સુશાંત કેસમાં પહેલીવાર ખુલીને બોલ્યા સૈફના જીજા કુણાલ ખેમૂ, કહ્યું,” હું ઈમાનદારીથી કહું તો ..

બોલિવુડ
  • બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં મોતને આજે 2 મહિના થયા છે. 14 જૂનના રોજ સુશાંત સિંહ રાજપૂતે મુંબઈના તેમના એપાર્ટમેન્ટમાં આત્મહત્યા કરી હતી. જો કે, હજી સુધી તેના ચાહકો સ્વીકાર કરી શક્યા નથી કે આવી ખુશ વ્યક્તિ આત્મહત્યા કેવી રીતે કરી શકે. આવી સ્થિતિમાં તેઓ સતત આ કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે.
  • જણાવી દઈએ કે, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની ભલામણ પછી કેન્દ્રએ આ કેસ સીબીઆઈને સોંપ્યો હતો. જોકે,સુપ્રીમ કોર્ટે સીબીઆઈની તપાસ ને લઈને હાલમાં  નિર્ણય તેમની પાસે સુરક્ષિત રાખ્યો છે. તાજેતરમાં જ આ મુદ્દે બોલિવૂડ એક્ટર કુણાલ ખેમુએ પણ પોતાનો મત વ્યક્ત કર્યો હતો. સુશાંત કેસ વિશે વાત કરતા કુણાલે કહ્યું કે લોકો ખૂબ ઉતાવળ બતાવી રહ્યા છે. તેઓએ આટલી જલ્દી કોઈ તારણ પર પહોંચવું ન જોઈએ.
  • કહ્યું મળવા જોઈએ લોકોના સવાલોના જવાબ?

 

  • કૃણાલ ખેમુએ કહ્યું કે, ‘હું ઈમાનદારીથી કહું તો, હું આ મુદ્દે કોઈ કમેંટ આપવાની સ્થિતિમાં નથી અને હું કંઈ બોલવા પણ માંગતો નથી. સુશાંતસિંહ રાજપૂતનું મોત તેમના પરિવાર માટે મોટો આંચકો છે. હું તે સ્થિતિમાં નથી કે હું આ મુદ્દે કંઇ પણ કહી શકું. તે ખૂબ જ દુખદ છે અને આ કેસની તપાસ કરવામાં આવી રહી છે. જો લોકો આ મુદ્દા પર વધુને વધુ જાણવા માંગતા હોય તો આવું બનવું જોઈએ. લોકો જે સવાલ પૂછે છે તેનો જવાબ આપવા જોઈએ.

  • જો કે, કૃણાલ ખેમુ પણ માને છે કે લોકોને સીધો ચુકાદો ન આપવો જોઈએ. આ મુદ્દે થોડા સંવેદનશીલ રહેવાની અને ધૈર્ય સાથે વિચારવાની જરૂર છે. કૃણાલ ખેમુના કહેવા પ્રમાણે, “આપણે સીધા કોઈ તારણો પર પહોંચવાની જરૂર નથી.આપણે તપાસ કરી રહ્યા નથી કે ચુકાદો આપી દઈએ. આપણને તે જ માહિતી મળી રહી છે જે ટીવી ચેનલો આપી રહી છે. તે સિવાય આ બાબતે કંઈપણ ખબર નથી. ”
  • ‘અભય 2’ માં જોરદાર એક્ટિંગ

  • જણાવી દઈએ કે, તાજેતરમાં જ કૃણાલની ​​સાયકોલોજિકલ વેબ સિરીઝ ‘અભય 2’ જી ફાઇવ પર રીલિઝ થઈ છે, જેને દર્શકોનો સારો રિસપોંસ મળી રહ્યો છે. આ સિરીઝમાં કૃણાલની ​​સાથે રામ કપૂર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યો છે.ત્યારે, થોડા દિવસો પહેલા હોટસ્ટાર પર રીલિઝ થયેલી કુણાલની ​​ફિલ્મ ‘લૂટકેસ’ ની પણ ખૂબ પ્રશંસા થઈ હતી.આ ફિલ્મમાં કુણાલની ​​કોમેડીએ દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું હતું. તેમાં કુણાલની વિરુદ્ધ રસિકા દુગ્ગલ જોવા મળી હતી.
  • મિસ્ટ્રી ગર્લને લઈને થયો ખુલાસો

  • વાત કરીએ સુશાંત કેસની તો દરરોજ નવા-નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. તાજેતરમાં સુશાંતના ઘરની બહાર એક મિસ્ટ્રી ગર્લ જોવા મળી હતી. આ મિસ્ટ્રી ગર્લ સુશાંતના મૃત્યુ પછી  ઘરની બહાર જોવા મળી હતી.વીડિયો સામે આવ્યો ત્યારે,મિસ્ટ્રી ગર્લ વિશે માહિતી મેળવવામાં આવી તો જાણવા મળ્યું કે તે રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક ચક્રવર્તીની મિત્ર જમીલા છે. આવી સ્થિતિમાં હવે લોકો  પણ જાણવા માગે છે કે શોવિક ચક્રવર્તીની મિત્ર જમિલા સુશાંતના ઘરે કેમ પહોંચી હતી.

Leave a Reply

Your email address will not be published.