરેકના દિલ જીતી લીધા હતા. દરેક વખતે અલગ અલગ રીતે મોટા પડદા પર માતાની વાર્તા, માતાની મમતા, માતાની હિંમત, માતાનો ઉછેર બતાવવામાં આવ્યો છે. માતાના અનેક સ્વરૂપો આપણે અત્યાર સુધી જોયા છે. આવી સ્થિતિમાં, આજે મધર્સ ડેના ખાસ પ્રસંગ પર, અમે તમને હિન્દી સિનેમાની 10 એવી અભિનેત્રીઓનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ જેમને માતાના પાત્રમાં ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને તેમણે આ પાત્રને જીવંત કર્યું.

નિરુપા રોય: જ્યારે પણ હિન્દી સિનેમામાં માતાના પાત્રની વાત થાય છે ત્યારે દિગ્ગજ અભિનેત્રી નિરુપા રોયનું નામ સૌથી પહેલા આવે છે. 70 અને 80ના દાયકામાં નિરુપા રોયે ઘણા કલાકારોની માતાની ભૂમિકા નિભાવી છે. અમિતાભ બચ્ચન અને શશિ કપૂરની માતાની ભૂમિકા ભજવીને તે ખૂબ જ લોકપ્રિય બની હતી. ફિલ્મ ‘દીવાર’માં તે આ બંને દિગ્ગજોની માતા બની હતી. જણાવી દઈએ કે તે સામાન્ય રીતે હિન્દી સિનેમામાં અમિતાભ બચ્ચનની માતાની ભૂમિકા નિભાવવા માટે પ્રખ્યાત છે.

દુર્ગા ખોટે: દુર્ગા ખોટે હિન્દી સિનેમાની સૌથી અમીર અભિનેત્રીઓમાંથી એક હતી. તે મોટા પડદા પર માતાની ભૂમિકામાં પણ જોવા મળી હતી. તેણે ઘણી ફિલ્મોમાં માતાની ભૂમિકા નિભાવી હતી, જો કે તે દિવંગત અભિનેતા ઋષિ કપૂરની માતા બનીને ખૂબ લોકપ્રિય બની હતી. તે ‘કર્જ’ ફિલ્મમાં ઋષિની માતા બની હતી અને તેણે આ પાત્રને અમર કરી દીધું હતું.

રાખી ગુલઝાર: પોતાના સમયમાં, રાખી ગુલઝારે મુખ્ય અભિનેત્રી તરીકે મોટા પડદા પર કામ કર્યું હતું. તે શશિ કપૂર અને અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ કલાકારો સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી જોકે પછી તેણે માતાનું પાત્ર નિભાવ્યું. તેણે વર્ષ 1995ની સુપરહિટ ફિલ્મ ‘કરણ અર્જુન’માં શાહરૂખ ખાન અને સલમાન ખાનની માતાની ભૂમિકા નિભાવીને દરેકની પ્રશંસા મેળવી હતી. આ ફિલ્મ માટે તેને આજે પણ યાદ કરવામાં આવે છે. તેણે ‘બાઝીગર’, ‘બાદશાહ’ સહિત અન્ય ઘણી ફિલ્મોમાં માતાની ભૂમિકા નિભાવી હતી.

અચલા સચદેવ: અચલા સચદેવ મોટા પડદા પર માત્ર માતા જ નહીં પરંતુ દાદી પણ બની છે. તે ફિલ્મ ‘દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે’માં કાજોલની દાદી તરીકે અને ‘કભી ખુશી કભી ગમ’માં શાહરૂખ ખાન અને રિતિક રોશનની દાદી તરીકે જોવા મળી ચુકી છે. અચલા સચદેવનું 30 એપ્રિલ 2012ના રોજ નિધન થયું હતું.

