હાર્દિક પંડ્યા-નતાશા સ્ટેનકોવિક એ રાખ્યું પુત્રનું નામ,આ નામથી ઓળખાશે જુનિયર પંડ્યા …

Uncategorized
  • તાજેતરમાં જ ક્રિકેટર હાર્દિક પંડ્યાના ઘરે કિલકારીઓ ગુંજી ઉઠી છે. તાજેતરમાં જ તેની પત્ની નતાશા સ્ટેનકોવિકે એક પુત્રને જન્મ આપ્યો છે. હાર્દિકે પોતે આ માહિતી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આપી હતી. પોતાની ખુશી વ્યક્ત કરતાં પુત્રની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી અને લખ્યું કે, “અમારા ઘરે બેબી બોય નો જન્મ થયો છે”.

 

  • હાર્દિકે શેર કરેલી આ તસવીરમાં પુત્રનો ચહેરો જોવા મળ્યો ન હતો. જો કે, બાદમાં તેણે બીજી એક તસવીર શેર કરી, જેમાં લોકો તેમના પુત્રને જોઈ શક્યા.જ્યારે હાર્દિકે તેના પિતા બનવા વિશે જણાવ્યું, સોશિયલ મીડિયા પર તેમને અભિનંદન આપનારા લોકોનો વધારો થઈ ગયો. ચાહકોથી લઈને સેલેબ્સ સુધી, તેને પિતા બનવાની શુભેચ્છા આપી.
  • હાર્દિકની પત્ની નતાશાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને બંને તેના પુત્રને લઈને ઘરે આવ્યા છે. નવા-નવા માતા-પિતા બનવાની ખુશીમાં, હાર્દિકના મોટા ભાઈ ક્રુણાલ પંડ્યા અને તેની પત્ની પંખુડીએ એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું. પાર્ટીમાં જે કેક હતી તેને કારણે હાર્દિકના પુત્રનું નામ પણ બહાર આવ્યું છે.
  • થયો પુત્રના નામનો ખુલાશો

  • નોંધપાત્ર વાત એ છે કે હાર્દિક અથવા નતાશા તરફથી અત્યાર સુધી એ વાતનો ખુલાસો કરવામાં આવ્યો નથી કે તે તેમના પુત્રનું નામ શું રાખી રહ્યા છે. પરંતુ કેક કંપનીએ આ વાતનો ખુલાસો કર્યો છે. ખરેખર, કેક કંપની તરફથી લાઇવ તસવીરો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવામાં આવી છે, જેમાં કેક પર નતાશાના નામની સાથે પુત્રનું નામ પણ લખાયેલું છે. જેમ તમે તસવીરમાં જોઈ શકો છો, કેક પર ‘વેલકમ નટ્સ (નતાશા) અને અગસ્ત્ય’ લખેલું છે.તેનાથી ખબર પડે છે કે બંનેએ તેમના પુત્રનું નામ અગસ્ત્ય રાખ્યું છે
  • એક્સ બોયફ્રેન્ડે પણ આપ્યા અભિનંદન
  • તમને જણાવી દઈએ કે,નતાશાને તેના એક્સ બોયફ્રેન્ડ અલી ગોની એ પણ શુભેચ્છા આપી છે. અલીએ નતાશા સાથે પોતાનો ફોટો ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરતી વખતે લખ્યું કે, “અરે મમ્મી બની ગઈ,બધાઈ હો “. અલીએ નતાશા અને હાર્દિકને પોતાની પોસ્ટમાં ટેગ કરીને દિલ પણ બનાવ્યું હતું. ખરેખર, નતાશા હાર્દિક પંડ્યાથી પહેલાં ટીવી એક્ટર અલી ગોનીને ડેટ કરતી હતી. અલી અને નતાશા ઘણા લાંબા સમય સુધી સાથે હતા, પરંતુ વર્ષ 2015 માં બંનેનો બ્રેકઅપ થઈ ગયો.
  • જાન્યુઆરીમાં કર્યો હતો પ્રપોજ

  • જ્યારે નતાશા ગર્ભવતી હતી, તે દરમિયાનના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. નતાશાના બેબી શાવરની તસવીરોને પણ ચાહકોએ ઘણી પસંદ કરી હતી. નોંધપાત્ર વાત એ છે કે હાર્દિક અને નતાશા ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. આ પછી, 31 ડિસેમ્બર 2019 ના રોજ, તેઓએ જાહેરમાં તેમના સંબંધોની ઘોષણા કરી.તેના એક દિવસ પછી, 1 જાન્યુઆરી, 2020 ના રોજ, હાર્દિક પંડ્યા અને નતાશાએ સગાઈ પણ કરી હતી.બિલકુલ ફિલ્મી સ્ટાઈલમાં હાર્દિક પંડ્યા ને દુબઈ લઈ જઈને નતાશા પ્રપોજ કરતી જોવા મળી હતી.તેનો એક વીડિયો પણ ઇન્સ્ટાગ્રામ પર  નતાશા દ્વારા શેર કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *