સ્કોટલેન્ડ પહોંચ્યા અક્ષય કુમાર, શરૂ કરી બૈલ બૉટમની શૂટિંગ, જુવો તસવીર

બોલિવુડ
  • બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ બૈલ બોટમનું શૂટિંગ કરી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ હાલમાં સ્કોટલેન્ડમાં થઈ રહ્યું છે. ફિલ્મ ‘બૈલ બોટમ’ના શૂટિંગની કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં અક્ષય કુમાર અલગ અલગ લુકમાં જોવા મળી રહ્યા છે.

  • ફિલ્મ ‘બેલ બોટમ’ ના શૂટિંગની વાયરલ થયેલી તસવીરોમાં અક્ષય બ્લુ બ્લેઝર રાઉન્ડનેક સ્વેટશર્ટ અને બ્રાઉન ટ્રાઉઝર પહેરેલા જોવા મળી રહ્યા છે. આ શૂટિંગ સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં કરવામાં આવી રહ્યું છે.

  • અક્ષય કુમારની સાથે આ ફિલ્મમાં લારા દત્તા, હુમા કુરેશી અને વાની કપૂર મુખ્ય ભૂમિકામાં છે. ગયા મહિને અક્ષય, લારા દત્તા અને હુમા કુરેશી સાથે એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

  • અક્ષય કુમાર તેના પૂરા પરિવાર સાથે લંડન ગયા હતા અને ત્યાર પછી તે સ્કોટલેન્ડ ગયા છે. જ્યારે વાણી કપૂર જે આ ફિલ્મમાં સ્ત્રી લીડ રોલ કરી રહી છે. તે તાજેતરમાં જ મુંબઇથી લંડન જવા રવાના થઈ હતી. જ્યાં તે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે.
  • વાસ્તવિક ઘટના પર બનાવવામાં આવી રહી છે ફિલ્મ

  • ‘બૈલ બોટમ’ ફિલ્મની સ્ટોરી વાસ્તવિક ઘટનાઓ પર આધારીત છે અને તે એક જાસૂસ થ્રિલર પર આધારિત ફિલ્મ હશે. ફિલ્મનું દિગ્દર્શન રંજિત એમ તિવારી કરી રહ્યા છે. લોકડાઉનને કારણે આ ફિલ્મનું શૂટિંગ મોડું શરૂ થયું છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવાની છે.
  • નોંધપાત્ર વાત એ છે કે અક્ષય કુમારીની ઘણી ફિલ્મોની રજૂઆત કોરોના વાયરસને કારણે મોકૂફ રાખવામાં આવી છે. અક્ષયની ફિલ્મ લક્ષ્મી બોમ્બ સિનેમા ઘરને બદલે હોટસ્ટાર પર રિલીઝ થવાની છે. આ ફિલ્મ આ વર્ષે મે મહિનામાં રિલીઝ થવાની હતી. પરંતુ કોરોનાને કારણે હવે આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થઈ રહી છે. આવી જ રીતે અક્ષયની ફિલ્મ સૂર્યવંશી નવેમ્બરમાં રિલીઝ થવાની છે. સૂર્યવંશી ફિલ્મ માર્ચમાં રિલીઝ થવાની હતી.

Leave a Reply

Your email address will not be published.