સીબીઆઈ સમક્ષ સિધ્ધાર્થે કર્યો સુશાંત-રિયાના સંબંધો અંગે મોટો ખુલાસો,કહ્યું પહેલા પણ રીયા એ…

Uncategorized
  • સીબીઆઈની ટીમ ઘણા દિવસોથી સિદ્ધાર્થ પીઠાની ની પૂછપરછ કરી રહી છે અને તે શોધવા માટે પ્રયાસ કરી રહી છે કે 14 જૂને સવારે શું થયું હતું અને સુશાંત-રિયાના સંબંધ કેવા હતા. સુશાંત સિંહ રાજપૂત કેસ સંદર્ભે સીબીઆઈ એ અનેક વખત સિદ્ધાર્થ પિઠાનીની પૂછપરછ કરી છે અને આ દરમિયાન સિદ્ધાર્થે સીબીઆઈ સમક્ષ ઘણા મોટા ખુલાસા કર્યા છે. સિદ્ધાર્થે સીબીઆઈને આપેલા તેના નિવેદનમાં જણાવ્યું છે કે વર્ષ 2019 પછી સુશાંતનું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું હતું અને સુશાંતનું મન કામમાં લાગતું ન હતું.સુશાંતે રિયા સાથે પોતાનો સમય પસાર કરવાનું શરૂ કર્યું અને એક સમય એવો આવ્યો કે તે એકલો પડી ગયો.
  • જાન્યુઆરીમાં પણ રિયા એ છોડ્યું હતું ઘર

  • સિદ્ધાર્થ અનુસાર, રિયાએ જાન્યુઆરીમાં પણ સુશાંતનું ઘર છોડ્યું હતું. પરંતુ થોડા દિવસ પછી રિયા ઘરે પરત આવી હતી. જે પછી રિયા, દીપેશ અને મેં સુશાંતની સંભાળ લેવાનું શરૂ કર્યું. જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં સુશાંત તેની બહેન મીતુના ઘરે ગયો હતો અને તે એકદમ પરફેક્ટ હતો. તેણે તેની દવા ખાવાનું પણ બંધ કરી દીધું હતું. સુશાંત કહેતો હતો કે તેને ઠીક લાગે છે. મેં તેમને કહ્યું કે દવા સંપૂર્ણપણે બંધ ન કર. પરંતુ તે માન્યો નહિં.થોડા મહિના પછી એપ્રિલમાં સુશાંતની તબિયત ફરી બગડી અને તે બધાથી દૂર રહેવા લાગ્યો. જોકે રિયા તેની સાથે હતી.તે જ સમયે, જૂનના પહેલા અઠવાડિયામાં સુશાંતની તબિયત વધુ બગડી અને તે એકલો જ રૂમમાં રહેવા લાગ્યો. લોકડાઉન દરમ્યાન રિયા સુશાંત સાથે રહી હતી.

  • 8 જૂનની સવારે રિયા 11.30 વાગ્યે સુશાંતનું ઘર છોડીને ચાલી ગઈ હતી અને રિયાએ મને સુશાંતનું ધ્યાન રાખવાનું કહ્યું હતું. જ્યારે રિયાએ સુશાંતનું ઘર છોડ્યું. તો તે સમયે સુશાંતે રિયાને ગળે લગાવી હતી. થોડા સમય પછી સુશાંતની બહેન મિતુ ઘરે આવી અને તે તેની સાથે રહેવા લાગી. મીતુ દીદીની સામે સુશાંત જૂની વાતો યાદ કરીને રડતો હતો.ત્યારે 12 જૂને મીતુ દીદીને તેની દીકરીની યાદ આવી અને તે પાછી ઘરે ગઈ.
  • 14 જૂનના રોજ સવારે 10 વાગ્યાની આસપાસ હું હોલમાં કામ કરતો હતો અને સવારે 10.30 વાગ્યે કેશવે મને કહ્યું કે સુશાંત સર દરવાજો ખોલતા નથી. મેં તરત દિપેશને બોલાવ્યો અને અમે બંનેએ દરવાજો ખટખટાવ્યો. પરંતુ સુશાંતે દરવાજો ખોલ્યો નહીં.ત્યારે જ મને મીતુ દીદીનો ફોન આવ્યો. તેણે કહ્યું કે સુશાંત ફોન ઉપાડતો નથી. અમે તેમને કહ્યું કે તે દરવાજો ખોલતા નથી.મેં ચોકીદારને ચાવી વાળાને બોલાવવા કહ્યું પણ તેણે કોઈને બોલાવ્યા નહીં. પછી મેં ગૂગલમાંથી ચાવી વાળના નંબર કાઢ્યા. મેં તેને બપોરે 1.06 મિનિટ પર ફોન કર્યો. તેણે મારી પાસે 2000 રૂપિયા માંગ્યા.ચાવી વાળાએ લોકનો ફોટો માંગ્યો અને મેં તેને ફોટો મોકલ્યો. 1.20 મિનિટ પર તે તેના એક સાથી સાથે ઘરે આવ્યો.તેણે લોક જોઈને ચાવી ન બનાવવાનું કહ્યું, તેથી મેં તેને લોક તોડવાનું કહ્યું અને તેણે લોક તોડ્યું.

  • આ પછી હું અને દીપેશ સુશાંતના રૂમમાં ગયા અને રૂમમાં અંધારુ હતું. દિપેશે રૂમની લાઈટ શરુ કરી અને અમે સુશાંતને લીલા રંગના કપડાથી પંખા પર લટકાયેલો જોયો. મેં તરત મીતુ દીદીને ફોન કર્યો અને પછી 108 ને ફોન કર્યો. મીતુનો ફોન આવ્યો અને તેણે સુશાંતને નીચે ઉતારવાનું કહ્યું. મેં નીરજને છરી લાવવા કહ્યું. મેં છરી વડે સુશાંતના શરીરને નીચે ઉતાર્યું અને પલંગ પર મૂકી દીધું.
  • છોડવા માંગતો હતો બોલીવુડ

  • સિદ્ધાર્થે સીબીઆઈને કહ્યું હતું કે સુશાંત બોલિવૂડ છોડવા માંગતો હતો અને તેણે મને ફોન કરીને આ વાત કહી હતી. સિદ્ધાર્થ અનુસાર તેના પિતાનું કામ બરાબર ચાલતું ન હતું. તેથી તે પૈસા કમાવવા હૈદરાબાદ ગયો હતો. ત્યારબાદ જાન્યુઆરી 2020 માં સુશાંતનો ફોન આવ્યો અને સુશાંતે કહ્યું કે તે બોલિવૂડ છોડીને પોતાનો ડ્રીમ પ્રોજેક્ટ 150 શરૂ કરશે. ત્યાર પછી તે મુંબઈ આવી ગયો અને સુશાંત સાથે રહેવા લાગ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *