સુશાંતના હાઉસકીપરે જણાવ્યું 8 જૂનની રાતની આંખોથી જોયેલી હાલત, કહ્યું – ઘર છોડતા પહેલા રિયા…

Uncategorized
  • બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે જ્યારથી દુનિયા છોડી ત્યારથી તેમના મૃત્યુ અંગે નવા ખુલાસા થઈ રહ્યા છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે પણ ચુકાદો આપ્યો હતો કે સીબીઆઈ સુશાંતના કેસની તપાસ કરશે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ સુશાંતના પરિવાર સાથે ચાહકોએ પણ ખુશી વ્યક્ત કરી હતી. ગુરુવારે રાત્રે સીબીઆઈના ચાર અધિકારીઓ આ કેસની તપાસ માટે મુંબઈ પહોંચ્યા હતા.

  • તાજેતરમાં જ કેસના મુખ્ય આરોપી રિયા ચક્રવર્તી અને મહેશ ભટ્ટની વોટ્સએપ ચેટ્સ બહાર આવી હતી. આ વોટ્સએપ ચેટથી ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. હવે, આવો જ એક અન્ય ખુલાસો સુશાંત સિંહ રાજપૂતના હાઉસકીપર દ્વારા કરવામાં આવ્યો છે.
  • જણાવી દઈએ કે, સુશાંતના ઘરમાં નીરજ હાઉસકીપિંગનું કામ કરતો હતો.રિયા ઘરની બહાર નીકળી તે પહેલાં ત્યાં શું બન્યું હતું તે વાતનો નીરજે ખુલાસો કર્યો છે. અત્યાર સુધીમાં એ વાત બહાર આવી છે કે રિયાએ 8 જૂને સુશાંતનું ઘર છોડી દીધું હતું. પરંતુ રિયાના વકીલના જણાવ્યા મુજબ, રિયા ક્યારેય ઘર છોડીને જવા ઇચ્છતિ ન હતી. સુશાંત જ થોડા દિવસો માટે એકલા રહેવા માંગતો હતો, તેથી તેણે રિયાને ત્યાંથી જવાનું કહ્યું હતું.સુશાંત તેનો થોડો સમય તેના પરિવાર સાથે વિતાવવા માંગતો હતો. રિયાના વકીલ સતીષ માનેશીંદે પણ આ જ જણાવ્યું હતું કે સુશાંતે મુંબઈ છોડવાનું નક્કી કર્યું હતું અને તેના વિશે તેણે તેના પરિવારને જણાવ્યું હતું.
  • રિયાએ ગુસ્સામાં છોડ્યું હતું ઘર

  • જોકે સુશાંતના પરિવારે થોડા દિવસ પછી જ જવાબ આપ્યો, ત્યાર પછી તેની બહેન મીતુ સુશાંતના ઘરે પહોંચી હતી. તે જ સમયે, વકીલે એમ પણ કહ્યું કે રિયાને એંગ્જાયટી અને પેનિક એટેકની પણ સમસ્યા છે. આવી સ્થિતિમાં તે સુશાંતના વર્તનથી વધુ પરેશાન થઈ રહી હતી.આ મામલે સુશાંતના હાઉસકીપર નીરજનું પણ નિવેદન મળ્યું છે. નીરજના જણાવ્યા અનુસાર 8 જૂને રિયા ગુસ્સામાં ઘર છોડીને ચાલી ગઈ હતી. તેણે નીરજને તેની બેગ પેક કરવા કહ્યું હતું.
  • 8 જૂનની રાત્રે થયું હતું આ બધુ
  • નીરજના જણાવ્યા અનુસાર, “8 જૂને કેશવે રાત્રિભોજન બનાવ્યું. અમે સુશાંત સર અને રિયા મેડમ ડિનર આપવાની તૈયારી કરી રહ્યા હતા.ત્યારે અચાનક રિયા મેડમે મને ફોન કર્યો.તે સમયે રિયા મેડમ ખૂબ ગુસ્સા માં લાગી રહી હતી. તેઓએ મને એક કબાટમાં રાખેલા તેના કપડા પેક કરવાનું કહ્યું.એક અન્ય કબાટમાં પણ તેના કપડા હતા પરંતુ તેણે કહ્યું કે તે પછી લઈ જશે. ત્યાર પછી રિયા મેડમ તેના ભાઈ શોવિક સાથે ડિનર લીધા વિના ત્યાંથી નીકળી ગઈ. સુશાંત સર રૂમમાં બેઠા રહ્યા. રિયા મેડમના ગયા પછી થોડા સમય પછી સુશાંત સરની બહેન મીતુ સિંહ ઘરે આવી.

  • નોંધપાત્ર વાત એ છે કે 8 જૂને સુશાંતના ઘરેથી નીકળ્યા પછી રિયાએ મહેશ ભટ્ટ સાથે વાત કરી હતી.ગયા દિવસોમાં  મહેશ ભટ્ટ અને રિયા ચક્રવર્તીની વોટ્સએપ ચેટ્સ બહાર આવી હતી, તે એક જ દિવસની છે. લીક થયેલી ચેટમાં જાણવા મળ્યું કે રિયા સુશાંત સાથેના તેના સંબંધોથી ખુશ ન હતી. તે આ સંબંધને સમાપ્ત કરવા માંગતી હતી અને મહેશ ભટ્ટ તેની મદદ કરી રહ્યો હતો. સાથે, ચેટ પરથી એ વાત સામે આવી છે કે રિયાના પિતા ઇન્દ્રજિત ચક્રવર્તી પણ રિયા અને સુશાંતના સંબંધથી ખુશ ન હતા.

Leave a Reply

Your email address will not be published.