હંમેશા ગ્લેમર અવતારમાં રહેતા ફિલ્મી સ્ટાર્સ પોતાના ઘરમાં આવી રીતે રહે છે,જુઓ તસવીર

મનોરંજન
 • બોલિવૂડની દુનિયા ગ્લેમર અને ઝગમગાટથી ભરેલી છે. આવી સ્થિતિમાં,આ ઇંડસ્ટ્રીમાં કામ કરતા સ્ટાર્સ હંમેશાં અપ-ટૂ-ડેટ સ્થિતિમાં જોવા મળે છે. જ્યારે પણ તે કોઈ પબ્લિક કાર્યક્રમમાં હોય છે ત્યારે તેના કપડાથી માંડીને તેની સ્ટાઇલ અને મેકઅપની બધી જ વસ્તુઓ નંબર વન હોય છે.પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ બોલિવૂડ સ્ટાર્સ ઘરમાં કેવી રીતે રહે છે? શું તેઓ ત્યાં પણ આવી ફેશન અને સ્ટાઇલમાં રહે છે?આ જવાબ આજે અમે તમને કેટલીક તસવીરો દ્વારા આપવા જઈ રહ્યા છીએ. આ તસવીર જોતા તમને ખ્યાલ આવશે કે સ્ટાર્સ ઘરમાં કેવી રીતે રહે છે.
 • સલમાન ખાન

 • બોલિવૂડના મિસ્ટર દબંગ એટલે કે સલમાન ખાન પોતાના ઘરમાં મોટાભાગે ચડ્ડા ટી-શર્ટ પહેરીને ફરતા હોય છે. તેમના ઘરે બે કૂતરા પણ છે જેને ભાઈજાન ખૂબ જ ચાહે છે. તેઓ જ્યારે પણ ફ્રી હોય ત્યારે ઘરમાં આ કૂતરા સાથે તેમનો સમય પસાર કરવાનું પસંદ કરે છે.
 • અમિતાભ બચ્ચન

 • અમિતાભ બચ્ચન આ ઉંમરમાં પણ હંમેશાં અપ-ટૂ-ડેટ અને વ્યવસ્થિત લૂકમાં જોવા મળે છે. ખાસ કરીને જ્યારે તેઓ જાહેર કાર્યક્રમમાં જાય છે, ત્યારે દરેકની નજર તેમના પર રહે છે. જો કે,પોતાના ઘરમાં અમિતજીને ખૂબ સરળ રીતે રહેવાનું પસંદ છે. તેઓ ખૂબ સાદા લૂકમાં જોવા મળે છે. તેની પાસે એક કૂતરો પણ છે જે તેના જેટલો જ ઉંચો છે.
 • આમિર ખાન

 • આમિર ખાન બોલિવૂડમાં સારી સ્ટોરી વાળી હિટ ફિલ્મો આપવા માટે જાણીતો છે. તેની પાસે કરોડોની સંપત્તિ છે, પરંતુ પોતાના ઘરે સાદાઈથી રહેવાનું પસંદ કરે છે. તેઓ ફ્રી સમય પરિવાર સાથે પસાર કરવાનું પસંદ કરે છે.
 • અક્ષય કુમાર

 • બોલિવૂડના એક્શન ખેલાડી અક્ષય કુમારની જીવનશૈલી ખૂબ જ વ્યવસ્થિત છે. તેઓ વહેલી સવારે ઉઠીને કસરત કરે છે અને રાત્રે વહેલા સૂઈ પણ જાય છે. ઘરે, તે તેના બાળકો અને પત્ની સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે. તેમને રસોઈ પણ ગમે છે.
 • શાહિદ કપૂર

 

 • બોલીવુડના કબીર સિંહ તેમના ઘરે ખૂબ જ સરળ રીતે રહે છે. જોકે તેઓ આ સિમ્પલ લુકમાં પણ કૂલ દેખાય છે. ઘરે, તે તેના પરિવાર સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે.
 • આલિયા ભટ્ટ

 • આલિયા બોલિવૂડની સૌથી ક્યૂટ એક્ટ્રેસ છે. જ્યારે તે તૈયાર થઈને કોઈ પાર્ટી અથવા એવોર્ડ શોમાં આવે છે ત્યારે લોકોને તેને દેખતા જ પ્રેમ થઈ જાય છે. તેના ઘરે, આલિયા સિમ્પલ કપડાંમાં રહેવાનું પસંદ કરે છે. તે મેકઅપ વગર પણ  ખૂબ જ ક્યૂટ લાગે છે.
 • ઋતિક રોશન

 • બોલીવુડનો સૌથી હેન્ડસમ હીરો ઋતિક રોશન એ દરેકના સ્ટાઇલ આઈકન છે. પરંતુ જ્યારે તેઓ ઘરે હોય છે, ત્યારે તેઓ સિમ્પલ કપડાંમાં જોવા મળે છે. જો કે આ સિમ્પલ લુકમાં પણ તેઓ તેટલા જ હેન્ડસમ લાગે છે જેટલા તે તૈયાર થઈને લાગે છે. ફ્રી ટાઇમમાં, ઋતિકને બાળકો સાથે મસ્તી કરવી ગમે છે.
 • શાહરૂખ ખાન

 • બોલીવુડ કિંગ શાહરૂખ ખાન 90 ના દાયકાથી લોકોનો સ્ટાઇલ આઈકન રહ્યો છે.ઘરમાં શાહરૂખને સરળ રીતે રહેવું પસંદ છે. તે ફ્રી સમયમાં તેમના પરિવાર સાથે વાતચીત કરવાનું પસંદ કરે છે. આ સિવાય તેઓ ઘરમાં પૂજા પણ કરે છે.

27 thoughts on “હંમેશા ગ્લેમર અવતારમાં રહેતા ફિલ્મી સ્ટાર્સ પોતાના ઘરમાં આવી રીતે રહે છે,જુઓ તસવીર

 1. Pingback: ivermect tablet
 2. Pingback: white deltasone
 3. Pingback: tadalafil generic
 4. Pingback: viagra uk otc

Leave a Reply

Your email address will not be published.