સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સુશાંતસિંહ રાજપૂતના પિતાએ લીધો મોટો નિર્ણય, આ જવાબદારી ઉઠાવી…

બોલિવુડ
  • અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની કથિત આત્મહત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે બુધવારે સીબીઆઈને આખા કેસની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય બાદ સુશાંતના પિતા કે.કે.સિંહે પુત્રની સંપત્તિ અંગે પોતાનો દાવો રજૂ કર્યો છે. કે.કે.સિંહે એક પ્રેસ નોટ બહાર પાડીને કહ્યું કે હું સુશાંતનો કાયદાકીય વારસ છું. સુશાંતના પિતાએ પ્રેસ નોટમાં લખ્યું છે કે સુશાંતે તેના જીવનમાં જે વકીલો, સીએ અને પ્રોફેશનલને રાખ્યા હતા અથવા તેની સેવાઓ લઈ રહ્યો હતો.હું તેમનો કાનૂની વારસદાર તરીકે,આ બધી સેવાઓ સમાપ્ત કરું છું.

  • આ પ્રેસ નોટમાં કે.કે.સિંહે કહ્યું કે હવે કોઈ પણ વકીલ અથવા સીએને મારી પરવાનગી વિના સુશાંતની સંપત્તિનું પ્રતિનિધિત્વ કરવાનો અધિકાર રહેશે નહીં. તમને જણાવી દઇએ કે તાજેતરમાં કેટલાક વકીલો મીડિયાની સામે આવ્યા હતા અને તેઓએ સુશાંત દ્વારા રાખવાનો દાવો કર્યો હતો. આ લોકોએ પોતાની અને સુશાંત વચ્ચે થયેલી વાતો પણ જણાવી હતી. જો કે, આવા ખુલાસાઓ ભારતીય પુરાવા અધિનિયમ 1872 ની કલમ 126 અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના નિયમોની વિરુદ્ધ છે.આવી સ્થિતિમાં સુશાંતના પિતાએ પોતાની પ્રેસ નોટમાં લખ્યું છે કે હું આ અધિકાર આપીશ નહિં કે કોઈ સુશાંતનું પ્રતિનિધિત્વ કરે.
  • કે.કે.સિંઘે આ લોકોને કર્યા અધિકૃત

  • જારી કરેલી પ્રેસ નોટમાં સુશાંતના પિતાએ લખ્યું છે કે, હું સ્પષ્ટ કરું છું કે મેં અને મારી દીકરીઓએ એસ.કે.વી. કાયદા કચેરીઓ, કોમર્શિયલ વરૂણસિંહને વકીલ તરીકે નિયુક્ત કર્યા છે. સાથે, સીનિયર વકીલ વિકાસસિંહ મારા પરિવારનું પ્રતિનિધિત્વ કરવા માટે અધિકૃત છે. અન્ય કોઈ પણ વ્યક્તિ કે જે પરિવાર અને સુશાંતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, તેમને મારા તરફથી કોઈ સંમતિ નથી.
  • સુપ્રીમ કોર્ટે બુધવારે ઐતિહાસિક નિર્ણય આપ્યો હતો

  • યાદ અપાવીએ કે બુધવારે સુપ્રીમ કોર્ટે સુશાંત સિંહ રાજપૂતના કથિત આત્મહત્યા કેસમાં ચુકાદો આપતા કહ્યું હતું કે આ મામલાની તપાસ સીબીઆઈ કરશે. એટલે કે, સ્પષ્ટ છે કે હવે સુશાંત આત્મહત્યા કેસની સંપૂર્ણ તપાસ દેશની સૌથી મોટી અને નામાંકિત તપાસ એજન્સી સીબીઆઈ કરશે. રિયા ચક્રવર્તી, જે સુશાંતની ગર્લફ્રેન્ડ હતી, આ સમગ્ર કેસના અનેક આરોપોનો સામનો કરી રહી છે.જણાવી દઈએ કે સુશાંતના પિતાએ રિયા પર મની લોન્ડરિંગ અને આત્મહત્યા માટે ઉક્સાવા જેવા ગંભીર આક્ષેપો કર્યા છે.
  • જણાવી દઈએ કે સનસનાટીભર્યા આરોપોથી ઘેરાયેલી રિયાએ કોર્ટમાં અરજી કરી હતી કે પટનામાં નોંધાયેલ એફઆઈઆર મુંબઈ ટ્રાંસફર કરવામાં આવે. બીજી તરફ, સુપ્રીમ કોર્ટે રિયાની અરજી નામંજૂર કરીને કેસની તપાસ કરવાની તમામ સત્તા સીબીઆઈને આપી છે. સુપ્રીમના નિર્ણય બાદ સુશાંતના પરિવાર સહિત ચાહકોએ ખુશી વ્યક્ત કરી હતી.
  • પરિવારે વ્યક્ત કર્યો ચાહકોનો આભાર
  • સુશાંતનો પરિવાર સીબીઆઈ તપાસના આદેશથી ખૂબ જ ખુશ છે. તેઓ માને છે કે ન્યાયની જીતમાં પહેલું પગલું છે. આ સ્થિતિમાં, સુશાંતની ભત્રીજી મલ્લિકાસિંહે તેની ઇન્સ્ટા સ્ટોરી પર લખ્યું, સુશાંતના પરિવાર, મિત્રો, શુભેચ્છકો, મીડિયા અને વિશ્વભરના ચાહકોનો હૃદયપૂર્વક આભાર. તેમણે આગળ લખ્યું, સુશાંત પ્રત્યેના તમારો ઉંડો પ્રેમ અને અમારી સાથે મક્કમતાથી ઉભા રહેવા બદલ અમે તમારા આભારી છીએ. અમે બિહારના સીએમ નીતીશ કુમારનો પણ ખાસ આભાર માનીએ છીએ.

Leave a Reply

Your email address will not be published.