સુશાંત કેસ:ક્રાઈમ સીન રીક્રિએટ કર્યા પછી સીબીઆઈએ કર્યા ખુલાસા,સામે આવી આ બાબતો..

Uncategorized
 • સુશાંત સિંહ રાજપૂત કેસમાં સુપ્રીમ કોર્ટની મંજૂરી મળ્યા પછી સીબીઆઈએ તેની તપાસ શરૂ કરી છે. સીબીઆઈ ઓછામાં ઓછા સમયમાં પુરાવા મેળવવા તમામ પ્રયાસ કરી રહી છે. સીબીઆઈએ તાજેતરમાં સુશાંતના મિત્ર સિદ્ધાર્થ પિઠાની અને બે સ્ટાફ નીરજ સિંહ અને દિપેશ સાવંત સાથે વાત કરી હતી.આશ્ચર્યની વાત એ છે કે ત્રણેયનાં નિવેદનો એક બીજા સાથે મેળ ખાતા નથી. તે જ સમયે, સવારે એવા સમાચાર આવ્યા હતા કે સુશાંત કેસમાં સીબીઆઈએ રિયા ચક્રવર્તીને સમન મોકલ્યું છે અને આજે તેમની પૂછપરછ થઈ શકે છે. જોકે, રિયાના વકીલે કહ્યું છે કે તેમને સીબીઆઈ તરફથી કોઈ સમન મળ્યું નથી.
 • રીક્રિએટ કરવામાં આવ્યો ક્રાઈમ સીન

 • તાજેતરમાં જ સીબીઆઈની ટીમ સુશાંતના ઘરે પહોંચી હતી, જ્યાં તેણે ડમી સાથે ક્રાઈમ સીન ફરીથી ક્રિએટ કર્યો. આવી સ્થિતિમાં સીન રીક્રિએટ કર્યા પછી સીબીઆઈ એ શું ઓબ્જર્વ કર્યું છે,તે વાતનો ખુલાસો હવે થઈ ગયો છે. સીબીઆઈના જણાવ્યા અનુસાર સીબીઆઈ અને મુંબઈ પોલીસે મળીને સુશાંતના રૂમના એંદરનો ડાયગ્રામ ફોરેંસિક બનાવ્યો હતો.

 • પંખાથી ગાદલા સુધીની ઉંચાઇ 5 ફુટ 11 ઇંચ હોવાનું જણાવાયું છે. ગૂગલના જણાવ્યા અનુસાર સુશાંત 5 ફૂટ 11 ઇંચનો હતો. જો કે સુશાંતના કહેવા મુજબ તે 6 ફૂટનો હતો. બેડથી ગાદલાની ઉંચાઇ 1 ફુટ 9 ઇંચ છે. તે જ સમયે, ગાદલાની ઉંચાઈ 8 ઇંચ છે. જો રૂમની છત પરથી જોવામાં આવે તો, ગાદલાની ઉંચાઈ 9 ફુટ 3 ઇંચ છે. પીઓપીથી જમીન સુધીની ઉંચાઈ 8 ફુટ 11 ઇંચ છે. જણાવી દઈએ કે, સુશાંતનું જે દિવસે મૃત્યુ થયું હતું ,તે દિવસે તેનો મૃતદેહ 8 ફૂટ 11 ઇંચની સ્થિતિમાં મળી આવ્યો હતો. સુશાંતે જે બાથરૂબ ને ફાંસી નો ફંદો બનાવ્યો હતો, તેનો બેલ્ટ તૂટી ગયો હતો.
 • ટૂંક સમયમાં મોકલવામાં આવશે રિયાને સમન

 • સીબીઆઈ ફરી એકવાર સુશાંતના મિત્રો અને તેના ઘરના કર્મચારીઓની પૂછપરછ કરી રહી છે. સીબીઆઈ ટૂંક સમયમાં જ રિયાના પરિવારની પણ પૂછપરછ કરવા જઈ રહી છે. રિયાને ટૂંક સમયમાં સમન મોકલીને સીબીઆઈ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવશે.રિયા માટે સીબીઆઈએ પ્રશ્નોનું લાંબુ લિસ્ટ તૈયાર કર્યું છે. સીબીઆઈ રિયા પાસેથી આ બધા સવાલોના જવાબો જાણવા પ્રયત્ન કરશે. સીબીઆઈની ઝડપથી વધી રહેલી તપાસ જોઈ સુશાંતના ચાહકો ખૂબ જ ખુશ છે. હવે તેઓને લાગે છે કે સુશાંતને વહેલી તકે ન્યાય મળશે.
 • સીબીઆઈ જાણવા માંગશે રિયા પાસેથી આ પ્રશ્નોના જવાબો
 • સુશાંત સાથેનો સંબંધ કેવો હતો?
 • શું સુશાંત ડિપ્રેશનમાં હતો?
 • 8 જૂને સુશાંતનું ઘર છોડીને કેમ ગઈ હતી?
 • શું સુશાંત સાથે ઝઘડો થયો હતો?
 • ઘર છોડ્યા પછી સુશાંત સાથે વાત કરી હતી?
 • છેલ્લે સુશાંતને ક્યારે ફોન કર્યો હતો?
 • સુશાંતના ખાતામાંથી પૈસા ક્યાં ગયા?
 • શું બંને લગ્ન કરવાના હતા?
 • સુશાંતના પરિવાર કેવા સંબંધ હતા?
 • યુરોપ ટ્રીપ પર શું થયું હતું?
 • યુરોપ ટ્રીપમાં શોવિક શા માટે ગયો હતો?
 • શું યુરોપ ટ્રીપમાં સુશાંત વગર કોઈ બહારના વ્યક્તિ સાથે મુલાકાત થઈ હતી? જો હા તો, તે લોકો કોણ હતા અને તેમની સાથે શું વાત કરી? આ મુલાકાત શેના વિશે હતી?
 • સુશાંતને કેટલા ડોકટરો સાથે મળાવ્યો? શા માટે આટલા  ડોકટરો બદલ્યા, કોઈ ખાસ કારણ?
 • વોટર સ્ટોન રિસોર્ટની સંપૂર્ણ સ્ટોરી? કયો રૂમ બુક રહેતો હતો, આ રૂમમાં કોણ આવતું હતું?
 • સુશાંત બીમાર હતો, તો નવી કંપની કેમ બનાવવી? નવી મુંબઈમાં આ કંપનીઓનું સરનામું રાખવાનું કોઈ કારણ?
 • શા માટે તમારા ભાઈ, તમારા પિતા બધા આ કંપનીમાં ભાગીદાર હતા કોઈ ખાસ કારણ?
 • શું સુશાંતે ક્યારેય કોઈ વિલ બનાવ્યું હતું?
 • મહેશ ભટ્ટ સાથે આટલી વાતો કેમ કરી? તેનું કારણ શું હતું?

Leave a Reply

Your email address will not be published.