સુશાંતના મૃત્યુ પછી સંદીપસિંહે એમ્બ્યુલન્સના ડ્રાઇવર સાથે કરી હતી આટલી વખત વાત

Uncategorized
  • સુશાંત સિંહ રાજપૂત કેસમાં સુપ્રીમ કોર્ટની મંજૂરી મળ્યા પછી સીબીઆઈએ તેની તપાસ શરૂ કરી છે. આ કેસની તપાસ સીબીઆઈ ઝડપથી કરી રહી છે. સીબીઆઈની તપાસમાં 5 દિવસનો સમય વીતી ગયો છે. સીબીઆઈ ઓછા સમયમાં પુરાવા મેળવવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. સીબીઆઈએ તાજેતરમાં સુશાંતના મિત્ર સિદ્ધાર્થ પિઠાની અને બે સ્ટાફ નીરજ સિંહ અને દિપેશ સાવંત સાથે વાત કરી હતી, જેમાં ત્રણેયનાં નિવેદનો એકબિજા સાથે બંધબેસતા ન હતા તો તેમની ફરીથી પૂછપરછ કરવામાં આવી હતી.

  • સીબીઆઈની નજરમાં સુશાંતનો નજીકનો મિત્ર બતાવનાર સંદીપ સિંહ પણ શંકાના દાયરામાં છે. સંદીપને લઈને છેલ્લા કેટલાક દિવસોથી જે સમાચારો આવી રહ્યા છે તે આશ્ચર્યજનક છે. સંદીપ આ કેસમાં શંકાસ્પદ જણાવવામાં આવી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પોતાને સુશાંતનો નજીકનો મિત્ર જણાવનાર સંદિપસિંહ છેલ્લા 10 મહિનાથી સુશાંત સાથે સંપર્કમાં ન હતો, પરંતુ સુશાંતના મૃત્યુ પર સૌથી પહેલા ઘરે પહોંચ્યો હતો.
  • તે જ સમયે, સુશાંતના પારિવારિક મિત્ર નીલોત્પલ મૃણાલે પણ દાવો કરીને બધાને ચોંકાવી દીધા હતા કે સંદીપસિંહ જલ્દીથી ભારત છોડવાની તૈયારીમાં છે. ખરેખર, નીલોત્પલ મૃણાલે તાજેતરમાં જ એક ટ્વીટ કર્યું, જેમાં તેણે લખ્યું કે, સંદીપ ભારત છોડવાની યોજના બનાવી રહ્યો છે. તેણે વિઝા અને અન્ય જરૂરી પરવાનગી મેળવી લીધી છે. કોઈએ મને આ કહ્યું છે. આપણી એજન્સીઓએ ઉચ્ચ ચેતવણી આપવી જોઈએ અને આ કેસ સાથે સંકળાયેલા કોઈ પણ વ્યક્તિને ભારત છોડવાની મંજૂરી આપવી જોઈએ નહીં.

  • આ દરમિયાન, હવે એવા સમાચાર પણ આવવા લાગ્યા છે કે સંદિપસિંહે સુશાંતના મૃતદેહને હોસ્પિટલમાં લઈ જઈ રહેલી એમ્બ્યુલન્સના ડ્રાઇવર અક્ષય સાથે 14-16 જૂન દરમિયાન 4 વખત ફોન પર વાત કરી હતી. સંદીપ સિંહના કોલ રેકોર્ડ ચેક કર્યા પછી સીબીઆઈને આ માહિતી મળી છે. જોકે, જ્યારે આ અંગે એમ્બ્યુલન્સના ડ્રાઇવરને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે તેની વાત સંદિપ સિંહ સાથે નહીં પરંતુ મુંબઈ પોલીસ સાથે થઈ હતી. મુંબઈ પોલીસે તેને માહિતી મેળવવા માટે કોલ કર્યો હતો.
  • જ્યારે એમ્બ્યુલન્સનો ડ્રાઈવર અક્ષય જણાવી રહ્યો છે કે તેણે સંદીપ સિંહ સાથે વાત કરી નથી,ત્યારે કોલ રેકોર્ડ્સ એક અલગ જ સ્ટોરી કહી રહ્યા છે. કોલ રેકોર્ડ વિશે વાત કરવામાં આવે તો બહાર આવ્યું છે કે અક્ષયે 14 જૂને સાંજે 6:40 વાગ્યે સંદીપ સિંહને કોલ કર્યો હતો. બંનેએ 48 સેકન્ડ સુધી વાત કરી. આ દિવસે જ સુશાંતસિંહ રાજપૂતનું અવસાન થયું હતું.

  • અહેવાલ મુજબ, અક્ષય અને સંદીપ વચ્ચે બીજી વાત તે જ દિવસે એટલે કે 14 જૂન સાંજે 7:57 વાગ્યે થઈ હતી. આ વખતે બંનેએ 51 સેકન્ડ સુધી વાત કરી. આ પછી સંદીપે ત્રીજી વખત અક્ષયને રાત્રે 9:59 વાગ્યે કોલ કર્યો હતો. ચોથી વખત બંનેની વાત 16 જૂને થઈ હતી. આ વાત લગભગ 104 સેકન્ડ સુધી ચાલી હતી. જણાવી દઈએ કે, સુશાંતના મૃત્યુ પછી જ્યારે તેનો પરિવાર મુંબઇ આવ્યો હતો ત્યારે સંદીપસિંહે જ પરિવારને રહેવાની વ્યવસ્થા કરી હતી.જ્યાં સુધી  સુશાંતના અંતિમ સંસ્કાર થયા નહિં ત્યાં સુધી સંદીપ સિંહ જ પરિવારની સંભાળ લેતા જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.