સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ ‘છિછોરે’ નું  એક વર્ષ પૂર્ણ થયું, શ્રદ્ધા કપૂર અને વરૂણ શર્માએ આ ખાસ રીતે કર્યું યાદ

બોલિવુડ
  • દિવંગત બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની મોટા પડદા પર રિલીઝ થયેલી છેલ્લી ફિલ્મ ‘છિછોરે’ નું આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ પ્રસંગે અભિનેત્રી શ્રદ્ધા કપૂર અને અભિનેતા વરૂણ શર્માએ સુશાંત સિંહ રાજપૂતને યાદ કર્યા છે.

  • આજે સુશાંત સિંહ રાજપૂત આપણી વચ્ચે નથી, પરંતુ તેમની ઉત્તમ ફિલ્મો અને યાદોને કારણે તે હંમેશાં આપણી વચ્ચે રહેશે. સુશાંત સિંહ રાજપૂત, શ્રદ્ધા કપૂર અને વરૂણ શર્માની ફિલ્મ ‘છીછોરે’ નું આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ ફિલ્મનું દિગ્દર્શન નીતેશ તિવારીએ કર્યું હતું. આ ત્રણેય સિવાય પ્રિતિક બબ્બર અને તાહિર રાજ ભસીન પણ આ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં હતા. ‘છિછોરે’ એક પ્રેરણાદાયી ફિલ્મ હતી. ફિલ્મનું મ્યૂજિક ખૂબ જ શાનદાર હતું. તેના ગીતો લોકોની જીભ પર હતા.

  • ‘છિછોરે’ નું એક વર્ષ પૂર્ણ થતા આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનારી અભિનેત્રી શ્રદ્ધા કપૂરે એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. શ્રદ્ધા કપૂરે આ વીડિયો સુશાંત સિંહ રાજપૂતને ડેડિકેટ કર્યો છે. આ વિડિઓની શરૂઆતમાં તે લખ્યું છે, “છિછોરેનું એક વર્ષ, વો દિન ભી ક્યા દિન થે.” આ પછી, ફિલ્મનું લોકપ્રિય ગીત ‘વો દિન’ શરૂ થાય છે.
  • આ વિડિઓમાં ફિલ્મના સીન પાછળની કેટલીક તસવીર અને વિડિઓ ક્લિપ્સ શામેલ છે. વચ્ચે, ફિલ્મના કેટલાક સીન પણ દેખાય છે. વીડિયોના અંતમાં સુશાંત સિંહની તસવીર છે. જેના પર ‘સુશાંતની એક યાદગાર મેમરી’ લખેલું છે. વ્રણ શર્મા અને તુષાર પાંડે સહિતના ઘણા લોકોએ શ્રદ્ધાની આ પોસ્ટ પર કમેંટ કરી છે. આ સિવાય સુશાંત સિંહ રાજપૂતના ચાહકો પણ તેમને યાદ કર્યા છે.

  • વરુણ શર્માની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ
  • ફિલ્મમાં સુશાંતના મિત્રની ભૂમિકા નિભાવી રહેલા વરૂણ શર્માએ પણ ‘છિછોરે’ નું એક વર્ષ પૂર્ણ થતાં સુશાંતને યાદ કર્યો છે. તેણે એક તસવીર શેર કરી જેના પર કમ્મો લખેલું છે. ત્યાર પછી દિલ અને સ્ટાર પણ છે. જણાવી દઈએ કે ફિલ્મમાં સુશાંત સિંહની કોલેજ લાઈફ દરમિયાન વરૂણ શર્મા તેમને પ્રેમથી કમ્મો કહેતા હતા. પોસ્ટ શેર કરતી વખતે, તેમણે લખ્યું ‘છિછોરે’ નું એક વર્ષ પૂર્ણ.

Leave a Reply

Your email address will not be published.