ફરીદા જલાલ: ફરીદા જલાલ ઘણી વખત મોટા પડદા પર માતાના પાત્રમાં જોવા મળી છે. તે બોલીવુડના ઘણા પ્રખ્યાત કલાકારોની માતા બની ચુકી છે. ફરીદાએ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’માં કાજોલની માતા તરીકે અને ફિલ્મ ‘લાડલા’માં અનિલ કપૂરની માતા તરીકે ખૂબ લોકપ્રિયતા મેળવી હતી. આ ઉપરાંત તે ‘કુછ કુછ હોતા હૈ’, ‘કભી ખુશી કભી ગમ’, ‘કહો ના પ્યાર હૈ’ જેવી ઘણી ફિલ્મોમાં પણ આ પાત્રમાં જોવા મળી હતી.

નરગીસ દત્ત: રિયલ લાઈફમાં, હિન્દી સિનેમાના સુપરસ્ટાર સંજય દત્તની માતા નરગીસ દત્ત પોતાના જમાનામાં મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળી હતી. સાથે જ વર્ષ 1957માં આવેલી ભારતીય ઐતિહાસિક ફિલ્મ ‘મધર ઈન્ડિયા’માં તેણે તેની ઉંમરના અભિનેતા સુનીલ દત્ત અને રાજેન્દ્ર કુમારની માતા બનીને દરેકને ચોંકાવી દીધા હતા.

રીમા લાગુ: હિન્દી સિનેમાની માતાઓ વિશે વાત હોય અને તેમાં રીમા લાગુનું નામ ન આવે તેવું ભલા કેવી રીતે બની શકે. રીમા લાગૂએ ઘણી ફિલ્મોમાં માતાની ભૂમિકા નિભાવી છે અને તેમને માતાની ભૂમિકામાં પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી. ‘કયામત સે કયામત તક’માં જુહી ચાવલાની માતા, ‘મૈને પ્યાર કિયા મેં’માં સલમાન ખાનની માતા અને ‘કલ હો ના હો મેં’માં શાહરૂખ ખાનની માતા તરીકેની ભૂમિકાઓ માટે તેને આજે પણ યાદ કરવામાં આવે છે. સાથે જ ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’માં તેણે માતાનું પાત્ર જીવંત કર્યુંહતું.

વહીદા રહમાન: અભિનેત્રી વહીદા રહેમાન પણ મોટા પડદા પર માતાની ભૂમિકામાં જોવા મળી છે. વહીદા રહેમાને માતાની સાથે સાથે દાદીની ભૂમિકા પણ નિભાવી છે. તે ‘કુલી’, ‘ઓમ જય જગદીશ’ અને ‘રંગ દે બસંતી’ જેવી ફિલ્મોમાં માતાની ભૂમિકામાં જોવા મળી છે.

કિરણ ખેર: ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને અભિનેત્રી કિરણ ખેર ઘણી ફિલ્મોમાં માતાની ભૂમિકા નિભવી ચુકી છે. ફિલ્મ ‘દોસ્તાન’માં તે એક કુલ માતાના પાત્રમાં જોવા મળી તો, ફિલ્મ ‘દેવદાસ’માં તેણે એક કઠોર અને સ્વાભિમાની માતાની ભૂમિકામાં ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.

જયા બચ્ચન: સમાજવાદી પાર્ટીની નેત્રી અને દિગ્ગજ અભિનેત્રી જયા બચ્ચને પોતાના સમયમાં ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકે કામ કર્યું હતું, જોકે પછી તે માતાની ભૂમિકામાં પણ જોવા મળી હતી. મોટા પડદા પર જયા બચ્ચન ‘હઝાર ચૌરાસી કી મા’, ‘કભી ખુશી કભી ગમ’ અને ‘કલ હો ના હો’માં માતાની ભૂમિકામાં જોવા મળી હતી. ‘કભી ખુશી કભી ગમ’માં માતાની ભૂમિકામાં તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી, જ્યારે તેને ‘કલ હો ના હો’ માટે ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.