મોડલ અને બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી દરરોજ સુશાંત સુસાઇડ કેસમાં અટવાયેલી જોવા મળે છે. હકીકતમાં,જ્યારથી સુશાતના પિતા કે.કે.સિંહે રિયા વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે ત્યારથી આ આખો મામલો રિયા પર કેન્દ્રિત થયો છે. જણાવી દઈએ કે કે.કે સિંહે પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં રિયા વિરુદ્ધ કેસ નોંધવ્યો હતો અને તેની સામે અનેક સનસનાટીભર્યા આક્ષેપો કર્યા હતા.કે.કે. સિંહ કહે છે કે રિયાએ સુશાંતના કરોડો રૂપિયા લૂટી લીધા છે અને તેને આત્મહત્યા માટે ઉક્સાવ્યો હતો.જો કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) મની લોન્ડરિંગના એંગલથી રિયા ચક્રવર્તી સાથે પૂછપરછ કરી રહી છે.
નોંધપાત્ર વાત એ છે કે, ઇડી અને સીબીઆઈ આ સમગ્ર મામલાના તળિયા સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે સુશાંતનો કેસ હજુ સુધી હલ થયો નથી, એટલે કે સુશાંતની હત્યા કરવામાં આવી છે કે તેણે આત્મહત્યા કરી છે તે હજી નક્કી થયું નથી. ભલે આ આખો કેસ લાંબો ખેચાઈ રહ્યો હોય,પરંતુ તે બધા વચ્ચે એક વાત નક્કી છે કે રિયા પરની વિશ્વસનીયતા નિશ્ચિતપણે ઓછી થઈ ગઈ છે. એવું માનવામાં આવે છે કે આ કિસ્સામાં રિયાનું નામ આવવાથી તેની ઈમેજ પર ખરાબ અસર પડી રહી છે.
જણાવી દઈએ કે એક તરફ જ્યાં સુશાંતના પિતાએ રિયા પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે,ત્યાં બીજી તરફ ટીવી ચેનલોથી લઈને સોશિયલ મીડિયા સુધી,દરેક જગ્યાએ રિયાને સવાલોના દોરમાં મૂકવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર સુશાંતના ચાહકોએ પણ સ્વીકારી લીધું છે કે રિયાના કારણે સુશાંતનું મોત થયું છે અને તે જ ગુનેગાર છે. આ બધા સંજોગોને ધ્યાનમાં રાખીને ફિલ્મ નિર્માતા લોમ હર્ષે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
લોમ હર્ષે કહ્યું હતું કે ‘રિયાની કારકિર્દી સમાપ્ત’
લોમ હર્ષે કહ્યું છે કે રિયાની ઇમેજ હવે માટીમાં મળી ગઈ છે અને આ બધી બાબતોને કારણે તેની કારકીર્દિ પણ લગભગ પૂરી થઈ ગઈ છે.લોમ હર્ષે જણાવ્યું હતું કે તે તેની આગામી ફિલ્મમાં રિયા ચક્રવર્તીને કાસ્ટ કરવા માંગતો હતો, પરંતુ આ દિવસોમાં રિયાનું નામ સુશાંત સુસાઇડ કેસમાં ઉછળી રહ્યું છે.આ જ કારણ છે કે હવે હું મારી ફિલ્મમાં રિયાને લઈશ નહીં. લોમ હર્ષે એમ પણ કહ્યું છે કે રિયા ઘણા રહસ્યો છુપાવી રહી છે, તે ઘણું બધું જાણે છે. તે ત્યા જ અટક્યો નહીં, તેણે વધુમાં કહ્યું કે રિયા સુશાંતની ગર્લફ્રેન્ડ હતી અને તેણે આગળ આવીને બોલવું જોઈએ.
રિયા કેમ છુપાઈ રહી છે?
લોમ હર્ષે વધુમાં કહ્યું કે, રિયા ખૂબ ચીસો પાડી રહી હતી કે તે સીબીઆઈ તપાસ ઇચ્છે છે અને હવે જ્યારે સીબીઆઈ આ આખા કેસની તપાસ કરી રહી છે ત્યારે રિયા કેમ ગુમ છે? તે શા માટે છુપાય રહી છે? તે ઘણી વાતો જાણે છે, આ વિશે કોઈ બે મંતવ્યો નથી.ચોક્કસ પણે તેની કારકિર્દી હવે પૂરી થઈ ગઈ છે,તેને કોઈ પણ તેની ફિલ્મમાં કાસ્ટ કરવા માંગશે નહીં. લોમ હર્ષનું કહેવું છે કે, જો રિયાને લાગે છે કે તે કેટલાક લોકોના નામ લીધા વિના બચી જશે, તો તે ખોટું વિચારી રહી છે. હવે જનતા તેને ક્યારેય સ્વીકારશે નહીં. ફિલ્મમેકર લોમે કહ્યું કે જો તે ખરેખર સુશાંતને પ્રેમ કરે છે, તો તેણે સામે આવીને બોલવું જોઈએ.