સ્વર્ગમાં જતા પહેલા મૃત્યુ પામનાર વ્યક્તિમાં જોવા મળે છે આ 5 સંકેત, શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે વર્ણન

Uncategorized
  • પિતૃ પક્ષની શરૂઆત થઈ ચુકી છે. દરેક પરિવાર તેમના મૃત સ્વજનોનું શ્રાદ્ધ કર્મ કરી રહ્યા છે. આ સમય દરમિયાન, સ્વર્ગ-નરક અને લોક-પરલોક જેવી ચીજો પણ આપણા મગજમાં આવવા લાગે છે. આવી સ્થિતિમાં આ વિચાર પણ મનમાં આવે છે કે આપણે કે આપણા કોઈ પરિચિત મૃત્યુ પછી સ્વર્ગમાં જાશે કે નર્કમાં? એવું માનવામાં આવે છે કે મૃત્યુ સમયે અથવા તમારા અંતિમ સમયે જો તમને કેટલીક વિશેષ ચીજો દેખાય તો તમે મૃત્યુ પછી સ્વર્ગમાં જશો.
  • મૃત્યુ પહેલા આ સંકેત દેખાય તો સ્વર્ગ જાય છે વ્યક્તિ

  • ભગવાન શ્રીકૃષ્ણની ગીતામાં જણાવવામાં આવ્યું છે કે માનવ શરીરમાં 9 મુખ્ય દ્વાર હોય છે. જીવનમાં સારા કાર્ય કરનારી મહાન આત્માઓ શરીરના ઉપરના દ્વાર જેવા કે આંખો, નાક, મોં અને કાનથી બહાર નીકળીને સ્વર્ગમાં જાય છે. તેથી એવું કહેવામાં આવે છે કે મૃત્યુ સમયે જો કોઈ વ્યક્તિનું નાક થોડું ત્રાંસુ થઈ જાય, તો તેનો જીવ નાકમાંથી ગયો છે. તે જ રીતે આંખો બંધ ન થવી, કાન ખેંચાયેલા રહેવા છે અથવા મોં ખુલ્લું રહેવું આ જ સંકેત આપે છે.

  • જો મૃત્યુ સમયે કોઈ વ્યક્તિના ચેહરા પર સંતોષના ભાવ દેખાઈ છે, તો તે સ્વર્ગમાં જાય છે. આનો અર્થ એ છે કે તેણે જીવનમાં ઘણા સારા કાર્યો કર્યા છે. તેથી, છેલ્લા સમયમાં પણ તેના ચહેરા પર સંતોષ દેખાઈ રહ્યો છે. તે જ સમયે, પાપ અથવા ખોટા કામ કરનાર લોકોના ચહેરા પર છેલ્લા સમયમાં મૃત્યુનો ભય દેખાય છે. આવા લોકો નરકમાં જાય છે.

  • જો સત્પુરુષ મૃત્યુ સમયે મળ-મુત્રનો ત્યાગ નથી કરતા તો તે સ્વર્ગમાં જાય છે. જ્યારે પાપી અને ખોટા કામ કરનારા લોકોની આત્મા અંતિમ સમયે યમદૂતને જોઈને ડરથી શરીરના નીચેના ભાગમાં છુપાવવા લાગે છે. તેનાથી તે અંતિમ સમયે મળ-મુત્રનો ત્યાગ કરે છે. આ લોકો નરકમાં જાય છે.

  • જો અંતિમ સમયે મૃત્યુને સ્વીકારનાર વ્યક્તિની પાસે ગંગાજળ, તુલસી અને કુશ જેવી ચીજો હોય, તો તે સ્વર્ગમાં જાય છે. જો કે, અંતિમ સમયે, આ ચીજો ફક્ત મહાન આત્માઓ ને જ નસીબ હોય છે. ઘણી વખત લોકો આ ચીજોની વ્યવસ્થા કરે છે તે પહેલા જ વ્યક્તિ મૃત્યુ પામે છે.

  • સામાન્ય રીતે, વ્યક્તિને મૃત્યુના સમયે કાળા કપડામાં યમદૂત જ દેખાઈ છે. પરંતુ કેટલાક મહાન અને સજ્જન લોકોને પીળા કપડામાં દેવ પુરુષ પણ સામે દેખાઈ છે. આવા લોકો સ્વર્ગમાં જાય છે. આ દેવ પુરુષ મૃત્યુ પામનાર વ્યક્તિને તેના વિમાનમાં સ્વર્ગમાં લઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published.