સુશાંત કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા પર અંકિતાએ વ્યક્ત કરી ખુશી,પોસ્ટ શેર કરીને લખી આ દિલની વાત..

બોલિવુડ
  • બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે અને સુપ્રીમ કોર્ટે આ મામલે સીબીઆઈ તપાસ કરવાની મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ પણ આવકાર્યો છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર તેના વિશે એક પોસ્ટ મૂકી છે અને તેની ખુશી વ્યક્ત કરી છે.
  • શું લખ્યું અંકિતાએ?

  • પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અંકિતા લોખંડેએ એક પોસ્ટ શેર કરીને લખ્યું-જસટિસ ઇઝ ધ ટ્રુથ ઇન એક્શન.ટ્રુથ વિન્સ.જેનો અર્થ છે કે સત્યનું ક્રિયાશિલ હોવું જ ન્યાય છે. સત્યની જીત થઈ છે. આ સાથે જ, અંકિતા લોખંડેએ #1ststeptossrjustice નો ઉપયોગ પણ કર્યો છે. અંકિતા લોખંડેની આ ઇન્સ્ટાગ્રામ પોસ્ટને અત્યાર સુધી એક લાખથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે.
  • નોંધપાત્ર વાત એ છે કે, અંકિતા લોખંડે એ લોકોમાંની એક રહી છે, જે સુશાંત સિંહ રાજપૂતના મોતની યોગ્ય રીતે તપાસ કરવા માટે સીબીઆઈ તપાસની માંગ કરી રહી છે. તેણે આ પહેલા પણ સોશિયલ મીડિયા દ્વારા આ માંગ ઉઠાવી હતી કે સુશાંત સિંહ રાજપૂતનાં મોતની તપાસ એવી રીતે થવી જોઈએ કે જે સત્ય બહાર આવે. આવી સ્થિતિમાં હવે સુપ્રીમ કોર્ટે સુશાંતના મોતની તપાસની સીબીઆઈ કરે તે પક્ષમાં પોતાનો ચુકાદો આપ્યો છે, ત્યારે અંકિતાએ તેને સત્યની જીત ગણાવી છે.
  • આત્મહત્યા ન કરી શકે સુશાંત’

  • અંકિતા લોખંડેએ પહેલા પણ કહ્યું છે કે સુશાંત એક એવો છોકરો હતો જે ક્યારેય આત્મહત્યા કરી જ ન શકે. તે ખૂબ જ સાફ દિલનો હતો. તે જીવન જીવવામાં વિશ્વાસ રાખતો હતો. તેને ઘણા સપના જોયા હતા. સુશાંત તે સપના જીવવા માંગતો હતો.
  • સુશાંત સિંહ રાજપૂત સાથે અંકિતા લોખંડેનો સંબંધ ટીવી સીરિયલ પવિત્ર રિશ્તાના શૂટિંગ દરમિયાન જોડાયો હતો.  આ બંનેની જોડીને દર્શકો જેટલા ટેલિવિઝન પર પસંદ કરતા હતા તેટલા જ, વાસ્તવિક જીવનમાં પણ તેમના ચાહકો ઇચ્છતા હતા કે બંને હંમેશાં સાથે રહે. આ બંનેના લગ્નની વાતો પણ થઈ રહી હતી અને સુશાંત સિંહ રાજપૂતે એમ પણ કહ્યું હતું કે ટૂંક સમયમાં જ બંને લગ્ન કરશે, પરંતુ અચાનક જ્યારે બંને છૂટા પડી ગયા, ત્યારે કોઈનું પણ આ માનવું મુશ્કેલ થઈ ગયું હતું કે આ બંને હવે સાથે નથી.
  • બ્રેકઅપ પછી પણ અંકિતા લોખંડેએ ક્યારેય સુશાંત વિરુધ કંઈ પણ કહ્યું નહીં. સુશાંતના મૃત્યુ બાદ અંકિતા લોખંડે તેના પરિવારને મળવા આવી હતી. અંકિતા સુશાંતના પરિવારની ખૂબ નજીક માનવામાં આવે છે.સુશાંત માટે ન્યાયની માંગ પુરા જોશ સાથે ઉઠાવતા લોકોમાં અંકિતા લોખંડે પણ શરૂઆતથી જ સામેલ થઈ છે.
  • સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

  • સુશાંત સિંહ રાજપૂત માટે  સીબીઆઈ તપાસને સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂરી મળ્યા બાદ,દેશ અને દુનિયાભરમાં સુશાંત માટે ન્યાયની માંગના સમર્થનમાં ચાલી રહેલા અભિયાનને મોટો વિજય મળ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે પટનામાં નોંધાયેલી એફઆઈઆર એકદમ સાચી છે. આ સાથે સુપ્રીમ કોર્ટે મુંબઈ પોલીસને સીબીઆઈને સંપૂર્ણ સહયોગ આપવાનો પણ આદેશ આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published.