સુશાંતની બહેન મીતુએ વિગતવાર જણાવ્યું 8 થી 14 જૂન વચ્ચે શું બન્યું હતું,જાણો વિગતે

બોલિવુડ
  • સુશાંત સિંહ રાજપૂત કેસમાં તેની ત્રણેય બહેનો રાની, પ્રિયંકા અને મિતુના નિવેદનો પણ નોંધાયા છે. તેમાંથી મીતુ સિંહનું નિવેદન લિડિંગ મીડિયા હાઉસે તેના રિપોર્ટમા જાહેર કર્યું છે. આ નિવેદનમાં, મીતુ જણાવે છે કે 8 જૂનથી 14 જૂન દરમિયાન શું બન્યું.
  • લોકડાઉન પછી ફરવા જવાનું કર્યું પ્લાનિંગ

  • રિપોર્ટ અનુસાર, મીતુને સુશાંતે 8 જૂન 2020 ની સવારે ફોન કરીને બોલાવી હતી. આવી સ્થિતિમાં તે સાંજે 5:30 વાગ્યે સુશાંતના ઘરે પહોંચી હતી. ત્યારે સુશાંત શાંત હતો અને તેની બહેનને કહી રહ્યો હતો કે લોકડાઉનને કારણે કહીં જવાતું નથી, તેથી હું કંટાળી ગયો છું. લોકડાઉન સમાપ્ત થતાંની સાથે જ દક્ષિણ ભારત જઈશ. આ પછી સુશાંતે તેની બહેનને થોડા દિવસ રોકાવાનું કહ્યું,તો તે માની ગઈ. સુશાંત સાથે રહીને તે તેની પસંદનું ખાવાનું બનાવી રહી હતી. સાથે જ લોકડાઉન પછી દક્ષિણ ભારતની મુલાકાત લેવાની યોજના અંગે પણ વાત કરવામાં આવી હતી.
  • બહેનના ગયા પછી ઉપડ્યો નહીં કોલ

  • 12 જૂન 2020 ના રોજ બપોરે 4:30 વાગ્યે, મિતુ સુશાંતનું ઘર છોડીને ગોરેગાંવમાં તેના ઘરે ગઈ હતી. તેણે કહ્યું કે તેની પુત્રી એકલી હતી તેથી તેને જવું પડ્યું. તેણે ઘરે પહોંચતાંની સાથે જ સુશાંતને મેસેજ કર્યો, પરંતુ એક્ટરના જવાબમાં કોઈ મેસેજ કે કોલ આવ્યો નહીં. આ પછી, 12 જૂને સવારે 10:30 વાગ્યે, મીતુએ સુશાંતને ફોન કર્યો હતો, પરંતુ તેણે ફોન ઉપાડ્યો નહીં. આવી સ્થિતિમાં મીતુએ તેના ફ્લેટમેટ સિદ્ધાર્થ પીઠાનીને ફોન કર્યો.
  • સિદ્ધાર્થે મીતુને કહ્યું કે સુશાંતને હમણાં જ નાળિયેર અને દાડમનું જ્યૂસ આપ્યું છે, તે સૂઈ રહ્યો હશે. તેણે દરવાજો ખટખટાવ્યો પણ દરવાજો અંદરથી બંધ હતો. મીતુએ કહ્યું કે સુશાંત ક્યારેય દરવાજો બંધ કરતો નથી. તેથી તેણે સિદ્ધાર્થને ફરીથી દરવાજો ખખડાવવા કહ્યું. મીતુએ એમ પણ કહ્યું કે  મારા ભાઈને જણાવજો કે મે ફોન કર્યો હતો.
  • મળ્યા ભાઈના મોતના સમાચાર

  • થોડા સમય પછી સિદ્ધાર્થનો ફરીથી ફોન આવ્યો અને તેણે મિતુને કહ્યું કે દરવાજો ખટખટાવ્યા પછી પણ સુશાંત કોઈ જવાબ આપી રહ્યો નથી, તેથી તે ચાવીવાળાને બોલાવવા જઇ રહ્યો છે. સિધ્ધાર્થની આ વાત સાંભળતાંની સાથે જ મીતુ એક ટેક્સી લઈને ગોરેગાંવથી બાંદ્રા જવા નીકળી. વચ્ચે રસ્તામાં સિદ્ધાર્થનો ફરીથી ફોન આવ્યો અને તેણે કહ્યું કે સુશાંત પંખા સાથે લટકી રહ્યો છે. જ્યારે મિતુ ઘરે પહોંચી ત્યારે સુશાંત  પલંગ પર ઉંધો સૂતો હતો અને તેનો લીલો કુર્તો સીલિંગ પંખા સાથે લટકતો હતો.
  • સિદ્ધાર્થ અને તેના સાથીએ કુર્તો કાપીને સુશાંતના શરીરને નીચે ઉતાર્યું હતું. આ લોકોએ જ પોલીસ અને બાંદરા પોલીસ સ્ટેશને તેની જાણકારી આપીને બોલાવ્યા હતા. તે જ સમયે, મિતુએ તેની બહેન નીતુ અને પ્રિયંકાની આ વિશે માહિતી આપી.

50 thoughts on “સુશાંતની બહેન મીતુએ વિગતવાર જણાવ્યું 8 થી 14 જૂન વચ્ચે શું બન્યું હતું,જાણો વિગતે

  1. Aw, this was an incredibly nice post. Taking the time and actual effort to create a very good articleÖ but what can I sayÖ I procrastinate a whole lot and never seem to get nearly anything done.

Leave a Reply

Your email address will not be published.