સુશાંતના મિત્રએ કર્યો દાવો, બીજા નંબર પરથી સુશાંતે કર્યો હતો ફોન,અને કહ્યું હતું કે…

સમાચાર
  • સુશાંત સિંહ રાજપૂતના મિત્ર કુશાલ ઝવેરીના જણાવ્યા અનુસાર સુશાંત તેની કારકિર્દીના પ્લાનિંગમાં રોકાયો હતો અને કંઇક અલગ કરવા માંગતો હતો. કુશલ ઝવેરીના જણાવ્યા અનુસાર, તેણે સુશાંત સાથે વાતચીત કરી હતી અને સુશાંતે તેને તેના ભાવિષ્યના પ્લાન વિશે જણાવ્યું હતું. કુશાલ ઝવેરીએ એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા એ પણ ખુલાસો કર્યો છે કે સુશાંતે તેના ફોન પરથી ફોન ન કરવાને બદલે તેને બીજા નંબર પરથી ફોન કર્યો હતો અને તેને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.જોકે કુશાલ ઝવેરી તે સમયે ગોવામાં શૂટિંગમાં વ્યસ્ત હતા. જેના કારણે તે સુશાંતને મળી શક્યો નહીં. પરંતુ તેણે સુશાંત સાથે ફોન પર વાત કરી.

  • કુશાલ ઝવેરીના જણાવ્યા અનુસાર, આ વર્ષની શરૂઆતમાં સુશાંતનો ફોન આવ્યો હતો.જો કે સુશાંતે મને તે ફોન એક બીજા નંબર પરથી કર્યો હતો.ત્યારે હું ગોવામાં શૂટિંગ કરી રહ્યો હતો. તેણે મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેના પર મેં કહ્યું હતું કે પાછા આવતાની સાથે આપણે મળીશું. આ પછી, અમે 2 જૂને મેસેજ પર વાતચીત કરી હતી અને તે દરમિયાન સુશાંત મારી સાથે તેની ભવિષ્યની યોજના વિશે વાત કરી રહ્યો હતો. તે ખૂબ સકારાત્મક હતો. તેથી જ્યારે મને તેની આત્મહત્યાના સમાચાર મળ્યા, ત્યારે હું વિશ્વાસ કરી શક્યો નહીં.

  • સુશાંતસિંહે ક્યા નંબર પરથી કુશાલને ફોન કર્યો હતો. આ અંગે તેણે જણાવ્યું હતું કે જાન્યુઆરીમાં સુશાંતનો જે કોલ આવ્યો હતો તે એક કોમન મિત્ર દિપેશના નંબર પરથી હતો. તે જ સમયે, સુશાંતના મૃત્યુના 10 દિવસ પહેલા પણ અમારી વચ્ચે વાતચીત થઈ હતી. ત્યારે સુશાંત તેની ભાવિ યોજના અંગે ગંભીરતાથી વિચારતો હતો. કુશાલના જણાવ્યા મુજબ સુશાંતની પ્રોફેશનલ લાઇફ એકદમ યોગ્ય ચાલી રહી હતી. તે એકદમ સામાન્ય,બરાબર અને સોર્ટ વ્યક્તિ હતો.
  • સારવાર અંગે કોઈ માહિતી નહોતી

  • કુશલે કહ્યું કે તેને સુશાંતની સારવાર વિશે ખબર નથી. સુશાંતે ક્યારેય તેનો ઉલ્લેખ નથી કર્યો. સુશાંત જે પ્રકારનો વ્યક્તિ હતો તે જોતાં,લાગતું જ નહિં કે તે ડિપ્રેશનમાં હતો. રિયા વિશે વાત કરતાં કુશલે કહ્યું કે સુશાંતે ક્યારેય પણ રિયા વિશે તેની સાથે કોઈ વાત કરી ન હતી.
  • સુશાંતના મૃત્યુ પછી હવે તેના ઘણા મિત્રો સામે આવી રહ્યા છે અને દરેક જણ દાવો કરી રહ્યો છે કે સુશાંત ડિપ્રેશનમાં ન હતો. સુશાંત તેની જિંદગીમાં ખુશ હતો અને તેને કોઈ પણ પ્રકારની સમસ્યા ન હતી. જોકે, રિયા ચક્રવર્તી કહે છે કે સુશાંતની માનસિક સ્થિતિ બરાબર ન હતી. યુરોપ ટ્રિપ  દરમિયાન સુશાંત સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો અને ડરી-ડરીને રહેતો હતો. જેના કારણે તેની સારવાર કરવામાં આવી રહી હતી.
  • સીબીઆઈ કરી રહી છે તપાસ

  • સુશાંત સિંહ કેસની તપાસ સીબીઆઈએ શરૂ કરી છે અને આ કેસમાં સુશાંતના પરિવારના નિવેદનો પણ નોંધ્યા છે. હવે સીબીઆઈ સુશાંતના પૈસાની તપાસ કરી રહી છે. નોંધપાત્ર વાત એ છે કે સુશાંતના પિતા કે.કે.સિંહે દાવો કર્યો છે કે સુશાંતના ખાતામાંથી 15 કરોડ રૂપિયા નિકાળવામાં આવ્યા છે, જે એવા લોકોના ખાતામાં નાખવામાં આવ્યા છે. જેને સુશાંત ઓળખતો પણ ન હતો.

Leave a Reply

Your email address will not be published.